ETV Bharat / state

અમદાવાદની ફાયરિંગની ઘટનામાં ફરિયાદી જ બન્યો આરોપી, રથયાત્રા પૂર્વે હથિયારો ઝડપાયા

author img

By

Published : Jun 15, 2020, 3:29 AM IST

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 2 દિવસ અગાઉ ફાયરિંગ અને હત્યાનો પ્રયાસ થયાનો ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસ તપાસમાં ફરિયાદીએ પોતે જ પોતાના પર ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં સામે ફરિયાદી તથા અન્ય 4 વ્યક્તિઓ પાસેથી 4 હથિયાર અને 26 કારતૂસ મળી આવ્યા છે. રથયાત્રા પૂર્વે હથિયારો મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છેે.

દાણીલીમડા પોલીસ મથક
દાણીલીમડા પોલીસ મથક

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં 2 દિવસ અગાઉ ફાયરિંગ અને હત્યાનો પ્રયાસ થયાનો ગુનો નોંધાયો હતો. જે મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી, ત્યારે ફરિયાદીએ પોતાના પર ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું અને તપાસમાં સામે ફરિયાદી તથા અન્ય 4 વ્યક્તિ પાસે 4 હથિયાર અને 26 કારતૂસ મળી આવ્યા હતા.

ફાયરિંગની ઘટનામાં ફરિયાદી જ બન્યો આરોપી

દાણીલીમડામાં બનેલી ફાયરિંગની ઘટનામાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી, ત્યારે ફરિયાદ મુજબ હકીકતમાં આ પ્રકારનો કોઈ બનાવ બન્યો જ ન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદીએ જાતે જ પોતાન પર ફાયરિંગ કર્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદી અને તેના ભાઈએ વર્ષ 2008માં વટવાના બરકત અલી રંગરેજની હત્યા કરી હતી. તેને લઈને તેમની વચ્ચે કેટલાય સમયથી ઝગડા ચાલી રહ્યા હતા. જેથી ઇજાગ્રસ્તે જાતે જ દેશી તમંચા વડે ફાયરિંગ કરી ખભાના ભાગે ઇજા પહોંચાડી હતી.

પોલીસને તપાસ દરમિયાન 4 હથિયાર અને 26 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જે મામલે આર્મ્સ એકટ હેઠળ 2 ગુના નોંધવામાં આવ્યા છે. આગામી સમયમાં રથયાત્રા પણ આવી રહી છે અને એલર્ટ પણ આપવામાં આવ્યું છે, તો હથિયાર મળતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.