ETV Bharat / state

ગુજરાતની સંજીવની બની 108 એમ્બ્યુલન્સ સેવા, લાખો લોકોને આપ્યું નવજીવન

author img

By

Published : Jan 2, 2023, 6:06 PM IST

ગુજરાતની સંજીવની બની (108 services become blessing in Gujarat) 108 એમ્બ્યુલન્સ સેવા. વર્ષ 2022માં 12.72 લાખ લોકોએ 108 સેવાનો લાભ લીધો હતો. ગત વર્ષે 365 દિવસમાં 12 લાખ 72 હજાર 343 લોકોએ 108 એમ્બ્યુન્લસ (Ambulance Service in gujarat) સેવા હેઠળ સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવ્યો છે.

ગુજરાતની સંજીવની બની 108 એમ્બ્યુલન્સ સેવા, લાખો લોકોને આપ્યું નવજીવન
ગુજરાતની સંજીવની બની 108 એમ્બ્યુલન્સ સેવા, લાખો લોકોને આપ્યું નવજીવન

અમદાવાદ ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાની (108 Ambulance Service of Gujarat Govt) સરાહનીય કામગીરી રહી છે. છેલ્લા ધણાં સમયથી આ સેવા શરૂ કરવામાં આવી છે. ઝડપી નિદાન માટે 108 એમ્બ્યુલન્સ લોકો માટે(Ambulance Service in gujarat) વરદાન સાબિત થઇ છે. વર્ષ 2022માં 12.72 લાખ લોકોએ 108 સેવાનો લાભ લીધો છે. અને રીસ્પોન્સ ટાઈમમાં પણ ઘટાડો થયો છે.

સેવાનું માધ્યમ ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા વર્ષ-2022માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે 365 દિવસમાં 12 લાખ 72 હજાર 343 લોકોએ 108 એમ્બ્યુન્લસ સેવા હેઠળ સ્વાસ્થ્ય સેવાનો લાભ (108 services become blessing in Gujarat) મેળવ્યો છે. પ્રતિ દિન 3485 અને પ્રતિ ક્લાક 145 જેટલા કોલ્સ એટેન્ડ કરીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા (108 ambulance service lifeline of Gujarat) પહોંચતી કરવામાં આવી છે.

દર્દીઓને આકસ્મિક સેવા દર્દીઓને નવજીવન આપવામાં(benefited from emergency services ) સફળવર્ષ 2022ના આ 12 મહિના અને 365 દિવસમાં રાજ્યના એક લાખ 20 હજાર 723 પીડિત દર્દીઓને આકસ્મિક સેવા પહોંચાડીને 108 એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની સાબિત થઇને દર્દીઓને નવજીવન આપવામાં સફળ રહી છે.

દિવસ રાત દોડી 800 જેટલી એમ્બ્યુલન્સ દિવસ રાત દોડી રહી છે. ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર હાલ 800 જેટલી 108 એમ્બુલન્સ દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કાર્યરત છે. ગત્ વર્ષે અટેન્ડ કરેલા કુલ કોલ્સમાં 108 એમ્બ્યુલન્સનો સરેરાશ રિસપોન્સ ટાઇમ સત્તર મીનિટ અને દસ સેકન્ડ જેટલો ત્વરિત રહ્યો છે.

આ પણ વાંચો પતિને અનોખી શ્રધ્ધાંજલિ: રાજકોટમાં પતિના મૃત્યુ પછી પત્નીએ રાહતદરે એમ્બ્યુલન્સની સેવા કરી શરુ

ઇમરજન્સી કોલ્સની વિગતો ઈમરજન્સી કોલ્સની વિગતો વર્ષ 2022માં 108 એબ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી કોલ્સની વિગતો જોઇએ તો 4,42,140 કોલ્સ સગર્ભા બહેનોની પ્રસુતિ માટે હોસ્પિટલ પહોંચાડવા, 1,38,520 કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના, 1,45,053 માર્ગ અકસ્માતની ઇમરજન્સી અને 1,19.012 અન્ય પ્રકારના અકસ્માતની ઇમરજન્સીના કૉલ હતા. 73,807 જેટલા કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ, 55,606 કોલ્સ હ્રદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે, 49,165 કોલ્સ ભારે તાવની ફરિયાદ, 15,921 કોલ્સ ડાયાબેટીક પ્રોબ્લમ્સ, 11,068 કોલ્સ ગંભીર કુપોષણની સમસ્યા સંબધિત, 10,118 સ્ટ્રોક સંબંઘિત તકલીફ, 4,474 માથામાં દુખાવાની તકલીફ, 1899 ગંભીર પ્રકારના અકસ્માત, 1728 એલર્જી રીએક્સનની ફરિયાદ, 1735 માનસિક રોગ સંબંધિત ફરિયાદ, 3450 કોરોના સંબંધિત અને 1,42,471 કોલ્સ અન્ય પ્રકારની તકલીફ ધરાવતા કોલ્સ એટેન્ડ કરીને 108 એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે.

સગર્ભા બહેનોની પ્રસુતિ 10,065 સગર્ભા બહેનોની પ્રસુતિ 108માં કરાઈ છે. વધુમાં જોઇએ તો રાજ્યની 10,065 જેટલી સગર્ભા બહેનોની પ્રસુતિ પણ 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીતાના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વર્ષ 2007માં 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ 108 એમ્બ્યુલન્સ સેવાનો રીસપોન્સ ટાઇમ ઝડપી બન્યો છે. આજે 108ની નિ:શુલ્ક સેવા લાખો લોકો માટે સંજીવની સમાન સાબિત થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.