ETV Bharat / state

Ahmedabad Crime : સાયબર ઠગાઈનો શિકાર બનેલા લોકોને નાણાં પરત મળતાં થયાં, અમદાવાદ જિલ્લા એસપીની ઝૂંબેશ જાણો

author img

By

Published : Jul 25, 2023, 3:05 PM IST

ટેકનોલોજીનો દુરુપયોગ એટલે કે સાયબર ક્રાઇમ દ્વારા ઉપડી જતાં નાણાં પરત ક્યારે મળશે તે મોટાભાગના લોકોને મૂંઝવતી સમસ્યા હોય છે. જેને પારખી અમદાવાદ રુરલ સાયબર સેલ દ્વારા ઝૂંબેશ ચલાવી નાણાં પરત કરવામાં આવી રહ્યાં છે.

Ahmedabad Crime : સાયબર ઠગાઈનો શિકાર બનેલા લોકોને નાણાં પરત મળતાં થયાં, અમદાવાદ જિલ્લા એસપીની ઝૂંબેશ જાણો
Ahmedabad Crime : સાયબર ઠગાઈનો શિકાર બનેલા લોકોને નાણાં પરત મળતાં થયાં, અમદાવાદ જિલ્લા એસપીની ઝૂંબેશ જાણો

અમિતકુમાર વસાવાની એક્સપર્ટાઇઝ કામે લાગી

અમદાવાદ : ટેકનોલોજીના યુગમાં એક તરફ ફાયદા પણ કેટલા વધી રહ્યા છે, અને ટેકનોલોજીનો દુરુપયોગ પણ એટલો જ વધતો નજરે પડી રહ્યો છે. એક સમય હતો કે જો લુટેરાઓ લોકોના ઘરમાં ઘૂસીને દાગીનાઓ રોકડ રકમ અને આ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા હતા. પરંતુ હવે સમય પ્રમાણે ગુનેગારો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોના પૈસા લૂંટવાનું કે ચોરી કરવાનું કામ કરી રહ્યા છે. સતત સાયબર છેતરપિંડી અંગેની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.

અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલની ઝૂંબેશ : શહેરી વિસ્તારમાં સૌથી વધુ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોવાથી પહેલા સાયબર ગઠિયાઓ શહેરી વિસ્તારમાં ફ્રોડ કરતા હતા પરંતુ હવે ગુનેગારો ગ્રામ્ય વિસ્તારો તરફ આગળ વધ્યા છે. તેવામાં ગુજરાતના 33 જિલ્લાઓમાં સૌથી વધુ સાયબર છેતરપીંડીની ઘટનાઓમાં લોકોના ગયેલા પૈસા પરત અપાવવાની કામગીરી અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ કરી રહ્યું છે. જેનું મુખ્ય કારણ અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવા છે જેઓએ લાંબા સમય સુધી સાયબર ક્રાઈમમાં કામ કર્યું છે.

સાયબર ઠગાઈ અટકાવવા અને તેમાં જે લોકોએ પૈસા ગુમાવ્યા હોય તેઓને પરત અપાવવા માટે સમયાંતરે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. જિલ્લામાં જે પણ લોકો સાયબર ઠગાઈનો શિકાર બન્યા છે અને પૈસા ગુમાવ્યા છે તેઓને પૈસા પાછા મળી જાય તે માટે પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અસલાલીમાં દોઢ લાખ તેમજ ચાંગોદરમાં સવા લાખ એમ મોટી રકમ પણ ભોગ બનનારને પરત અપાવવામાં આવી છે. આ કામગીરી સતત ચાલુ છે...અમિતકુમાર વસાવા(અમદાવાદ જિલ્લા એસપી)

સતત સાયબર છેતરપિંડી અંગેની ફરિયાદો : ટેકનોલોજીના યુગમાં એક તરફ ફાયદા પણ કેટલા વધી રહ્યા છે, અને ટેકનોલોજીનો દુરુપયોગ પણ એટલો જ વધતો નજરે પડી રહ્યો છે. એક સમય હતો કે જો લુટેરાઓ લોકોના ઘરમાં ઘૂસીને દાગીનાઓ રોકડ રકમ અને આ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા હતા. પરંતુ હવે સમય પ્રમાણે ગુનેગારો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોના પૈસા લૂંટવાનું કે ચોરી કરવાનું કામ કરી રહ્યા છે. સતત સાયબર છેતરપિંડી અંગેની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વધ્યો સાયબર ક્રાઇમ : શહેરી વિસ્તારમાં સૌથી વધુ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોવાથી પહેલા સાયબર ગઠિયાઓ શહેરી વિસ્તારમાં ફ્રોડ કરતા હતા પરંતુ હવે ગુનેગારો ગ્રામ્ય વિસ્તારો તરફ આગળ વધ્યા છે. તેવામાં ગુજરાતના 33 જિલ્લાઓમાં સૌથી વધુ સાયબર છેતરપિંડીની ઘટનાઓમાં લોકોના ગયેલા પૈસા પરત અપાવવાની કામગીરી અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ કરી રહ્યું છે. જેનું મુખ્ય કારણ અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવા છે જેઓએ લાંબા સમય સુધી સાયબર ક્રાઈમમાં કામ કર્યું છે.

31 જેટલી સાયબર ઠગાઈની ફરિયાદ : અમદાવાદ જિલ્લામાં આવતા અસલાલી, ચાંગોદર, સાણંદ, દસક્રોઈ, વિરમગામ, બોપલ, સહિતના વિસ્તારોમાં હવે લોકો સાથે ઓનલાઈન ફ્રોડ શરૂ થઈ ગયા છે. છેલ્લા એક વર્ષમાં વાત કરીએ તો 31 જેટલી સાયબર ઠગાઈની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, જ્યારે અરજીનો આંડકો આના કરતાં પણ વધુ છે. પરંતુ અમદાવાદ જિલ્લા પોલીસ વડા અમિતકુમાર વસાવા જેઓ અગાઉ અમદાવાદ શહેર સાયબર ક્રાઈમમાં DCP તરીકે લાંબો સમય કામ કરી ચુક્યા છે. તેઓની કામ કરવાની પદ્ધતિ અને સાયબર પ્રત્યેની જાગૃતતાના લીધે જે પણ લોકો સાયબર ફ્રોડ થકી પોતાના પૈસા ગુમાવે છે તેઓને ગુમાવેલા પૈસા પરત મળી જાય તે માટે માત્ર પ્રયાસ નહીં પરંતુ પરિણામલક્ષી કામગીરી પણ કરી રહ્યા છે.

મારા ક્રેડિટ કાર્ડમાંથી 1.26 લાખ ઉપડી ગયા હતાં. તરત જ મેં સાયબર હેલ્પલાઇન પર ફોન કરતા મારા પૈસા જે એકાઉન્ટમાં જમા થયા હતાં ત્યાં જ ફ્રીજ થઈ જતા મને ગુમાવેલા પૈસા પરત મળ્યા છે. જિલ્લા સાયબર ક્રાઈમ દ્વારા આ કેસમાં ખૂબ જ સહકાર આપી પૈસા પરત આવ્યાં ત્યાં સુધી મદદ કરવામા આવી છે. અતુલ ત્રિવેદી(ગુમાવેલા પૈસા પરત મેળવનાર)

સાયબર હેલ્પલાઇનમાં ફોન : અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમયાંતરે સાયબર અવેરનેસ માટેના કાર્યક્રમો કરવામાં આવે છે અને સાથે જ વેપારીઓ અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં લોકોને સાયબર અવેરનેસ કરવા માટેના કાર્યક્રમો કરવામાં આવે છે જેથી કોઈપણ વ્યક્તિ સાયબર ઠગાઈનો શિકાર બને તો વહેલી તકે સાયબર હેલ્પલાઇનમાં ફોન કરીને પોતાના પૈસા બચાવી શકે અને તે પૈસા તેને પરત મળી શકે તેના માટે પણ જિલ્લા પોલીસ દ્વારા અથાગ પ્રયાસ અને દિવસ રાત કામગીરી કરવામાં આવે છે.

ગુમાવેલા પૈસા પરત : અમદાવાદ જિલ્લા પોલીસવડાના આદેશની જિલ્લામાં અવારનવાર લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં સાયબર ઠગાઈને લગતી અરજીઓ અને ફરિયાદોના નિકાલ માટે કામગીરી કરવામાં આવે છે. જેમાં પણ જિલ્લા પોલીસને ઘણા અંશે સફળતા મળી છે અને અનેક લોકોએ પોતાના ગુમાવેલા પૈસા પણ પરત મેળવ્યા છે. સાયબર ક્રિમિનલ ઓનલાઈન જોબની લાલચ આપી, સ્ત્રીના નામે ન્યૂડ કોલ કરી, પાર્ટ ટાઈમ જોબ, અથવા તો અન્ય બાબતોને લઈને લોકોને શિકાર બનાવે છે.

  1. Ahmedabad Crime : અમેરિકા જવા માટેની પરીક્ષા પાસ કરાવાના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ આચરનાર 3 શખ્સો ઝડપાયાં
  2. Ahmedabad Crime : જુગાર સહિતના અનેક કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ, સાયબર ક્રાઈમે એલિસબ્રિજ પોલીસને હવાલે કર્યો
  3. Ahmedabad Crime : સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયા સફાચટ કરનારી ગેંગ ઝડપાઈ, નાઈઝીરીયન ગેંગ સાથે કનેક્શન નીકળ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.