ETV Bharat / sitara

'દબંગ'ના નિર્દેશક અભિનવ કશ્યપે સલમાન ખાન અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા

author img

By

Published : Jun 16, 2020, 9:41 PM IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર ફિલ્મ 'દબંગ'ના નિર્દેશક અભિનવ કશ્યપે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અનેક આક્ષેપો કર્યા છે અને સુશાંતની આત્મહત્યાના કેસની ઊંડાણથી તપાસ કરવાની પોલીસને અપીલ કરી છે. ઉપરાંત, તેણે સલમાન ખાન અને તેના પરિવાર પર આરોપ લગાવતા કહ્યું કે, તેણે મારી કારકિર્દી બરબાદ કરી દીધી છે. આ પોસ્ટમાં તેણે યશરાજ ફિલ્મ્સ પર પણ ઘણા આક્ષેપો કર્યા હતા.

'દબંગ'ના નિર્દેશક અભિનવ કશ્યપે સલમાન ખાન અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા
'દબંગ'ના નિર્દેશક અભિનવ કશ્યપે સલમાન ખાન અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા

મુંબઈ: ફિલ્મ 'દબંગ'ના નિર્દેશક અભિનવ સિંહ કશ્યપે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન અંગે વિસ્તૃત તપાસ શરૂ કરવા સરકારને અપીલ કરી હતી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ધમકાવવાના તેમના અનુભવ અંગે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી.

અભિનવ કશ્યપે શેર કરેલી પોસ્ટમાં કહ્યું કે, કેવી રીતે 'દબંગ'ની સફળતા બાદ સલમાન ખાન અને તેના પરિવારે તેની કારકીર્દિ બગાડી. તેમના જાનથી મારી નાખવાની ધમકી આપી, ઘરની મહિલાઓ પર દુષ્કર્મ કરાવવાની ધમકી આપી હતી.

અભિનવે બોલીવુડનું એ સત્ય બહાર લઈ આવ્યા જેનાથી લોકો હજુ અજાણ છે. અભિનવે લખ્યું છે કે, હું એવું નથી ઈચ્છતો કે, અહીં કોઈ દબાણમાં આવી સુશાંતસિંહ રાજપૂત જેવા કલાકારો આત્મહત્યા જેવા પગલા ભરે, હું તેમની સામે લડતો રહીશ. અભિનવે આગળ લખ્યું, "સુશાંતના આ પગલાથી અનેક લોકોની સત્યતા બહાર આવશે."

સૌ પહેલા, તે યશરાજ ફિલ્મ્સનું સત્ય જાહેર કરશે. તપાસ કરવાનું પોલીસનું કામ છે. પરંતુ, આ તે ટેલેન્ટ સંચાલન એજન્સી છે, જે અન્યની કારકિર્દી બનાવતા નથી, તેઓની કારકિર્દી ખતમ કરી નાખે છે. 10 વર્ષ સુધી મારા પર વીત્યા બાદ હું કહી શકું છું કે, તેઓમાં તે પાવર છે કે, તે તમને આત્મહત્યા કરવા મજબૂર કરી શકે છે. આ બધા દલાલો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"શરૂઆતમાં, તેઓ તમને પાર્ટીઓમાં હોટલોમાં ફ્રી માં બોલવી અહીંના ચમક દમકથી તમને લલચાવશે, પછી તમારો આત્મવિશ્વાસ તોડે છે. પછી તમે તેમને કેટલાક વર્ષો સુધીના કોન્ટ્રાક્ટમાં બાંધે છે. તેમનો કોન્ટ્રાક્ટ તોડવા બદલ કેટલું વળતર આપવાનું હોય તેનો અંદાજ પણ નથી લગાવી શકતા. તે પછી તમે ફક્ત તેમની એક કઠપૂતળી બનીને રહી જાઓ છો. જો તમે આ એજન્સીમાંથી બહાર નીકળી જાઓ તો પણ તમને તે એજન્સી જ નહીં પરંતુ ઘણી મોટી એજન્સી તરફથી મૂકવામાં આવતા નથી. જ્યાં સુધી કલાકાર આત્મહત્યા ન કરે ત્યાં સુધી તેને હેરાન કરવામાં આવે છે. મારો અનુભવ પણ આવો જ છે. "

દબંગની સફળતા છતાં મને દબંગ 2 બનાવવાની તક મળી ન હતી. કારણ કે અરબાઝ ખાને તે ફિલ્મ કરવાની હતી. તેણે સતત મને દબાવવાનો પ્રયત્ન કર્યો. અરબાઝ ખાને મારી આગામી ફિલ્મ શ્રી અષ્ટવિનાયક ફિલ્મ્સ સાથે પણ બંધ કરાવી દીધી હતી. પછી હું વાયકોમમાં જોડાયો, તે જ વસ્તુ ત્યાં પુનરાવર્તન કરવામાં આવ્યું. ત્યાર પછી મેં રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની સાથે બેશરમ ફિલ્મ બનાવી. તે ફિલ્મની રજૂઆત પહેલા સલમાન ખાનએ એટલી નેગેટિવ પબ્લિસિટી કરી હતી કે, તેની રિલીઝ થવામાં પણ મુશ્કેલ હતી. કોઈ ડિસ્ટ્રીબ્યુટર તેને ખરીદવા તૈયાર ન હતું. બાદમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને 58 કરોડની કમાણી પણ કરી હતી. તે પછી પણ તેઓ એ મારી સાથે લડતા રહ્યા.

પહેલા અમે જયંતિલાલ ગાડાને વેચી દીધેલી તે ફિલ્મના સેટેલાઇટ પ્રકાશન પર પણ તેમણે પ્રતિબંધ મૂક્યો હતો. રિલાયન્સને કારણે તે સમાધાન થઈ ગયું હતું.

"વર્ષોથી મને સતત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને મારા પરિવારની મહિલાઓ પર દુષ્કર્મ કરવાની ધમકીઓ આપતા હતા. તેઓએ મને એટલો માનસિક તણાવ આપ્યો હતો કે જે મારા અંગત જીવન પર પણ તેની અસર થઈ. 2017માં મારા ડિવોર્સ થઈ ગયા. મને અલગ-અલગ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી. તેથી મેં, પોલીસમાં ફરિયાદ નોંધવા ગયો હતો. તે કેસ હજી ઓપન છે, જ્યારે બધા જાણે છે કે તે સોહેલ ખાન છે

"મારા દુશ્મનો ખૂબ ચાલાક છે અને તેઓ હંમેશા પાછળથી મારા પર વાર કરે છે. સારી વાત એ છે, કે 10 વર્ષમાં હું જાણું છું કે મારો દુશ્મન કોણ છે. તેઓ છે સલીમ ખાન, સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન. સલમાન ખાનનો પરિવાર. તેઓ સત્તા, પૈસા, રાજકીય કનેકશન અને અંડરવર્લ્ડનો આશરો લઈ ધમકી આપે છે. પરંતુ સત્ય મારી બાજુમાં છે અને હું સુશાંત સિંહ રાજપૂતની જેમ તેની સામે હાર માનીશ નહીં. આ લડવાનો સમય છે. મને આશા છે કે, સુશાંત જ્યાં પણ છે ખુશ છે. પરંતુ નવા કલાકારો આ બધી સત્યતા જાણવી જરૂરી છે. "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.