ETV Bharat / sitara

Good bye shooting: અમિતાભ બચ્ચન પહોંચ્યા આ ફિલ્મ માટે દેહરાદૂન

author img

By

Published : Mar 25, 2022, 5:19 PM IST

અમિતાભ બચ્ચન તેની આગામી ફિલ્મ (Amitabh Bachhan Upcoming Film) 'ગુડ બાય'ના શૂટિંગ (Good bye shooting) માટે ઉતરાખંડના દેહરાદૂન (Amitabh Bachhan In dehradun) ખાતે પહોંચી ગયા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં બિગ બી સિવાય આ મોટા સ્ટાર્સ પણ છે.

Good bye shooting: અમિતાભ બચ્ચન પહોંચ્યા આ ફિલ્મ માટે દેહરાદૂન
Good bye shooting: અમિતાભ બચ્ચન પહોંચ્યા આ ફિલ્મ માટે દેહરાદૂન

દેહરાદૂન: અમિતાભ બચ્ચન તેમની ફિલ્મના શૂટિંગ (Good bye shooting) માટે ઉત્તરાખંડ પહોંચી ગયા છે. આ ફિલ્મનું શૂટિંગ 26 માર્ચથી હરિદ્વાર ખાતે શરૂ થશે અને 1 એપ્રિલ સુધી ચાલશે.ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અભિનેત્રી રશ્મિકા મંદાના પણ છે. બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા.

અમિતાભની એક ઝલક જોવા લોકોની ભીડ ઉમટી: અમિતાભ બચ્ચનને ભારે ભીડ વચ્ચે કડક સુરક્ષામાં ટર્મિનલની બહાર લાવવામાં આવ્યા હતા. દેહરાદૂન એરપોર્ટથી તેઓ નરેન્દ્રનગર જવા રવાના થયા હતા. અમિતાભ બચ્ચન આજે સવારે લગભગ 10 વાગ્યે મુંબઈથી ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં દહેરાદૂન એરપોર્ટ પર પહોંચ્યા (Amitabh Bachhan In dehradun) હતા.

આ પણ વાંચો: દેશભરમાં RRRનુ વાવાઝોડુ

અમિતાભ બચ્ચનની સુરક્ષા કડક રખાય હતી: જોલી ગ્રાન્ટ એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ તેમના સમર્થકો તેમની એક ઝલક જોવા માટે ભીડ ઉમટી પડી હતી,પરંતુ અમિતાભ બચ્ચનની સુરક્ષા એટલી ચુસ્ત હતી કે કોઈ તેમની નજીક જઈ શકતું ન હતું. અમિતાભ બચ્ચનને સુરક્ષાકર્મીઓ દ્વારા ટર્મિનલની બહાર લાવવામાં આવ્યા હતા. આ બાદ તે કારમાં બેસીને નરેન્દ્ર નગરની હોટલ આનંદા જવા માટે રવાના થઇ ગયા હતો.

આ પણ વાંચો: ઐશ્વર્યા રજનીકાંતે ધનુષથી અલગ થયા બાદ કર્યું આવુ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.