ETV Bharat / sports

બટલરે ડિવિલિયર્સ સાથેની પ્રથમ મુલાકાત યાદ કરી, કહ્યું- AB મને કીવી ક્રિકેટર સમજતા હતા

author img

By

Published : Apr 14, 2020, 4:54 PM IST

જોસ બટલરે કહ્યું કે, IPLમાં હું મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો, ત્યારે એબી.ડિવિલિયર્સને થોડો જાણી શક્યો હતો. તેમણે મને કહ્યું હતું કે, મેચ બાદ તે મારી સાથે હોટેલમાં બિયર પીશે.

ETV BHARAT
બટલરે ડિવિલિયર્સ સાથેની પ્રથમ મુલાકાત યાદ કરી, કહ્યું- AB મને કીવી ક્રિકેટર સમજતા હતા

લંડનઃ ઈંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરે ખુલાસો કર્યો કે, IPL દરમિયાન તે, પહેલી વખત ડિવિલિયર્સને મળ્યા ત્યારે ડિવિલિયર્સે તેમને ન્યૂઝીલેન્ડના ક્રિકેટર સમજી લીધા હતા.

બટલર IPLમાં રાજસ્થાન તરફથી રમે છે. તેમણે રાજસ્થાન રોયલ્સના એક શો દરમિયાન આ વાતો કહી છે. આ શો રાજસ્થાન રોયલ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંગળવારે ઓન એયર થયો છે.

બટલરે કહ્યું, ડિવિલિયર્સ પહેલાથી મારા આદર્શ છે. મને તેની રમત ખૂબ પસંદ છે.

તેમણે કહ્યું, IPLમાં હું મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો, ત્યારે એબી.ડિવિલિયર્સને થોડો જાણી શક્યો હતો. તેમણે મને કહ્યું હતું કે, મેચ બાદ તે મારી સાથે હોટેલમાં બિયર પીશે.

2019માં વર્લ્ડ કપ જીતનારી ઈંગ્લેન્ડ ટીમના સભ્ય રહેનારા વિકેટ કીપર બેટ્સમેન આગળ કહ્યું કે, હું ખૂબ ઉત્સાહિત હતો. તેમની સાથે બિયર પીવું ખૂબ મજેદાર રહ્યું હતું.

ETV BHARAT
ડિવિલિયર્સ

બટલરે કહ્યું, અમે અંદાજે 20 મીનિટ સુધી એક-બીજા સાથે ચર્ચા કરી હતી અને એ મને ખૂબ સારૂં લાગ્યું હતું. તે આફ્રિકાના સારા બેટ્સમેન છે. 20 મીનિટની આ ચર્ચા દરમિયાન ડિવિલિયર્સે અચાનક મને પૂછ્યું કે, તમે ન્યૂઝીલેન્ડના કયા ભાગના છો. તેમનો આ સવાલ મારા માટે એક પ્રકારનો ઝટકો હતો.

ઉલ્લેખનીય છે કે, બટલરનો જન્મ ટાંટનમાં થયો છે. તે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી 41 ટેસ્ટ, 142 વન-ડે અને 69 T-20 રમ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.