ETV Bharat / sports

આવતા મહિને ટીમ ઈન્ડિયાનો શરૂ થશે કેમ્પ, ધોની ત્યાં જોવા મળશે?

author img

By

Published : Jun 20, 2020, 1:28 PM IST

આગામી મહિને શરુ થઈ રહેલા ટીમ ઈન્ડિયાના કેમ્પમાં મહેમ્દ્ર સિંહ ધોનીના આવવા પર સવાલ ઉભા થઇ રહ્યા છે. કારણ કે, તેને કેન્દ્રિય અનુબંધ સૂચિમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ જ્યારે શિબિર થશે ત્યારે અનુબંધ પૂલની બહારના પણ કેટલાક ખેલાડીઓ જોડાશે.

MS Dhoni
ધોની

હૈદરાબાદ : ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઇ) આવતા મહિને શિબિરનું આયોજન કર્યું છે. જેમાં અટકળો શરૂ થઇ ગઇ છે કે, પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આ શિબિરમાં નજર આવશે. ધોની પર સવાલ ઉભા થઇ રહ્યા છે, કારણ કે, તેને કેન્દ્રિય અનુબંધ સૂચિમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ જ્યારે શિબિર થશે ત્યારે અનુબંધ પૂલની બહારના પણ કેટલાક ખેલાડીઓ હશે.

પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ એમ.એસ.કે પ્રસાદે કહ્યું કે, જો ટી-20 વિશ્વ કપ થઇ રહ્યો છે, તો કદાચ ધોનીને બોલાવવામાં આવી શકે છે. પરંતુ દ્વિપક્ષીય શ્રેણીને લઇને ચયન સમિતિ અલગ વિચાર કરી શકે છે. તેમણે કહ્યું કે, "મને ખબર નથી કે, ટી-20 વિશ્વ કપ થઇ રહ્યો છે કે નહીં. જો થશે તો તમે શિબિરને પૂર્વ તૈયારીના રૂપે જોઇ શકશો. તો ધોની ચોક્કસ ત્યાં હોવો જોઈએ. જો તે દ્વિપક્ષીય શ્રેણીની છે, તો તમારી પાસે પહેલાથી જ કે.એલ રાહુલ, રૂષભ પંત અને સંજુ સેમસન છે."

જો કે, પ્રસાદને લાગે છે કે, કેમ્પમાં ધોનીની હાજરી શિબિરમાં નાના વિકેટ કીપરો માટે સારી હોઇ શકે એમ છે. ધોનીની વિશ્વ કપ વિજેતા ટીમના પૂર્વ સાથી ખેલાડી આશિષ નેહરાને લાગે છે કે, જો આ વિકેટ કીપર-બેટ્સમેન જાતે રમવા માંગતા હોય તો તે ટીમમાં હોવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.