ETV Bharat / state

22 સપ્ટેમ્બરથી ભુજ અને દાદર વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

author img

By

Published : Sep 20, 2020, 5:23 AM IST

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માગને ધ્યાનમાં રાખીને ભુજ અને દાદરની વચ્ચે 22 સપ્ટેમ્બરથી દરરોજ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણ રિઝર્વ રહેશે.

સ્પેશિયલ ટ્રેન
સ્પેશિયલ ટ્રેન

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માગને ધ્યાનમાં રાખીને ભુજ અને દાદરની વચ્ચે 22 સપ્ટેમ્બરથી દરરોજ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણ રિઝર્વ રહેશે. રેલ મંડળ પ્રબંધક દીપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બરથી ટ્રેન નંબર 09116 ભુજ અને દાદર વચ્ચેની સ્પેશિયલ ટ્રેન રાત્રે 10:25 કલાકે ભુજથી ઉપડીને બીજા દિવસે બપોરે 01:50 કલાકે દાદર પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 23 તારીખે બપોરે 03:00 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 07:00 કલાકે ભુજ પહોંચશે.

સ્પેશિયલ ટ્રેન
22 સપ્ટેમ્બરથી ભુજ અને દાદર વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

ભુજ અને દાદર વચ્ચેની સ્પેશિયલ ટ્રેન ક્યા સ્ટેશન પર ઉભી રહેશે

  • ગાંધીધામ
  • ધ્રાંગધ્રા
  • અમદાવાદ
  • આણંદ
  • વડોદરા
  • અંકલેશ્વર
  • સુરત
  • નવસારી
  • વલસાડ
  • વાપી
  • બોરીવલી

ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનની અંદર ફર્સ્ટ AC, સેકન્ડ AC, થર્ડ AC, સ્લીપર તેમજ સીટીંગ કોચ હશે, જે તમામ રિઝર્વ રહેશે. રિઝર્વેશન નોમિનેટેડ કાઉન્ટર પર અને IRCTCની વેબસાઈટ પર 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.