ETV Bharat / sitara

રાજ કુન્દ્રાને 60 દિવસની જેલ બાદ જામીન મળતા જ શિલ્પા શેટ્ટીએ શેર કરી પોસ્ટ, જાણો શું લખ્યું

author img

By

Published : Sep 21, 2021, 1:34 PM IST

જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ક્વોટ શેર કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે 'એક ખરાબ તોફાન બાદ ઇન્દ્રધનુષ.' આ પોસ્ટ 'ધડકન' ફિલ્મની અભિનેત્રીએ ત્યારે લખી છે, જ્યારે મુંબઈ કૉર્ટે પૉર્નોગ્રાફી કેસમાં 50,000 રૂપિયા બોન્ડ પર સોમવારે તેમના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના જામીન મંજૂર કર્યા છે.

રાજ કુન્દ્રાને 60 દિવસની જેલ બાદ જામીન મળતા જ શિલ્પા શેટ્ટીએ શેર કરી પોસ્ટ
રાજ કુન્દ્રાને 60 દિવસની જેલ બાદ જામીન મળતા જ શિલ્પા શેટ્ટીએ શેર કરી પોસ્ટ

  • 60 દિવસ બાદ રાજ કુન્દ્રાને મળ્યા જામીન
  • જામીન મળતાં જ ખુશ થઈ શિલ્પા, શેર કરી પોસ્ટ
  • પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની થઈ હતી ધરપકડ

મુંબઈ: પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને જામીન મળ્યાની થોડીક મિનિટોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા પર ક્વોટ શેર કર્યો કે, 'ખરાબ તોફાન પછી પણ સુંદર ચીજ થઈ શકે છે.' શિલ્પાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આગળ વધીને એક ક્વોટ શેર કર્યું જેમાં લખ્યું હતું કે, 'ખરાબ તોફાન પછી પણ સુંદર ચીજો થઈ શકે છે તે સાબિત કરવા માટે મેઘધનુષ અસ્તિત્વ ધરાવે છે.' 'ધડકન' સ્ટારની આ પોસ્ટ સોમવારે મુંબઈ કોર્ટે તેમના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા બાદ આવી છે.

'ખરાબ તોફાન પછી પણ સુંદર ચીજ થઈ શકે છે.'
'ખરાબ તોફાન પછી પણ સુંદર ચીજ થઈ શકે છે.'

કુન્દ્રાના વકીલે શું કહ્યું?

કોર્ટે કુંદ્રાના સહયોગી રિયાન થોર્પેને જામીન પણ આપ્યા છે. તેમણે પણ 50,000 રૂપિયાના જામીન આપવા પડશે. કુંદ્રાના વકીલ નિરંજન મુંદાર્ગીએ જણાવ્યું હતું કે, "અમે (કોર્ટ સમક્ષ) રજૂઆત કરી હતી કે કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તેથી, હવે અમે જામીન માટે અરજી કરી રહ્યા છીએ; જે કોર્ટે મંજૂર કરી છે."

ચાર્જશીટમાં શિલ્પા સહિત 43 સાક્ષીઓના નિવેદન

દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે ઉદ્યોગપતિ કુંદ્રા સામે પોર્નોગ્રાફી કેસના સંદર્ભમાં એસ્પ્લેનેડ કોર્ટ સમક્ષ 1500 પાનાની પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. ગુરુવારે મુંબઈ પોલીસે શેર કરેલી માહિતી મુજબ 1500 પાનાની ચાર્જશીટમાં શિલ્પા સહિત 43 સાક્ષીઓના નિવેદન છે.

કુંદ્રાની 19 જુલાઈએ પોલીસે ધરપકડ કરી હતી

ચાર્જશીટમાં અભિનેત્રી શર્લિન ચોપરા, સેજલ શાહ, અનેક મોડલ્સ અને કુંદ્રાની કંપનીના કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. ચાર્જશીટમાં આ કેસમાં 2 વોન્ટેડ આરોપીઓના નામ પણ સામેલ છે. કુંદ્રાની અન્ય 11 લોકો સાથે પોર્નોગ્રાફિક ફિલ્મોના કથિત નિર્માણ સાથે જોડાયેલા આરોપમાં 19 જુલાઈએ પોલીસે ધરપકડ કરી હતી.

માતા વૈષ્ણો દેવીના દર્શને ગઈ હતી શિલ્પા

તાજેતરમાં જ શિલ્પાએ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે જમ્મુ-કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લીધી હતી. ઇન્ટરનેટ પર વાયરલ થયેલી તસવીરોમાં તે ઘોડા પર મંદિરની યાત્રા કરતી જોવા મળી હતી. શિલ્પાએ ત્યાં અન્ય ભક્તો સાથે વાતચીત પણ કરી હતી.

હંગામા-2' માં જોવા મળી હતી શિલ્પા

વર્કફ્રંટની વાત કરીએ તો રાજની ધરપકડ પછી થોડા સમય માટે વિરામ લીધા બાદ શિલ્પા ફરી એકવાર ગીતા કપૂર અને અનુરાગ બસુ સાથે ડાન્સ રિયાલિટી શૉ 'સુપર ડાન્સર 4'ના જજિંગમાં વ્યસ્ત છે. ફિલ્મની વાત કરીએ તો તે તાજેતરમાં પ્રિયદર્શનની 'હંગામા-2' માં જોવા મળી હતી.

વધુ વાંચો: શિલ્પા અને રાજ કુંદ્રા સામેના છેતરપિંડીના આરોપો અંગે રોહિણી કોર્ટે દિલ્હી પોલિસને સમન્સ જારી કર્યું

વધુ વાંચો: Pornography Case: બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી, જામીન અરજી પર 25 ઓગસ્ટે થશે સુનાવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.