ETV Bharat / sitara

મહાશિવરાત્રી પર પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભગવાન શિવની કરી પૂજા

author img

By

Published : Mar 1, 2022, 5:25 PM IST

પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ (priyanka Chhopara Instagram Account) પર તસવીરો શેર કરી ફેન્સને મહાશિવરાત્રીની શુભેચ્છા (Mahashivratri wishes) પાઠવી છે. એક તસવીરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ભગવાન શિવની પૂજા કરતા પણ જોવા મળે છે.

મહાશિવરાત્રી પર પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભગવાન શિવની કરી પૂજા
મહાશિવરાત્રી પર પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભગવાન શિવની કરી પૂજા

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એક આંતરરાષ્ટ્રીય પર્સનાલિટી છે. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે અમેરિકામાં સ્થિર છે, પરંતુ પ્રિયંકા દેશ-વિદેશના તેના ચાહકોને ક્યારેય ભૂલી નથી. પ્રિયંકાએ વિદેશમાં હોવા છતાં સોશિયલ મીડિયાના (priyanka Chhopara Instagram Account) માધ્યમથી ચાહકોને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી છે.

મહાશિવરાત્રી પર પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભગવાન શિવની કરી પૂજા
મહાશિવરાત્રી પર પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભગવાન શિવની કરી પૂજા

આ પણ વાંચો: Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના

મહાશિવરાત્રીના પાવન અવસર

આ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ઘરમાં ભગવાન શિવની આરાધના કરી હતી. આ દરમિયાન તેણે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. પ્રિયંકાએ પૂજામાં પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

મહાશિવરાત્રી પર પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભગવાન શિવની કરી પૂજા
મહાશિવરાત્રી પર પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભગવાન શિવની કરી પૂજા

પ્રિયંકા ચોપરાએ કહ્યું...

આ પૂજાની તસવીરો શેર કરતાં પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, "બધાને મહાશિવરાત્રીની શુભકામનાઓ, હર હર મહાદેવ. તમને જણાવી દઈએ કે, આ અવસર પર નિક-પ્રિયંકાની દીકરી જોવા ન મળી હતી. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ દીકરીની નર્સરીની કેટલીક તસવીરો શેર કરી હતી. પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે સાયન્સ-ફિક્શન ફિલ્મ 'ધ મેટ્રિક્સ રિસર્ક્શન્સમાં' જોવા મળી હતી. ઉપરાંત, અભિનેત્રી સિટાડેલનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે.

મહાશિવરાત્રી પર પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભગવાન શિવની કરી પૂજા
મહાશિવરાત્રી પર પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે ભગવાન શિવની કરી પૂજા

આ પણ વાંચો: Russsia Ukarin War: પૂર્વ મિસ યૂક્રેનનો જોવા મળ્યો જોશ, ઉતરી મેદાનમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.