ETV Bharat / sports

ટોક્યો ઓલિમ્પિક: જાપાને ટ્રમ્પની સલાહને ફગાવી, 'રદ કે સ્થગિત કરવાનો કોઇ વિચાર નથી'

author img

By

Published : Mar 14, 2020, 3:25 PM IST

olympics
ટોક્યો

ટોક્યો ઓલિમ્પિક વિશે જાપાનના ઓલિમ્પિક પ્રધાન સેકો હાશિમોટોએ કહ્યું કે, આયોજન સમિતિની ટોક્યો ઓલિમ્પિકને સ્થગિત કરવાનો કોઇ વિચાર નથી.

ટોક્યો: કોરોના વાયરસના કારણે વિશ્વમાં ઘણી રમતની ટુર્નામેન્ટ રદ કરવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, એક વર્ષ માટે ઓલિમ્પિકને સ્થગિત કરવાની સલાહ આપી હતી. જેને જાપાના ઓલિમ્પિક પ્રધાને ફગાવી દીધી છે.

ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા સેકો હાશિમોટોએ શુક્રવારે કહ્યું કે, IOC અને આયોજન સમિતિએ ટોક્યો ઓલિમ્પિકને રદ અથવા સ્થગિત કરવાનો કોઇ વિચાર નથી કર્યો.

olympics
જાપાનના ઓલિમ્પિક પ્રધાન સેકો હાશિમોટો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સલાહ આપી હતી કે, ટોક્યો ઓલિમ્પિક 2020ને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવે. જ્યારે ઓયોજકો નક્કી સમય પ્રમાણે ઓલિમ્પિક રમાડવા માગે છે.

olympics
રમત પર કોરોના ઈફેક્ટ

ટ્રમ્પે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, એક વર્ષ માટે ઓલિમ્પિકને સ્થગિત કરવામાં આવે, આ શર્મનાક હશે કે, ખાલી સ્ટેડિયમમાં ઓલિમ્પિક યોજાય. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને ટોક્યો ઓલિમ્પિક આયોજનના 3 મહિના પહેલા ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ બાદ પણ ઓલિમ્પિકનું ઓયોજન કરવામાં અડગ છે.

નોંધનીય છે કે, ઓલિમ્પિકની શરુઆત 24 જુલાઇથી થશે. કોરોના વાયરસના કારણે વિશ્વમાં 4000થી વધુ લોકોના મોત થયા છે. વિશ્વમાં રમતની ઘણી ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છે. જેમાં બોક્સિંગ, બેડમિન્ટન જેવી રમતનો સમાવેશ થાય છે. વિશ્વમાં ઘણી ટુર્નામેન્ટ કોરોના વાયરસના કારણે દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.