ETV Bharat / sitara

સંજય દત્ત અને રણબીર કપૂરની 'શમશેરા'નું શૂટિંગ ટળ્યું

author img

By

Published : Jul 22, 2020, 9:38 PM IST

જો દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ફેલાયો ન હોત તો અત્યાર સુધીમાં સંજય દત્ત અને રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' રિલીઝ પણ થઇ ચૂકી હોત. જ્યારથી કોરોના વાઇરસ મહામારી દેશમાં પગપેસારો કર્યો ત્યારથી જ આ ફિલ્મનું શૂટિંગ વિલંબમાં મૂકાયું હતું. હવે યશરાજ ફિલ્મ્સ અને કરણ મલ્હોત્રા દ્વારા આ ફિલ્મનું શૂટિંગ ટાળી દેવામાં આવ્યું છે.

સંજય દત્ત અને રણબીર કપૂરની 'શમશેરા'નું શૂટિંગ ટળ્યું
સંજય દત્ત અને રણબીર કપૂરની 'શમશેરા'નું શૂટિંગ ટળ્યું

મુંબઇ: કોરોના વાઇરસના પ્રકોપને કારણે લોક ડાઉનમાં અનેક પ્રોડક્શન હાઉસ દ્વારા સરકારી ગાઇડલાઇન્સનું પાલન કરી અટવાયેલા પ્રોજેક્ટ્સના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ શમશેરાનું શૂટિંગ શરૂ થઈ શક્યું નથી.

આ ફિલ્મને 31 જુલાઇના રોજ રીલિઝ કરવાનું આયોજન હતું પરંતુ જ્યારથી કોરોના વાઇરસ મહામારી શરૂ થઈ ત્યારથી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આ મામલે થોડા વિચાર વિમર્શ બાદ રણબીર કપૂર અને સંજય દત્તને 1 ઓગસ્ટે પેચવર્ક પૂરું કરવા વાયઆરએફ સ્ટુડિયો જવાનું હતું પરંતુ આમાં હજુ ઘણો સમય લાગશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

મુંબઈમાં સતત કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોની સલામતિ વધુ મહત્વની છે એમ ફિલ્મના સૂત્રોએ જણાવ્યું હતું. આ ફિલ્મનું આગળનું કામકાજ 15 ઑગસ્ટ સુધીમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે.

આ પિરીયડ ડ્રામા ફિલ્મમાં રણબીર કપૂર એક ડાકુની ભૂમિકા ભજવી રહ્યો છે જેમાં તેની સાથે સંજય દત્ત ઉપરાંત વાણી કપૂર જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.