ETV Bharat / sitara

જેલમાંથી બહાર આવ્યા રાજ કુન્દ્રા માટે શિલ્પા શેટ્ટી એ પોસ્ટમાં લખ્યું, પડ્યાં પછી ઉભા કેવી રીતે થવું

author img

By

Published : Sep 22, 2021, 10:16 AM IST

શિલ્પા શેટ્ટી આ કપરા દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલીક હકારાત્મક વાતો કરી છે. એમની બધી પોસ્ટ જીંદગી અને એમની મુશ્કેલીઓ થી લડવાનો સંદેશ આપે છે. શિલ્પા શેટ્ટીના આ લાઈફ મંત્રોને તેમના ફેન્સ સપોર્ટ કરે છે. રાજ કુન્દ્રાના જેલ માથી છુટ્યાં પછી શિલ્પા શેટ્ટી એ એક પોસ્ટ શેર કરી છે.

જેલમાંથી બહાર આવ્યા રાજ કુન્દ્રા માટે શિલ્પા શેટ્ટી એ પોસ્ટમાં લખ્યું, પડ્યાં પછી ઉભા કેવી રીતે થવું
જેલમાંથી બહાર આવ્યા રાજ કુન્દ્રા માટે શિલ્પા શેટ્ટી એ પોસ્ટમાં લખ્યું, પડ્યાં પછી ઉભા કેવી રીતે થવું

  • રાજ કુન્દ્રાના જામીન મંજૂર
  • 2 મહિના પછી કુન્દ્રાની ઘર વાપસી
  • શિલ્પાએ કુન્દ્રાની તસવીરો સોશિયલ મીડિયા પર કરી શેર


ન્યૂઝ ડેસ્ક- મંગળવારે સવારે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા મંબઈની આર્થર રોડ જેલ માંથી 2 મહિના પછી બહાર આવ્યા છે. પોર્નોગ્રાફિ કેસ મામલે રાજ કુન્દ્રાને કોર્ટે 50 હજાર દંડ ભરી જામીન મંજૂર કર્યા છે. રાજ કુન્દ્રાના જેલમાંથી છુટ્યા પછી નવી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

એમની પોસ્ટમાં શિલ્પા શેટ્ટી એ શું લખ્યું?

આ પોસ્ટમાં શિલ્પા શેટ્ટીએ એક સારી વાત લખી છે. શિલ્પા શેટ્ટીએ તેમનો યોગા કરતો ફોટો સોશિયલ મીડિયા શેર કર્યો છે. એની સાથે સાથે શિલ્પા એ કેપ્શનમાં લખ્યું કે "આપકી જીંદગી મે હંમેશા એસે પલ આયેગે જો આપકો નિચે ધકેલેગેં" આવા સમયે મને વિશ્વાસ છે કે તમે સાત વાર પડ્યા છો એવામાં તમે પોતાને એટલા મજબૂત કરી લો કે 8 મી વાર પડ્યા પછી તમારી જાતે ઉભા થઈ શકો. તમારી જીંદગીના ખરાબ સમયમાં એ વખતે ઘણી હિમ્મત, તાકાત, ધૈર્ય, અને ઈચ્છા શક્તિ જરૂરી હોય છે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, નવરાત્રી અને સર્વે બાબતે થશે ચર્ચા

પોઝિટિવ વાતો કરી છે શિલ્પાએ

શિલ્પાએ વધુમાં લખ્યું છે કે પરંતુ જીંદગીની આ સફરમાં આ ખુબીઓ તમને વધારે મજબૂત કરશે. દર વખતે તમે ઉભા થશો, ત્યારે તમે એક નવા સંકલ્પ અને નવી પ્રેરણા સાથે અસંભવને સંભવ કવાની કોશિસ કરશો. શિલ્પા શેટ્ટી આ સમયમાં હકારાત્મક વાતો કરી રહી છે. એમની દરેક પોસ્ટ જીંદગીમાં આવતી મુશ્કેલીથી લડવા માટે સંદેશ આપતી હોય તેવી હોય છે. શિલ્પા શેટ્ટીના આ જીવન મંત્રને એમના ચાહકો સપોર્ટ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : આજે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 54 પોઈન્ટ ઉછળ્યો

મારે રાજના બિઝનેસ સાથે કોઈ કેનેક્શન નથી: શિલ્પા

શિલ્પા શેટ્ટી આજ સુધી રાજ કુન્દ્રા પોર્નગ્રાફિ કેસ મામલે મિડીયા સામે આવીને કોઈ વાત કરી નથી. અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું કહેવું છે કે આ મામલે મારે કોઈ સવાલ જવાબ કરવા નથી. હાલમાં પોલીસને આપેલા શિલ્પાનું નિવેદન લોકો સુધી પહોંચ્યું છે. તેમના પ્રમાણે અભિનેત્રી રાજ કુન્દ્રાના બિઝનેસથી કોઈ લેવાદેવા નથી, તેવી વાત કરી હતી. શિલ્પા શેટ્ટીનું કહેવુ છે કે રાજ કુન્દ્રાના એપ્લિકેશન હોટશોટ કઈ રીતે કામ કરે છે એની જાણકારી મારી પાસે નથી. રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીને જણાવ્યું કે એ મોડલ/ અભિનેત્રીઓના શોર્ટ વિડીયો બનાવે છે. જેમના માટે કોઈને બળજબરી કરવામાં નથી આવતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.