ETV Bharat / sports

કોરોના ઇફેક્ટઃ ગ્રીસ ટોક્યો ઓલિમ્પિકના પ્લાન-B માટે જાપાનની મદદે

author img

By

Published : Feb 26, 2020, 11:08 AM IST

tokyo
ટોક્યો

કોરોના વાયરસના વાદળો હવે ટોક્યો ઓલિમ્પિક-2020 પર મડરાંઇ રહ્યાં છે. આયોજન સમિતિના એક સહયોગીએ કહ્યું કે, જો મે મહિના સુધીમાં કોરોના વાયરસ પર કાબુ ન મેળવી શકાયો તો ઓલિમ્પિકને સ્થગિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં જાપાનના હાથમાં કંઈ નથી. જેનો નિર્ણય મે મહિનામાં જ થશે કે, આ વખતે ઓલિમ્પિક રમાશે કે નહીં. હાલ ઓલિમ્પિકની મશાલને લઇને એક મોટો સવાલ પેદા થયો છે.

ટોક્યો: ચાલુ વર્ષે 12 માર્ચે ટોક્યોમાં ઓલિમ્પિકની મશાલની રિલે થવાની હતી, પરતું આ વાયરસના કારણે જાપાન પાસે કોઇ રસ્તો નથી. જાપાનની મદદ માટે ગ્રીસ આગળ આવ્યું છે. ગ્રીક ઓલિમ્પિક કમિટીએ સોમવારે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસનું જોખમ છે. ઓલિમ્પિક મશાલ પ્રજ્વલિત કરવાની સેરેમનીના વૈકલ્પિક વિચારોને લઇને યોજના બનાવવા માટે સરકાર સાથે વાત કરવામાં આવી રહી છે.

tokyo
ટોક્યો ઓલિમ્પિક

ગ્રીસમાં આ મશાલ પ્રજ્વલિત કરવામાં આવે તો, ટૉચમાં ગ્રીસની ધરતી પર ફેરવવામાં આવશે. જે બાદ 19 માર્ચે એન્થેસના પાનાથેનિક સ્ટેડિયમમાં જાપાની આયોજકો દ્વારા તેનું આયોજન કરવામાં આવશે. ઓલિમ્પિક આયોજનકર્તાએ કહ્યું કે, આપત્તિ સમિતિ અને સ્વાસ્થ્ય વિભાગ સતત વાતચીત કરી રહી છે. દેશમાં વાયરસનો અસર જોવા મળે તો, અમારી પાસે તેની સામે પ્લાન તૈયાર છે.

tokyo
પાનાથેનિક સ્ટેડિયમ

ઓલિમ્પિકની મશાલને ગ્રીસમાં 37 શહેરો અને 15 જૂનો ઈમારતોમાં ફેરવવામાં આવશે. આ ગ્રીસમાં 3500 કિલોમીટરનો જમીન અને 842 મીલ ન્યૂટિકસ માઈલમાં ફરશે. જેમાં 600 દોડવીરોને સમાવેશ કરવામાં આવશે.

tokyo
ટોક્યો ઓલિમ્પિક

ગ્રીસના ખેલ રાજ્યપ્રધાને કહ્યું કે, દેશની પાસે ખાસ સિદ્ધિ અને ખુશીની વાત છે કે, ઓલિમ્પિકના આયોજન પહેલા આ સેરેમની કરવામાં આવે છે. ગ્રીસના શૂટર ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અન્ના કોરાકારી સૌથી પહેલા મશાલને હાથમાં લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.