ETV Bharat / sitara

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ મોહેના કુમારી કોરોના પોઝિટિવ

author img

By

Published : Jun 2, 2020, 6:48 PM IST

ટેલિવિઝન ક્ષેત્રની જાણીતી અભિનેત્રી મોહેના કુમારી કોરોનાનો શિકાર બની છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી એ કોરોના સામેની પોતાની લડત વિશે વાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે ઉંઘી શકતી નથી.

 ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ મોહેના કુમારી કોરોના પોઝિટિવ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ મોહેના કુમારી કોરોના પોઝિટિવ

દહેરાદૂન: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી મોહેના કુમારીએ મંગળવારે સવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને કોરોના સામેની પોતાની લડત અંગે વાત કરી હતી. આ પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે તે ઉંઘી શકતી નથી.

“શરૂઆતના દિવસો નાના બાળકોથી લઈને મોટા સુધીના તમામ માટે દિવસો ખૂબ અઘરા છે. પણ હું પ્રાર્થના કરું કે આ બધું જલ્દીથી પૂરું થાય. આપણે સૌ બરાબર જ છીએ. આપણા કરતા પણ એવા લોકો છે જેઓ આપણા કરતા વધુ તકલીફ સહન કરી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં આપણને ફરિયાદ કરવાનો કોઇ હક નથી.”

મોહેનાએ તેની પોસ્ટમાં તેને જલ્દી સાજા થઈ જવાની શુભેચ્છાઓ પાઠવતા તેના ચાહકોની આભાર માન્યો હતો.

મોહેના સિવાય તેના પતિ સુયશ રાવત, તેના સસરા, ઉત્તરાખંડ રાજ્ય ના પ્રવાસન પ્રધાન સતપાલ મહારાજ, તેના સાસુ પણ કોરોનાથી સંક્રમિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.