ETV Bharat / sports

IPL 2023 : આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મેચ, હારનાર ટીમને એક મોકો મળશે

author img

By

Published : May 23, 2023, 1:16 PM IST

IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ મંગળવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ સમાચારમાં જાણો આંકડા મુજબ, જાણો કઈ ટીમ કોના પર છે ભારે…

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023

ચેન્નાઈ: વર્તમાન IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ આજે IPL 2023 ની ક્વોલિફાયર 1 મેચમાં 4 વખતની IPL ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેદાનમાં ઉતરશે. આ મેચમાં વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

  • 𝗔𝗻𝗱 𝘁𝗵𝗲𝗻 𝘁𝗵𝗲𝗿𝗲 𝘄𝗲𝗿𝗲 𝗳𝗼𝘂𝗿 😉

    A round of applause for the 🔝 four teams who have made it to the #TATAIPL 2023 Playoffs 👏🏻👏🏻 pic.twitter.com/Lc5l19t4eE

    — IndianPremierLeague (@IPL) May 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CSKને તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં હરાવવું આસાન નથી: હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ માટે એમએસ ધોનીની આગેવાની હેઠળના ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના ઘરે હરાવવું આસાન નહીં હોય. આંકડા દર્શાવે છે કે, કોઈપણ ટીમ માટે CSKને તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં હરાવવું આસાન નથી, આવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ પર પણ CSKના કિલ્લાને ભેદવું પડકારરૂપ હશે. ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં ચેપોક સ્ટેડિયમમાં એકપણ મેચ રમી નથી.

શુભમન ગિલ પર સૌની નજર: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી મોટો પડકાર ગુજરાત ટાઇટન્સનો સ્ટાર ઓપનર શુભમન ગિલ હશે, જે આ મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે. આખી સિઝનમાં તેના બેટમાંથી ઘણા બધા રન નીકળ્યા છે અને તે અત્યાર સુધીના સૌથી વધુ રન બનાવનાર બીજા નંબર પર છે. ઓરેન્જ કેપ ધારક બેટ્સમેન બનવા માટે તે ડુપ્લેસીસ કરતાં માત્ર 50 રન પાછળ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી બે મેચમાં સતત 2 સદી ફટકાર્યા બાદ ગિલનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે, રવિવારે ગીલની શાનદાર સદીની ઇનિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે RCBને હરાવી તેનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તોડી નાખ્યું હતું.

આ મેચમાં સ્પિનરોની મોટી ભૂમિકા હશે: કુશળ વ્યૂહરચનાકાર ગણાતા કેપ્ટન કૂલને ગિલને આઉટ કરવા માટે ખાસ રણનીતિ બનાવવી પડશે. ચેપોકની ધીમી પીચ પર સ્પિનરોની પણ મોટી ભૂમિકા હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે રવિન્દ્ર જાડેજા, મોઈન અલી અને તિક્ષાના રૂપમાં સારા સ્પિનરો છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ પાસે રાશિદ ખાન અને નૂર અહેમદ છે, જેમણે આ સિઝનમાં અત્યાર સુધી સારી બોલિંગ કરી છે.

મોહમ્મદ શમી અને દીપક ચહરની ટક્કર: પ્રારંભિક ઓવરોમાં, CSKએ ગુજરાત ટાઇટન્સના ઝડપી બોલર મોહમ્મદ શમીનો સામનો કરવો પડશે. કારણ કે શમીએ દરેક મેચમાં શરૂઆતની ઓવરોમાં વિકેટ લઈને તેની ટીમને સારી શરૂઆત અપાવી છે. જોકે, CSK ફાસ્ટ બોલર દીપક ચહર પણ પોતાની ટીમ માટે શમી જેવું જ કામ કરે છે.

GTના બોલર અને CSKના બેટ્સમેનની ટક્કર: ગુજરાત ટાઇટન્સ માટે પથિરાના અને સ્પિનર ​​મહેશ તિક્ષ્ણાનો સામનો કરવો એક પડકાર હશે, જે બંનેએ અત્યાર સુધી યોગ્ય ઇકોનોમી રેટ પર બોલિંગ કરી છે અને વિકેટ પણ લીધી છે. ડેવોન કોનવે અને રુતુરાજ ગાયકવાડની સારી શરૂઆત CSK માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અજિંક્ય રહાણે અને શિવમ દુબેનું પ્રદર્શન પણ તેના માટે ઘણું મહત્વનું છે. ઝડપી બોલર મોહમ્મદ શમી અને સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાનનો સામનો કરવો CSKના બેટ્સમેનો માટે આસાન નહીં હોય. ગુજરાત ટાઇટન્સ શુભમન ગીલના બેટમાંથી બીજી મોટી ઇનિંગ્સ ઇચ્છશે, ગિલ આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

ત્રણેય મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે: આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાત ટાઈટન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પર ભારે લાગી રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે અને ત્રણેય મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. જોકે આ ત્રણેય મેચ અલગ-અલગ સ્ટેડિયમમાં રમાઈ છે. ગુજરાત ટાઇટન્સ માટે ચેપોકમાં ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવવું બિલકુલ સરળ નથી. મંગળવારે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલની મેચ જીતીને કઇ ટીમ ફાઇનલની ટિકિટ મેળવે છે.

આ પણ વાંચો:

  1. Sachin Tendulkar Tweet : ગિલ, કેમરૂન ગ્રીન અને વિરાટની બેટિંગથી પ્રભાવિત થયા માસ્ટર બ્લાસ્ટર, જાણો શું કહ્યું
  2. Virat Kohli Injured : શું WTC ફાઈનલ પહેલા ફિટ થશે કોહલી, ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ફટકો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.