ETV Bharat / sports

ICC Test Ranking : રવિન્દ્ર જાડેજા બન્યો વિશ્વનો નંબર 1 ઓલરાઉન્ડર

author img

By

Published : Mar 9, 2022, 4:48 PM IST

ICC Test Ranking : રવિન્દ્ર જાડેજા બન્યો વિશ્વનો નંબર 1 ઓલરાઉન્ડર
ICC Test Ranking : રવિન્દ્ર જાડેજા બન્યો વિશ્વનો નંબર 1 ઓલરાઉન્ડર

મોહાલીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ ભારતના રવિન્દ્ર જાડેજા (Jadeja Number One) ICC ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે.

દુબઈ: મોહાલીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતના રવિન્દ્ર જાડેજા (Jadeja number one) ICCની ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. જાડેજા ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Former Indian cricket captain Virat Kohli) અને વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને પણ ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. જો કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને બેટિંગ રેન્કિંગમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે ટોપ-5માંથી બહાર છે.

આ પણ વાંચો: 100મી ટેસ્ટ પછી કોહલીએ ફેન્સને આપ્યો ખાસ સંદેશ, જાણો શું કહ્યું...

શ્રીલંકા સામે તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું

ICCએ એક નિવેદનમાં કહ્યું કે, શ્રીલંકા સામે તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન શાનદાર (Ravindra Jadeja performance superb) રહ્યું હતું. આના કારણે તે MRF ટાયર્સ ICC મેન્સ પ્લેયર્સ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો. જાડેજાએ અણનમ 175 રન બનાવ્યા હતા, જેના કારણે તે બેટિંગ રેન્કિંગમાં 54માં સ્થાનેથી 37માં સ્થાને પહોંચી ગયો હતો. આ પછી, તેણે નવ વિકેટ પણ લીધી, જેના કારણે તે બોલરોની રેન્કિંગમાં 17માં સ્થાને પહોંચી ગયો.

આ પણ વાંચો: મોહાલી ટેસ્ટમાં ભારતની શાનદાર જીત, શ્રીલંકાને ઈનિંગ અને 222 રને હરાવ્યું

જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો

આ સાથે, તે ફરી એકવાર જેસન હોલ્ડરની જગ્યાએ ટોચનો ઓલરાઉન્ડર બન્યો. હોલ્ડર ફેબ્રુઆરી 2021થી પ્રથમ સ્થાને રહ્યો હતો. જાડેજા પણ ઓગસ્ટ 2017માં ટોચ પર પહોંચ્યો હતો અને એક સપ્તાહ સુધી રહ્યો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ અને 222 રને જીતી હતી. જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.