ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂત કેસ: સતત પાંચમાં દિવસે CBI કરશે રિયા ચક્રવર્તીની પૂછપરછ

author img

By

Published : Sep 1, 2020, 10:31 AM IST

Updated : Sep 1, 2020, 11:22 AM IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને 75 દિવસ વીતી ગયા છે. દેશની ઉચ્ચ તપાસ એજન્સી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) આ કેસમાં તપાસ કરી રહી છે. સુશાંતની મોત અને રિયા ચક્રવર્તી વચ્ચેના સંબંધો ઉપરાંત આ કેસમાં ડ્રગ કનેક્શન અંગે પણ અટકળો ચાલી રહી છે. CBI તમામ પાસાઓની તપાસ કરી રહી છે. પૈસાના વ્યવહાર અને આર્થિક પાસાઓની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની પણ તપાસ ચાલી રહી છે. CBI મગંળવારે સતત પાંચમાં દિવસે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે.

રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી

મુંબઇ: રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBI તપાસ માટે મંગળવારે સવારે 10 વાગ્યે હાજર થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં રિયાની લગભગ 35 કલાક પૂછપરછ કરવામાં આવી છે. ગૌરવ આર્ય ડ્રગ કનેક્શનને લઈને તપાસ એજન્સીઓના રડાર પર પણ છે.

આ અગાઉ સુશાંતના મોતની પૂછપરછ કરી રહેલી CBI એ સોમવારે લગભગ 9 કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી. CBIએ રિયાના ભાઈ શૌવિકની 8 કલાકથી વધુ પૂછપરછ પણ કરી હતી. આ માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી. 28 વર્ષીય રિયા ચક્રવર્તીની પૂછપરછનો આ સતત ચોથા દિવસ હતો. જેના પર સુશાંત રાજપૂતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. 14 જૂનના રોજે સુશાંતે તેના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.

અધિકારીના જણાવ્યા અનુસાર, રિયા સાંજના સમયે DRDO ગેસ્ટહાઉસથી તેના સાન્તા ક્રુઝ સ્થિત નિવાસસ્થાન માટે નીકળી હતી. પરંતુ ઘરની બહાર મોટી સંખ્યામાં મીડિયાપર્સનની હાજરીને કારણે તે ઘરે ન જઇ શકી. તેણે કહ્યું કે રિયા તેની કારમાંથી બહાર ન આવી અને તે ફરિયાદ નોંધાવવા માટે સીધા સાન્તા ક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી.

મીડિયાકર્મિયો વિરુદ્ધ રિયાએ નોંધાવેલી આ બીજી ફરિયાદ છે. તેણે કહ્યું કે, આ પછી 6 જેટલા પોલીસ અધિકારીઓ રિયાના બિલ્ડિંગની બહાર પહોંચ્યા અને અભિનેત્રીને અંદર લઈ ગયા. આ પહેલા અભિનેત્રી રિયા તેના ભાઈ શૌવિક સાથે સવારે 11 વાગ્યે ગેસ્ટહાઉસ પહોંચી હતી અને ત્યાંથી 7.30 વાગ્યે ત્યાંથી નીકળી હતી.

ગયા ગુરુવારથી રિયાના ભાઈ શૌવિકની પૂછપરછ CBI દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન CBIએ લગભગ 35 કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી છે.

રાજપૂતનો મિત્ર સેમ્યુઅલ મિરાન્ડા અને નોકર કેશવ પણ સવારે ગેસ્ટહાઉસ પહોંચતા જોવા મળ્યા હતા. દિગવંત અભિનેતા સુશાંત રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદીને પણ CBIએ સમન્સ પાઠવ્યું હતું અને તે તેના વકીલ સાથે પહોંચી હતી.

અધિકારીએ જણાવ્યું કે રિયા ચક્રવર્તીની પૂછપરછ દરમિયાન વકોલા પોલીસ સ્ટેશનની ચાર મહિલા કોન્સ્ટેબલ હાજર હતી.

Last Updated : Sep 1, 2020, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.