ETV Bharat / state

Cyber Fraud : રાજ્યમાં સાયબર ફ્રોડના દૈનિક 300થી વધુ કિસ્સા, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હાલમાં ટોપ મોડસ ઓપરેન્ડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 8:51 PM IST

ટેકનોલોજીના વધતા પ્રભાવ સાથે તેનો દુરુપયોગ પણ ગુનાખોર માનસિકતા ધરાવતાં લોકો કરે છે. હાલના સંજોગોમાં આ કારણે સાયબર ક્રાઇમની જાતજાતની ઘટનાઓ રોજેરોજ મોટી સંખ્યામાં નોંધાઇ રહી છે. ત્યારે નવા નવા સાયબર ફ્રોડને લઇને વિશેષ ટ્રેનિંગ સ્ટેટ સાયબર ક્રાઇમ વિભાગના કર્મીઓને આપવામાં આવે છે.

Cyber Fraud : રાજ્યમાં સાયબર ફ્રોડના દૈનિક 300થી વધુ કિસ્સા, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હાલમાં ટોપ મોડસ ઓપરેન્ડી
Cyber Fraud : રાજ્યમાં સાયબર ફ્રોડના દૈનિક 300થી વધુ કિસ્સા, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હાલમાં ટોપ મોડસ ઓપરેન્ડી

સ્ટેટ સાયબર સેલના અધિકારીઓની ટ્રેનિંગ

ગાંધીનગર : વિશ્વમાં હાલ ટેકનોલોજીનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ગઠિયાઓ પણ પૈસા કમાવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. જેમ જેમ સાયબરના કેસોમાં વધારો થયો તેમ રાજ્ય સરકારને પણ તમામ જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવાની ફરજ પડી હતી. ત્યારે હવે ગાંધીનગરમાં સ્પેશિયલ CID સાયબર સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફરિયાદ માટે 1930 ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે.

દૈનિક 300 સાયબર ક્રાઈમ કોલ : રાજ્યમાં દૈનિક 300 સાયબર ક્રાઈમ કોલ આવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુનિસેફ અને સ્ટેટ સાયબર સેલના અધિકારીઓ વચ્ચે ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં ફરિયાદી સાથે કેવી રીતે વાતચીત કરવી, કેવા કેસોમાં ફરિયાદીની કઈ રીતે મદદ કરવી તે બાબતની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદ : સાયબર ક્રાઈમ બાબતે સાયબર સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાયબર સેલ દ્વારા 1930 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા એક વર્ષમાં સમગ્ર ગુજરાતમાંથી દૈનિક ધોરણે 300થી વધુ ફોન સાયબર ક્રાઇમમાં આવી રહ્યા છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં સાયબર ક્રાઈમમાં 3 લાખ 17 હજારથી વધુ ફોન આવ્યા છે. જેમાં ન્યૂડ કોલ, ફાઇનાન્સિયલ ફ્રોડના સૌથી વધુ ફરિયાદ સામે આવી છે.

ક્રિપ્ટો કરન્સી અંગે માહિતી : ક્રિપ્ટો કરન્સીનું ચલણ હાલમાં ખૂબ વધી ગયું છે. ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે કે ક્રિપ્ટોમાં ખરીદ વેચાણ કઈ રીતે થાય છે અને કયા પ્રકારના એક્સચેન્જનો ઉપયોગ થાય છે, કઈ રીતે માહિતી મેળવી શકીએ તે બાબતે પણ માહિતી સાથેની ટ્રેનિંગ પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે.

ટોલ ફ્રી નંબર હાલમાં શરૂ કરવામાં આવ્યો : ટોલ ફ્રી નંબર સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો માટે એક સંજીવની સમાન સાબિત થયું છે. કારણ કે સમયસર આ નંબર ઉપર ફોન કરવાથી જે પણ ફ્રોડ થયો હોય તેને તાત્કાલિક ધોરણે રોકી શકાય છે. જો રોકી ન શકાય તો જે એકાઉન્ટમાં નાણાં ગયા છે તેને પણ તાત્કાલિક ધોરણે ફ્રીજ કરવામાં આવે છે.

આ વર્ષે સાયબર સેલમાં કુલ 3 લાખ 17 હજાર જેટલા ફોન સાયબર સેલને પ્રાપ્ત થયા છે. જે ફક્ત ફાઇનાન્સિયલ ફ્રોડ બાબતના છે, આ તમામ કોલમાં છેલ્લા એક વર્ષમાં 368 કરોડનો ફ્રોડ ગુજરાતના લોકો સાથે થયો છે. પરંતુ જે નાગરિકોએ સમયસર ફોન કરીને સાયબર સેલમાં જાણ કરી છે તેવા 103 કરોડ રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે. જે પૈકી 9.5 કરોડ રૂપિયા તેમને પરત કરી દીધા છે. જિલ્લા કક્ષાએ લોક અદાલતમાં નાણાં પરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે....ધર્મેન્દ્ર શર્મા(એસપી, સ્ટેટ સાયબર સેલ)

ફ્રોડ મોડ્સ ઓપરેન્ડી : ધર્મેન્દ્ર શર્માએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં અલગ અલગ પ્રકારના મોડસ ઓપરેન્ડીથી ફ્રોડ થઈ રહ્યા છે, જેમાં સૌથી વધુ પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપીને ખૂબ ઓછા સમયમાં વધુ રિટર્ન આપીને લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. ત્યારબાદ પૈસાનો ક્લેમ કરવામાં આવે તો પૈસા પરત આપવાની ના પાડી દે છે. જ્યારે બીજામાં જોબ ફ્રોડ પણ ખૂબ વધી ગયું છે અને એક કલાકમાં તમે 2000 રૂપિયા કમાઈ શકો તેવા કિસ્સામાં પણ લોકો પાસેથી ફાઈનાન્સિયલ ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ન્યૂડ વીડિયો કોલિંગ : હાલમાં વર્તમાન સમયમાં ન્યૂડ વીડિયો કોલિંગ ચાલુ છે. તેમાં કોઈ વ્યક્તિ તમને સીધો કોલ કરે અને ત્યારબાદ તમારી જોડેથી રૂપિયા પડાવવાનો પ્રયત્ન કરે. જેમાં અલગ અલગ વિસ્તારના લોકો આઈડેન્ટીફાય થયા છે જેમાં મોસ્ટલી રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર વેસ્ટ બેંગોલના લોકો ગુજરાતમાં ફ્રોડ કરે છે.

ન્યૂડ કોલ આવે, ધમકી આવે તો ગભરાશો નહીં : સ્ટેટ સાયબર સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે નાગરિકો જેટલી સાવચેતી રાખી શકે તેટલી વધુમાં વધુ સાવચેતી રાખવી જોઈએ. કોઈપણ પ્રકારની લાલચ અને ભયમાં આવવું જોઈએ નહીં. કોઈપણ ભૂલ થઈ ગઈ હોય તો તમે પહેલા નજીકના પોલીસ સ્ટેશન જઈને અથવા તો હેલ્પ લાઈન 1960 નંબર ઉપર ફોન કરીને તેની માહિતી આપી શકો છો. પરંતુ કોઈપણને આવી રીતે પૈસાનો વ્યવહાર કરવો નહીં. આમ જો તમે એક વખત તમે પૈસા આપશો તો તેઓ વારંવાર પૈસા પડાવશે.

  1. Fake Followers Scam : ફેમસ ઈન્ફ્લુએન્સર થવા માટે બોટ્સ એક મોટો સ્કેમ, કેટલું ઘાતક છે જાણો
  2. Surat Crime News : સુરતના પોલીસકર્મી અને ફાયર વિભાગના જવાનને રોકાણની સામે વધુ વળતરની લાલચ ભારે પડી, આરોપીઓની ધરપકડ
  3. Ahmedabad Crime : સાયબર ઠગાઈનો શિકાર બનેલા લોકોને નાણાં પરત મળતાં થયાં, અમદાવાદ જિલ્લા એસપીની ઝૂંબેશ જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.