ETV Bharat / sports

IND VS NZ: જાણો પ્રથમ T20માં કોનું પત્તું કપાશે, કોને મળશે પ્લેઇંગ 11માં જગ્યા

author img

By

Published : Jan 27, 2023, 1:24 PM IST

ન્યૂઝીલેન્ડને (IND VS NZ) ત્રણ વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભારત ટી20 સીરીઝ (T20 series) માટે તૈયાર છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ભારતીય યંગ બ્રિગેડ JSCA સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે પ્રથમ T20 (IND VS NZ FIRST T20 IN RANCHI ) રમશે.

IND VS NZ: જાણો પ્રથમ T20માં કોનું પત્તું કપાશે, કોને મળશે પ્લેઇંગ 11માં જગ્યા
IND VS NZ: જાણો પ્રથમ T20માં કોનું પત્તું કપાશે, કોને મળશે પ્લેઇંગ 11માં જગ્યા

રાંચીઃ કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે સાંજે 7:00 વાગ્યે T20 શ્રેણીની પ્રથમ T20 મેચ રમશે. મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ટાઉનમાં રમાનાર આ મેચમાં સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. પૃથ્વી શૉ માટે પ્રથમ મેચમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. તે લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમની બહાર હતો, પરંતુ હવે તે ટીમમાં પાછો ફર્યો છે.

ગિલ અને કિશન ઇનિંગ્સની શરૂઆત કરશે: કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું છે કે શુભમન ગિલે છેલ્લી ચાર ઇનિંગ્સમાં બેવડી સદી સહિત ત્રણ સદી ફટકારી છે. પંડ્યાએ ગુરુવારે કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ઓપનર શુભમન ગિલને પૃથ્વી શૉ કરતાં પ્રાધાન્ય મળશે. ટીમને ગિલ પર પૂરો વિશ્વાસ છે. કેપ્ટને કહ્યું, 'ગીલ અને ઇશાન કિશન ઇનિંગની શરૂઆત કરશે. શુભમને શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે સારા ફોર્મમાં છે.

આ પણ વાંચો: Hockey World Cup today: આજે હોકી ફાઈનલ માટેની રેસ થશે શરુ

માહી પણ ટીમ ઈન્ડિયા સાથે જોવા મળ્યો હતો: ભારતીય ટીમ રાંચી પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ કરી રહી છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમના ખેલાડીઓને મળ્યો છે. ઈશાન કિશને પણ ધોની સાથે વાત કરી છે

આમને સામને: બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 22 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 12 મેચ જીતી છે. તે જ સમયે, 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ટાઈ રહી હતી. ભારતે બે સુપર ઓવર મેચો પણ જીતી છે. આ આંકડાઓમાં ભારતીય ટીમનો ઉપરી હાથ દેખાઈ રહ્યો છે. તેમનો જુનો રેકોર્ડ જોઈએ તો ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી શકે છે.

આ પણ વાંચો: Axar Patel-Meha Patel wedding: અક્ષર પટેલ લગ્નના તાતણે બંધાયા, જાણો કોની સાથે કર્યા લગ્ન

પીચ રિપોર્ટ: રાંચીના મેદાનમાં રાચના ઔંસના કારણે બોલરોને થોડી મુશ્કેલી પડી શકે છે. એટલા માટે અહીં પ્રથમ બોલિંગ કરનાર ટીમ ફાયદામાં રહેશે. અહીં રમાયેલી 25 T20 મેચોમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમે 16 વખત જીત મેળવી છે. જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવા માંગશે.

ભારતીય ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ-કીપર), શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટ-કીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ , ઉમરાન મલિક , શિવમ માવી , પૃથ્વી શો , મુકેશ કુમાર.

ન્યુઝીલેન્ડ ટીમ: મિશેલ સેન્ટનર (સી), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ઈશ સોઢી, બ્લેર ટિકનર.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.