ETV Bharat / sports

પેરા શૂટિંગ વર્લ્ડ કપ: મનીષ નરવાલે વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાને નામ, ગોલ્ડ જીત્યો

author img

By

Published : Mar 24, 2021, 11:49 AM IST

યુવા પેરા શૂટર મનીષ નરવાલે પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2021ના ​​પેરા શૂટિંગ વિશ્વ કપમાં ભારતે આ બીજું ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું છે.

પેરા શૂટિંગ વર્લ્ડ કપ: મનીષ નરવાલે વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાને નામ
પેરા શૂટિંગ વર્લ્ડ કપ: મનીષ નરવાલે વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાને નામ

  • મનીષ નરવાલે 50 મીટર પિસ્તોલ SH 1 ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો
  • 2021ના ​​પેરા શૂટિંગ વિશ્વ કપમાં ભારતનું બીજું ગોલ્ડ મેડલ
  • ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યો

નવી દિલ્હી: યુવા પેરા શૂટર મનીષ નરવાલે P-4 મિશ્રિત 50 મીટર પિસ્તોલ SH 1 ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2021ના ​​પેરા શૂટિંગ વિશ્વ કપમાં આ ભારતનું બીજું ગોલ્ડ મેડલ છે. આ પહેલા પણ સિંઘરાજે P-1 પુરૂષ કેટેગરી 10 મીટર એર પિસ્તોલ SH 1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગનીમત સેખોએ કહ્યું, ફાઇનલ પહેલા ઘણા પ્રેશરમાં હતી

નરવાલે વર્લ્ડ ચેમ્પિયન શૂટરને હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

2019 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક વિજેતા નરવાલે પેરાલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન શૂટરને હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ઈરાનની સરેહ જેવનમાર્દી અને યુક્રેનના ઓલક્સી ડેનુસિયુકની હાજરીમાં 229.1 અંક બનાવ્યો હતો. અગાઉનો વર્લ્ડ રેકોર્ડ સર્બિયાના રેસ્તકો જોકોચ (228.6) ના નામ પર હતો. ઇરાનની સરેહ જેવનમાર્દી (223.4) એ રજત અને સિંઘરાજે (201.7) બ્રોન્ઝ લીધો હતો. ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ પણ વાંચો: વિશ્વ મહિલા દિવસઃ વૈશાલી પટેલ પેરા બેડમિન્ટનમાં લાવી મેડલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.