ETV Bharat / state

અમદાવાદમાં કોરોનાની ચેઈન તોડવા માટે 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી- AMA

author img

By

Published : Apr 17, 2021, 7:56 PM IST

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. એમાંય અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ચિંતાજનક બની છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સરકાર દ્વારા નાઈટ કરફ્યૂનો કડક અમલ કરાવવા છતાં પણ દરરોજ નવા કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં ફરીથી એક વખત લોકડાઉનની માગ ઉઠી રહી છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશન
અમદાવાદ મેડિકલ એસોસિએશન

  • ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે લોકડાઉન લગાવવાની કરી માગ
  • અમદાવાદમાં કોરોનાની ચેઈન તોડવા માટે 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી
  • કોરોનાના વધતા કેસને જોતા લોકડાઉન લગાવવું આવશ્યક - ડૉ. વસંત પટેલ સભ્ય, AMA

અમદાવાદ : શહેરમાં કોરોના સંક્રમણે અજગરી ભરડો લેતા છેલ્લા 15 દિવસમાં જ 19,359 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. એક તરફ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો નીચે આવી રહ્યો છે. પરિણામે હોસ્પિટલમાં બેડ પણ ખૂટી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત છે. આ ગંભીર સ્થિતિને જોતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉ. વસંત પટેલે સ્વૈચ્છિક લોકડાઉનનું સૂચન કર્યું છે.

અમદાવાદમાં કોરોનાની ચેઈન તોડવા માટે 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી- AMA

આ પણ વાંચો - રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતાં દર્દીઓને વેન્ટિલેટરની સુવિધા અપાતાં બેડ અને વેન્ટિલેટર ખૂટ્યાં : AMA

લોકોએ સ્વૈચ્છિક રીતે 10 દિવસ માટે લોકડાઉન પાળવું પડશે

ડૉ. વસંત પટેલે જણાવ્યું કે, હાલમાં જે ગતિથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તેને ગંભીરતાથી લેવી જરૂરી છે. તેમને લોકોને અપીલ કરી છે કે, જો જરૂરી ન હોય તો આગામી 10-12 દિવસ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. કોરોનાની ચેઈન તોડવી હશે, તો લોકોએ સ્વૈચ્છિક રીતે 10 દિવસ માટે લોકડાઉન પાળવું પડશે.

આ પણ વાંચો - અમદાવાદ: શાળા શરૂ થવા અંગે AMAના ડૉક્ટરનું નિવેદન, બાળકો એક વર્ષમાં IAS -IPS નહીં બની જાય

લોકડાઉનથી કોરોના પર મેળવી શકાય કાબૂ, પરંતુ અર્થતંત્ર પર પડી શકે મોટો ફટકો

આટલું જ નહીં જો ઘરમાં કોઈ જરૂરી ચીજ વસ્તુની ખરીદી કરવી હોય, તો અઠવાડિયામાં એક વખત જઈને ખરીદી કરવી જોઈએ. ધાર્મિક પ્રસંગો અને રાજકીય મેળાવડામાં જવાનું પણ લોકોએ ટાળવું જોઈએ. જણાવી દઈએ કે, લોકડાઉનથી કોરોના પર કાબૂ તો મેળવી શકાય છે, પરંતુ તેનાથી અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે. વેપાર-ધંધા ઠપ્પ થતાં બેરોજગારી વધશે. કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને દેશના અનેક રાજ્યોમાં વિકેન્ડ કરફ્યૂ, રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મુંબઈમાં તો 15 દિવસ માટે મિની લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - 6.5 કરોડની જનસંખ્યા હોય ત્યારે દિવસના 4500 નહિ પરંતુ 40,000 ટેસ્ટ થવા જોઈએ - AMA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.