ETV Bharat / sitara

CBI ટીમે એ રિસોર્ટની મુલાકાત લીધી, જ્યાં સુશાંત સિંહે વિતાવ્યા હતા 2 મહિના

author img

By

Published : Aug 23, 2020, 5:04 PM IST

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે તપાસ કરી રહેલી CBI ટીમે એ રિસોર્ટની પણ મુલાકાત લીધી હતી, જ્યાં સુશાંત સિંહ રાજપૂત બે મહિના સુધી રોકાયા હતા. CBI ટીમે એ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો કે સુશાંત રિસોર્ટમાં રહેતા હતા, ત્યારે તેનો વ્યવહાર કેવો હતો.

CBI ટીમ પહોંચી રિસોર્ટની મુલાકાતે, જ્યા સુશાંત સિંહે વિતાવ્યા હતા 2 મહિના
CBI ટીમ પહોંચી રિસોર્ટની મુલાકાતે, જ્યા સુશાંત સિંહે વિતાવ્યા હતા 2 મહિના

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે તપાસ કરી રહી CBI ટીમ બાંદ્રા ફ્લેટ પર ક્રાઇમ સીનને રિક્રિએટ કરવા પહોંચી હતી. બાદમાં એજન્સીની ટીમ રવિવારના રોજ એ રિસોર્ટની તપાસ માટે પહોંચી હતી. જ્યાં સુશાંત સિંહે 2 મહિના વિતાવ્યા હતા. સાથે CBIએ સુશાંતના સ્ટાફની પણ પૂછપરછ ચાલુ રાખી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓએ એ જાણકારી મેળવવા પ્રયાસ કર્યો હતો કે સુશાંત રિસોર્ટમાં રહેતા હતા ત્યારે તેનો વ્યવહાર કેવો હતો. તપાસ માટે સાન્તાક્રુઝ વિસ્તારમાં IAF DRDOના ગેસ્ટ હાઉસમાં ફોરેન્સિક ડોક્ટરોની એક ટીમ પહોંચી હતી.

સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પઠાની અને તેમનો રસોઈ બનાવનાર વ્યક્તિ નીરજ અને હેલ્પર દીપેશ સાવંતની પણ CBI ટીમે પૂછપરછ કરી હતી. CBI ટીમ દ્વારા જલ્દીથી સુશાંતની ગર્લફ્રેન્ડ ચક્રવર્તી અને તેમના પરિવારના સદસ્યોની પૂછપરછ કરવામાં આવશે તેવી આશા છે.

મળતી માહિતી મુજબ CBIની ટીમ સુશાંત અને રિયા તથા અન્ય લોકોના કોલ ડીટેલ અને રેકોર્ડ પણ માગશે. CBIની ટીમ ગુરૂવારના રોજ મુંબઈ પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.