ETV Bharat / sitara

International Yoga Day: ‘બજરંગી ભાઈજાન’ની મુન્નીએ ‘યોગ દિવસ’ પર શેર કર્યા ફોટો, કેપ્શન છે રસપ્રદ!

author img

By

Published : Jun 21, 2021, 8:26 PM IST

21 જૂનના દિવસે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yog Day) મનાવવામાં આવે છે. 2015થી યોગા ડે (Yoga Day) ઉજવવાની શરૂઆત થઈ છે. આપણે આ વર્ષે 7મો યોગ દિવસ મનાવી રહ્યાં છીએ. આ દિવસે કેટલાય ફિલ્મી સિતારાઓએ યોગ કર્યા છે, અને પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મ (Bajrangi Bhaijaan) ની મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા (Harshali Malhotra)એ યોગાસન કરતા ફોટા શેર કર્યા છે.

Harshali Malhotra
Harshali Malhotra

  • બજરંગી ભાઈજાનની મુન્નીએ પોસ્ટ કર્યો યોગ દિવસ નિમિત્તે ફોટો
  • હર્ષાલી મલ્હોત્રાએ યોગ દિવસ નિમિત્તે યોગાસનના ફોટો શેર કર્યાં
  • કેપ્શનમાં લખ્યું ‘તમારો આત્મા તમારો સૌથી સારો મિત્ર છે"

ન્યૂઝડેસ્ક (Bollywood News): કોરોના સંક્રમણને લઈને હર્ષાલી મલ્હોત્રા (Harshali Malhotra )એ ઘર પર રહીને જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yog Day) મનાવ્યો હતો. તેણે તેના ફેન્સ માટે યોગાસનના ફોટો શેર કર્યા છે. તસવીરોની નીચે તેણે લખ્યું છે કે, ‘તમારો આત્મા તમારો સૌથી સારો મિત્ર છે, તેની સંભાળ રાખો, તેને વિકાસની દિશામાં લઈ જાવ, તેને પ્યાર કરો, "યોગા સે હી હોગા". આંતરાષ્ટ્રીય યોગા દિવસની શુભકામના.’

આ પણ વાંચો: Happy Birthday Munni : બજરંગી ભાઈજાનમાં મુન્નીનું પાત્ર ભજવનારી હર્ષાલી 13 વર્ષની થઈ

હર્ષાલીના ફોટો મીનિટોમાં થઈ રહ્યા છે વાયરલ

હર્ષાલી (Harshali Malhotra)ના ફેન્સ તેની પોસ્ટ પર ખૂબ રિએક્શન આપી રહ્યાં છે અને વખાણ કરી રહ્યાં છે. અત્રે નોંધનીય છે કે, હર્ષાલી 13 વર્ષની હતી ત્યારે તેણે પોતાના સાદગીભર્યા અંદાજમાં પોતાના ફેન્સના દિલમાં જગ્યા બનાવી લીધી છે. તે કોઈપણ ફોટો શેર કરે તે મીનિટોમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.