ETV Bharat / sports

ધમાકેદાર બેટિંગના સહારે શ્રીલંકા સામે પહેલી વન-ડેમાં 67 રનથી વિજય

author img

By

Published : Jan 11, 2023, 7:17 AM IST

ભારત અને શ્રીલંકા બારસપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ શ્રેણીની પ્રથમ વનડે ગુવાહાટીના ACA સ્ટેડિયમ ખાતે રમાઈ ((india vs sri lanka 1st odi match result)) હતી. ભારતે શ્રીલંકાને 67 રનથી (barsapara cricket stadium guwahati) હરાવ્યું હતું. જેમાં કોહલીએ ખરાઅર્થમાં વિરાટ સ્કોર કરીને કેરિયરમાં સફળતાની વધુ એક કલગી ઉમેરી દીધી છે.

ધમાકેદાર બેટિંગના સહારે શ્રીલંકા સામે પહેલી વન-ડેમાં 67 રનથી વિજય
ધમાકેદાર બેટિંગના સહારે શ્રીલંકા સામે પહેલી વન-ડેમાં 67 રનથી વિજય

ગુવાહાટીઃ ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં (india vs sri lanka 1st odi match result) શ્રીલંકાને 67 રનથી હરાવ્યું (India run victory) હતું. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા એ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 306 રન જ બનાવ્યા હતા. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. જોકે, આ મેચમાં સૌથી વધારે ચર્ચા વિરાટ કોહલીની (Virat Kohlis 73rd international century ) થઈ રહી છે. જેણે ધમાકેદાર બેટિંગ કરીને પોતાના કેરિયરની સફળતામાં (one-day international series in Guwahati ) વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો

સિનિયર્સ રીટર્નઃ શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ (Lanka captain Dasun Shanaka ) 88 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. તેના સિવાય કેપ્ટન રોહિત શર્માએ 83 અને શુભમન ગિલે 70 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી કસુન રાજિતાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે દિલશાન મદુશંકા, ચમિકા કરુણારત્ને, દાસુન શનાકા અને ધનંજય ડી સિલ્વાએ એક-એક વિકેટ લીધી હતી. જોકે, વન ડે ક્રિકેટ મેચમાં સિનિયર્સ મેદાન પર પાછા ફરતા એક અસર (India vs Sri Lanka - One Day Series) જોવા મળી હતી. ખાસ કરીને વિરાટની બેટિંગ જોવા (India vs Sri Lanka Result Analysis) માટે ચાહકો આતુર હતા. જે આશા પર વિરાટ ખરો ઊતર્યો છે.

આ પણ વાંચોઃ તમે જેટલું દબાણ કરશો તેટલું સારું તમે રમી શકશોઃ સૂર્યા

સદી એળે ગઈઃ શ્રીલંકાને 206 રનના સ્કોર પર આઠમો ઝટકો લાગ્યો હતો. હાર્દિક પંડ્યાએ ચમિકા કરુણારત્નેને રોહિત શર્માના હાથે કેચ કરાવ્યો હતો. કરુણારત્નેએ 21 બોલમાં 14 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ 67 બોલમાં 87 રન કર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમનું પર્ફોમન્સ જોઈને 100 રનથી વિજેતા થવાની આશા હતી. પણ શ્રીલંકાના કેપ્ટન શનાકાએ 88 બોલમાં 108 રના બનાવ્યા હતા. જોકે, શ્રીલંકાને હાર મળતા આ સદી એળે ગઈ હતી.

આ પણ વાંચોઃ ભારત- શ્રીલંકા મેચ દરમિયાન પીચ પર જવા મામલે યુવક પર પોલીસ ફરીયાદ નોંધાઈ

કોલકાતામાં કસોટીઃ હવે પછીની મેચ કોલકાતામાં રમાવાની છે. જેમાં બન્ને ટીમની ખરી કસોટી થશે. શ્રીલંકા જીત મેળવવા માટે મેદાને ઊતરશે. જ્યારે ભારત પોતાની વિજયકુચ માટે મહેનત કરશે. વિરાટે રોહિત શર્મા (Captain Rohit Sharma) સાથે 30 અને ઐયર સાથે 40 અને રાહુલ સાથે 90 રન કર્યા હતા. પણ વિરાટે માત્ર 80 બોલમાં સદી ફટકારી દીધી હતી. છેલ્લી દસ ઓવરમાં 79 રન ભારતીય ટીમને મળ્યા હતા. જ્યારે શ્રીલંકાના બોલર રજીથાએ ત્રણ મોટી વિકેટ ઝડપી લીધી હતી. શ્રીલંકાના બેટ્સમેન જ્યારે મેદાને ઊતર્યા ત્યારે 136/4 સ્કોર હતો. પણ 206/8 વિકેટ ગુમાવતા જીતની આશા પર પાણી પરી વળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.