ETV Bharat / state

અમદાવાદ: લાલચ આપી નરાધમે 6 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Oct 12, 2020, 6:48 AM IST

અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ મથકની હદમાં રહેતી 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. એક અજાણ્યો યુવક 6 વર્ષ અને 7 વર્ષની 2 બાળકીઓને લઈ ગયો હતો. જેમાં એક બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બીજી બાળકી સાથે અડપલા કર્યા હતા.

accused raped on 6 year old girl
accused raped on 6 year old girl

અમદાવાદ: દાણીલીમડા પોલીસ મથકની હદમાં ઘર આંગણે રમી રહેલી બે બાળકીઓને ઢીંગલી અપાવવાની લાલચ આપી એક નરાધમ ઘરથી થોડે દૂર આવેલા અવાવરુ બાથરૂમમાં લઈ ગયો હતો. જ્યાં આ અજાણ્યા ઇસમે એક બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. જ્યારે બીજી બાળકી સાથે અડપલાં કર્યાં હતા. ત્યાર બાદ તે બન્ને બાળકીને છોડીને ફરાર થઈ ગયો હતો. આ ગુનાની જાણ થતા દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દાણીલીમડા વિસ્તારમાં 6 વર્ષની બે બાળકીઓ આંગણામાં રમી રહેલી હતી. ત્યારે અજાણ્યો યુવક આવ્યો હતો અને આ બાળકીને ઢીંગલી આપવાની લાલચ આપતા બાળકીઓ તેની સાથે ચાલવા માંડી હતી. જે બાદ આ બાળકીઓને ઘરની પાસે આવેલા અવાવરું બાથરૂમમાં લઈ ગયો હતો. જ્યાં એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું, જ્યારે બીજી બાળકી સાથે અડપલાં કર્યાં હતા. ત્યાર બાદ બન્ને બાળકી ઘરે પાછી ફરી તેની સાથે બનેલી ઘટના અંગે માતાને જણાવ્યું હતું.

લાલચ આપી નરાધમે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

દુષ્કર્મ કર્યા બાદ યુવકે સદનસીબે બાળકીઓને જીવતી છોડી દીધી હતી. તેના પગલે બાળકીએ ઘરે આવીને માતાને જાણ કરતા માતા તેને તુરંત જ ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડૉક્ટરે તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વાતની જાણ કરતા બાળકીની માતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં દુષ્કર્મ સૌથી વધુ 540 ઘટના નોંધાઇ છે. જેમાં 6 પીડિતાની ઉંમર તો માત્ર 5 વર્ષ જ હતી. જ્યારે 391ની ઉંમર 6થી 18 વર્ષની છે. જ્યારે 7 તો સામુહિક દુષ્કર્મની ઘટનાઓ બની છે. ત્યારે આ પ્રમાણે દુષ્કર્મની ઘટના બનતા મહિલાની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.