ETV Bharat / sitara

જેકી ભગનાની અને જૂનો ચોપડા સાથે મળીને બનાવશે 'ધ બર્નિંગ ટ્રેન'ની રિમેક

author img

By

Published : Mar 11, 2020, 2:17 PM IST

જેકી ભગનાની અને જૂનો ચોપડાએ રવિ ચોપડાની 1980ની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રીમેક બનાવવા માટે એક સાથે હાથ મિલાવ્યા છે.

jackky
જેકી ભગનાની

મુંબઇ: રવિ ચોપડાની એક્શન ફિલ્મ 'ધ બર્નિગ ટ્રેન' પૂરી રીતે તૈયાર છે. નિર્માતા જેકી ભગનાની અને જૂનો ચોપડાએ બી.આર. ફિલ્મની રીમેક બનાવવા માટે સહયોગ આપ્યો છે.

આ વાતની જાણકારી ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે તેના ટ્વિટર પર આપી હતી. તેમજ તરણે જેકી અને જૂનોની તસવીર પણ શેર કરી હતી. તેની સાથે કેપ્શનમાં લખ્યું કે, જેકી ભગનાની અને જૂનો ચોપડાએ રવિ ચોપડાની 1980ની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રીમેક બનાવવા માટે એક સાથે હાથ મિલાવ્યા છે.

જૂનોના પિતા રવિ દ્વારા નિર્દશિત અને તેના દાદા બી.આર. ચોપડા દ્વારા નિર્મિત 'ધ બર્નિંગ ટ્રેન'માં ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, જિતેન્દ્ર, હેમા માલિની, પરવીન બાબી અને નીતુ સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમજ સંગીત આર.ડી.બર્મન દ્વારા રચિત હતું. તેની કહાની સુપર એક્સપ્રેસ નામની ટ્રેનની હતી. આ ફિલ્મ જાપાની ડિઝાસ્ટર મૂવી 'બુલેટ ટ્રેન' થી પ્રેરાઈને હિન્દીમાં 1980માં બનાવવામાં આવી હતી.

'ઇતેફાક' અને 'પતિ પત્ની ઔર વો' પછી 'ધ બર્નિંગ ટ્રેન' ચોપડા દ્વારા બનાવવામાં આવતી ત્રીજી રિમેક હશે. જેકીના બૈનર પૂજા એન્ટરટેન્મેન્ટે ‘જવાની જાનેમન રિલીઝ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.