ETV Bharat / sitara

થાણેમાં ફસાયેલા વિદ્યાર્થીને સોનુ સૂદે ટ્વૂીટર પર જવાબ આપ્યો

author img

By

Published : May 19, 2020, 5:10 PM IST

મુંબઇના થાણેમાં ફસાયેલા આકાશ તિવારીએ ગોરખપુર જવા માટે અભિનેતા સોનુ સૂદ પાસે મદદની વિનંતી કરી હતી. અભિનેતાએ એમ કહીને જવાબ આપ્યો કે 'તમારી માતાને કહો કે તે જલ્દી તમને જોઈ શકશે'.

etv bharat
થાણેમાં ફસાયેલા વિદ્યાર્થીને સોનુ સૂદએ ટીવટર પર જવાબ આપ્યો

મુંબઈ: મુંબઇના થાણેમાં ફસાયેલા આકાશ તિવારીએ ગોરખપુર જવા માટે અભિનેતા સોનુ સૂદ પાસે મદદની વિનંતી કરી હતી. અભિનેતાએ એમ કહીને જવાબ આપ્યો કે 'તમારી માતાને કહો કે તે જલ્દી તમને જોઈ શકશે'.

કોરોના વાઇરસના સંક્રમણના વચ્ચે સોનુ સૂદ સતત પોતાની તરફથી દરેકની મદદ કરી રહ્યા છે. તેમણે પહેલા જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કર્યુ હતું.ત્યારબાદ ક્વોરેન્ટાઇન સેન્ટર માટે તેની હોટલ ખોલી અને હવે તે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પાછા મોકલવા માટે બસની વ્યવસ્થા કરી રહ્યા છે.

ટ્વિટર પર આકાશ તિવારી નામના વિદ્યાર્થીએ અભિનેતાની મદદ માંગી હતી. વિદ્યાર્થીએ ટ્વિટમાં લખ્યું, કે '@SonuSood હું એક વિદ્યાર્થી છું અને થાણેમાં ફસાયો છું. મને કોઇ મદદ નથી કરી રહ્યું. મારી મા ખૂબ બીમાર છે અને તે મારા માટે ખૂબ જ ચિંતિત છે.મને ઉત્તરપ્રદેશના ગોરખપુર જવુ છે. તમેજ મારી છેલ્લી આશા છો. મહેરબાની કરીને સર મારી મદદ કરો.'

અભિનેતાએ પણ તેને જવાબ આપ્યો અને કહ્યું, 'તમારી માતાને કહો કે તે જલ્દીજ તને જોશે.'

સોનુ સૂદની ઉદારતા અને તેના સતત પ્રયત્નોની પ્રશંસા લોકો કરી રહ્યા છે. અભિનેતાએ એક દિવસ પહેલા હજી એક યૂઝરને આવો જ જવાબ આપ્યો હતો, જેમણે જણાવ્યું હતું કે તેઓ 20 લોકો છે જેમને બિહાર જવું છે અને તેમને સ્વાસ્થ્યની સમસ્યાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.