ETV Bharat / sitara

Bhuban Badyakar Apologize: 'કચ્ચા બદામ' ફેમ સિંગર ભુબન બડ્યાકરે માંગી માફી

author img

By

Published : Mar 10, 2022, 4:06 PM IST

'કાચ્ચા બદામ' ફેમ સિંગર ભુબન બડ્યાકરે માફી માંગી (Bhuban Badyakar Apologize) છે. જાણો શા માટે ગાયકે માંગી છે માફી. હાલમાં જ સિંગરનો ભયાનક માર્ગ અકસ્માત (Bhuban Badyakar Road Accident) થયો હતો.

Bhuban Badyakar Apologize: 'કચ્ચા બદામ' ફેમ સિંગર ભુબન બડ્યાકરે માંગી માફી
Bhuban Badyakar Apologize: 'કચ્ચા બદામ' ફેમ સિંગર ભુબન બડ્યાકરે માંગી માફી

ન્યૂઝ ડેસ્ક: સોશિયલ મીડિયા (Social Media) પર વહેતુ ગીત 'કચ્ચા બદામ' ફેમ સિંગર ભુબન બડ્યાકર ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ એક માર્ગ અકસ્માતમાં (Bhuban Badyakar Road Accident) ઘાયલ થયેલા ભૂબને આપેલા તેના નિવેદનમાં માફી માંગી છે. જેનું કારણ છે કે, તેણે 'કાચા બદામ' ગીતથી ફેમસ થયા બાદ પોતાને સેલિબ્રિટી ગણાવ્યો હતો. ભુબનના આ નિવેદન બાદ કેટલાક લોકોએ તેને સોશિયલ મીડિયા પર ઘેરી લીધો હતો

કાર્યક્રમમાં ભુબને સ્વીકાર્યું.....

તાજેતરમાં જ એક કાર્યક્રમમાં ભુબને સ્વીકાર્યું હતું કે, "તેની સેલિબ્રિટીની ટિપ્પણી નિંદનીય (Bhuban Badyakar celebrity comment) છે અને 'મને હવે અહેસાસ થયો છે કે, મારે આવું ન કહેવું જોઈતું હતું, લોકોએ મને સેલિબ્રિટી બનાવી દીધો છે, જો મારી સ્થિતિ ફરી બગડશે તો હું ફરીથી કાચ્ચા બદામ વેચવાનું શરૂ કરીશ, લોકોનો આટલો પ્રેમ મળવા બદલ હું ખુબ નસીબદાર હોય તેવો મને અહેસાસ થાય છે. હું એક સામાન્ય વ્યક્તિ છું અને સાદું જીવન જીવ્યો છું, સ્ટારડમ, મીડિયા અટેંશન અને ગ્લેમર હંમેશા માટે રહેતુ નથી, પરંતુ હું તમને જણાવા માંગુ છું કે એક હું બદલાયો નથી".

આ પણ વાંચો: UP Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ પાછળ, જાણો કોણ છે આ ગર્લ

ભુબને તેની નવી 'આમર નોટૂન ગાડી' રેકોર્ડ કરી

'કચ્ચા બદામ' પછી ભુબને તેની નવી 'આમર નોટૂન ગાડી' (મારી નવી કાર) રેકોર્ડ કરી, જે તેની નવી કાર પર આધારિત છે. ભુબનના અકસ્માતના એક સપ્તાહ બાદ જ આ ગીત રિલીઝ થયું હતું.

ભુબન કચ્ચા બદામ ગીતથી વિશ્વભરમાં ફેમસ

ભુબન તાજેતરમાં જ રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. ભુવન તેની નવી કાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, ભુબન તેના વાઈરલ ગીત 'કચ્ચા બદામ'થી દેશ અને દુનિયા ખ્યાતિ હાંસિલ કરી છે.

'કચ્ચા બદામે'તો સેલેબ્સને પણ ઝુમતા કર્યા હતા

સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયેલુ ગીત 'કચ્ચા બદામ' પર લોકોએ ઘણા વીડિયો શેર કર્યા છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ બોલિવૂડ સેલેબ્સ અને ક્રિકેટ પ્લેયર્સે પણ આ ગીત પર રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.

આ પણ વાંચો: Sushant Moon Day: અમેરિકા ઉજવશે 'સુશાંત મૂન' ડે, સુશાંત સિંહ રાજપૂતને આપશે આ અંદાજમાં સન્માન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.