ETV Bharat / sitara

પ્રતીક ગાંધીની ફિલ્મ 'રાવણ લીલા'નું બદલવામાં આવ્યું નામ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત

author img

By

Published : Sep 14, 2021, 4:58 PM IST

પ્રતીક ગાંધીની 'રાવણ લીલા' ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે. પ્રતીકની આ ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ (Bhavai) કરી દેવામાં આવ્યું છે. આ બાબતે મેકર્સે ઓફિશિયલ જાહેરાત પણ કરી છે અને ફિલ્મના અભિનેતા પ્રતીકે પણ પોસ્ટ શેર કરી છે.

પ્રતીક ગાંધીની ફિલ્મ 'રાવણ લીલા'નું બદલવામાં આવ્યું નામ
પ્રતીક ગાંધીની ફિલ્મ 'રાવણ લીલા'નું બદલવામાં આવ્યું નામ

  • પ્રતીક ગાંધીની અપકમિંગ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું
  • મેકર્સે સત્તાવાર જાહેરાત કરી, પ્રતીકે પણ પોસ્ટ શેર કરી
  • દર્શકોની ભાવનાઓને ધ્યાને રાખીને લેવામાં આવ્યો નિર્ણય

'સ્કેમ 1992' બાદ પ્રતીક ગાંધી (Pratik Gandhi) નેશનલ સ્ટાર બની ગયા છે. આ બાદ તેમની ફિલ્મ કે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનું નામ હતું 'રાવણ લીલા' (Ravan Leela).ટ્રેલરને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. લોન્ચ થયાના ત્રણ દિવસમાં ટ્રેલર 10 મિલિયન વ્યુઝને ક્રોસ કરીને હીટ થઇ રહ્યું છે. આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે, પ્રતીકની આ ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ (Bhavai) કરી દેવામાં આવ્યું છે. જી હા, આ બાબતે મેકર્સે ઓફિશિયલ જાહેરાત પણ કરી છે અને ફિલ્મના અભિનેતા પ્રતીકે પણ પોસ્ટ શેર કરી છે.

ફિલ્મના ટાઇટલને લઇને લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા

ફિલ્મના નિર્માતાઓએ હવે એક નિવેદન જાહેર કરીને કરી કહ્યું છે કે, 'રાવણ લીલા'નું શીર્ષક હવે ‘ભવાઈ’ (Bhavai) હશે. ફિલ્મના મેકર્સે આ માટે કારણ આપ્યું છે કે, "દર્શકો તરફથી વિનંતીઓ પ્રાપ્ત કર્યા પછી અને તેમની ભાવનાઓનો આદર કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે." ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના ટાઈટલને લઈને અમુક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે લાગી રહ્યું છે કે વિવાદ વધે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શું કહ્યું ફિલ્મના દિગ્દર્શકે?

ફિલ્મના દિગ્દર્શક હાર્દિક ગજ્જરે જણાવ્યું હતું કે, “અમારા પાર્ટનર્સ અને દર્શકોનું સન્માન કરતા મને ખુશી છે. અત્યાર સુધી અમને આ ફિલ્મ માટે જે પ્રેમ મળ્યો છે તેના પરથી લાગે છે કે સિનેમા માટે સારી ફિલ્મો એ સમયની જરૂરીયાત છે. સિનેમા લોકોને મનોરંજન પૂરું પાડે છે. દર્શકોએ પ્રતીક અને તેના કામ માટે પ્રેમ દર્શાવ્યો છે અને અમને આશા છે કે આ ફિલ્મ તેને આગળ લઇ જશે."

1 ઓક્ટોબર 2021ના રોજ રિલીઝ થશે ફિલ્મ

આ ફિલ્મમાં પ્રતીક ગાંધી, ઈન્દ્રીતા રે, રાજેન્દ્ર ગુપ્તા, રાજેશ શર્મા અને અભિમન્યુ સિંહ જેવા કલાકારો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ કે જેનું પહેલા 'રાવણ લીલા' નામ હતું અને હવે ‘ભવાઈ’ નામ કરવામાં આવ્યું છે. તે ઑક્ટોબર મહિનામાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ 1 ઓક્ટોબર 2021ના રોજ થિએટરમાં રિલીઝ થશે.

વધુ વાંચો: 'રાવણ લીલા' ફિલ્મનું અદ્ભુત ટ્રેલર રિલીઝ, રૉમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો પ્રતીક ગાંધી

વધુ વાંચો: Happy Birthday: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.