ETV Bharat / sitara

Sunil Shetty Reaction:રણવીર સિંહની આગામી ફિલ્મ '83' પર સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા, જાણો તેને શું કહ્યું

author img

By

Published : Dec 21, 2021, 6:07 PM IST

24 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ '83' આ દિવસોમાં ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) સાથે ફિલ્મના મેકર્સ પણ પ્રમોશનમાં લાગેલા છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે.

Sunil Shetty Reaction:રણવીર સિંહની આગામી ફિલ્મ '83' પર સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા, જાણો તેને શું કહ્યું
Sunil Shetty Reaction:રણવીર સિંહની આગામી ફિલ્મ '83' પર સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા, જાણો તેને શું કહ્યું

ન્યૂઝ ડેસ્ક: અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) તેની આગામી ફિલ્મ '83'ને લઈને ગણો ચર્ચામાં છે. આ ફિલ્મ 1983માં ભારતની ક્રિકેટ વર્લ્ડ કપ જીત પર આધારિત છે. જેમાં રણવીર ક્રિકેટર કપિલ દેવના (kapil dev) રોલમાં જોવા મળશે. તાજેતરમાં, સુનીલ શેટ્ટીએ રણવીર સિંહની આગામી ફિલ્મ '83' જોઈ, જેના પર તેણે પ્રતિક્રિયા આપી.

સુનીલ શેટ્ટીએ ટ્વિટર પર ફિલ્મ '83' વિશે અભિપ્રાય વ્યક્ત કર્યો

સુનીલ શેટ્ટીએ ટ્વિટર પર ફિલ્મ '83' વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત (Sunil Shetty Reaction)કર્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેણે એ પણ જણાવ્યું છે કે, ફિલ્મ જોયા બાદ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેનામાં લાગણીઓનું પૂર ઉમટી આવ્યું હતું. તેણે લખ્યું, '83માં રણવીર સિંહને જોવા (sunil shetty praises ranveer singh) ગયો હતો, પરંતુ તેને મળી શક્યો નહીં. સ્ક્રીન પર માત્ર કપિલ દેવ જ હતા. ઈનક્રેડિબલ ટ્રાન્સફોર્મેશન મને આઘાત લાગ્યો છે. હજુ પણ ધ્રુજી રહ્યો છુ અને મારી આંખો ભીની છે.

  • Went to watch @RanveerOfficial in #83. Couldn’t spot him. There was only #KapilDev on screen. Incredible transformation. I am stunned beyond. A team cast that could’ve walked off Lords. Got gooseflesh like I was reliving ‘83. Still shaken & teary-eyed at the artistry & emotions. pic.twitter.com/IW8zGYNsyc

    — Suniel Shetty (@SunielVShetty) December 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુનીલ શેટ્ટીએ આગળ લખ્યું કે, 'સંપૂર્ણ વિશ્વાસ એ છે કે, કબીર ખાનની ભલાઈ, તેમની વાર્તા, દ્રશ્યો અને પાત્રોની શક્તિમાં વિશ્વાસે મારું હૃદય જીતી લીધું. આ એક સંપૂર્ણપણે વ્યક્તિગત સ્ટોરી છે, પરંતુ આંસુ વાસ્તવિક છે.

ફિલ્મ '83'માં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે

24 ડિસેમ્બરે રણવીર સિંહની ફિલ્મ '83' દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. જેમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળશે, તેણે કપિલ દેવની પત્ની રોમીનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય ફિલ્મમાં તાહિર રાજ ભસીન, હાર્દિક સંધુ, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, પંકજ ત્રિપાઠી અને સાકિબ સલીમ સહિતના ઘણા કલાકારો જોવા મળશે.

આ પણ વાંચો:

રણવીર સિંહના શો The Big pictureનું શાનદાર લોન્ચિંગ, 16 ઓક્ટોબરથી થશે શરૂ

Katrina Vicky Wedding Reception: કેટરિના-વિકી વેડિંગ રિસેપ્શન ગેસ્ટ લિસ્ટ જાહેર, જાણો કોને કોને આમંત્રણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.