ETV Bharat / sitara

'ગોન ગર્લ' અભિનેત્રી લિસા બેન્સનું હિટ એન્ડ રન અકસ્માતના 10 દિવસ પછી મૃત્યુ થયું

author img

By

Published : Jun 16, 2021, 2:10 PM IST

ગોન ગર્લની અભિનેત્રી લિસા બેન્સનું નિધન થયું છે. તે 10 દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ હતી. હજુ સુધી પોલીસે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.

'ગોન ગર્લ' અભિનેત્રી લિસા બેન્સનું હિટ એન્ડ રન અકસ્માતના 10 દિવસ પછી મૃત્યુ થયું
'ગોન ગર્લ' અભિનેત્રી લિસા બેન્સનું હિટ એન્ડ રન અકસ્માતના 10 દિવસ પછી મૃત્યુ થયું

  • સોમવારે માઉન્ટ સિનાઇ મોર્નિંગસાઇડ હોસ્પિટલમાં લિસા બેન્સનું અવસાન થયું
  • લિસા બેન્સને 4 જૂને માર્ગ પસાર કરતી વખતે મોટરસાયકલે ટક્કર મારી હતી
  • "ગોન ગર્લ" અભિનેત્રી લિસા બેન્સનું અવસાન

ન્યુ યોર્ક: ન્યૂ યોર્ક સિટીમાં હિટ એન્ડ રન અકસ્માતનાં 10 દિવસ પછી "ગોન ગર્લ" અભિનેત્રી લિસા બેન્સનું અવસાન થયું. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ ખાતાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લિસા બેન્સને 4 જૂને માર્ગ પસાર કરતી વખતે વાહનચાલકે ટક્કર મારી હતી. સોમવારે માઉન્ટ સિનાઇ મોર્નિંગસાઇડ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

ટક્કર બાદ ડ્રાઇવર નાસી ગયો હતો

પોલીસે જણાવ્યું હતું કે ટક્કર બાદ ડ્રાઇવર નાસી ગયો હતો. બેન્સ ઘણાં ટેલિવિઝન શો અને મૂવીઝમાં દેખાયા હતા. જેમાં 2014માં 'ગોન ગર્લ' અને 1988માં ટોમ ક્રૂઝ સાથેની 'કોકટેલ' હતી. ટેલિવિઝન પર તેણીએ નેશવિલે, મેડમ સેક્રેટરી, માસ્ટર ઓફ સેક્સ અને NCISમાં ભૂમિકાઓ ભજવી હતી. તેના મેનેજર ડેવિડ વિલિયમ્સે જણાવ્યું હતું કે, જ્યારે તે અલ્મા મેટર જુલીયાર્ડ સ્કૂલ તરફ જતા હતા ત્યારે એમ્સ્ટરડેમ એવન્યુને પસાર કરતી વખતે તે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી. બેન્સ લોસ એન્જલસમાં રહેતા હતા અને સેન્ટર ફોર પબ્લિક ઇન્ટિગ્રેસીના ફાળો આપતા પત્રકાર કેથરિન ક્રેનહોલ્ડ સાથે લગ્ન કર્યા હતા. મિત્રો અને સાથીદારોએ મંગળવારે ટ્વિટર પર બેન્સના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: હોલીવૂડ અભિનેતા સેમ લોઈડનું 56 વર્ષની વયે નિધન

હજી સુધી પોલીસે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી

સિંગર જીલ સોબ્યુલેએ ટ્વીટ કર્યું, લિસા બેન્સ તેજસ્વી, આનંદી અને મોટી દિલની હતી. હંમેશાં મને મુશ્કેલ સમયમાં પસાર કરવામાં મદદ કરતી. તે ઘણા લોકોને પ્રિય હતી. અભિનેતા શેઠ મેકફાર્લેને કહ્યું છે કે, બેન્સના અવસાનથી તેઓને ખૂબ દુખ થયું છે. જેમની સાથે તેમણે તેની ટીવી સીરિયલ 'ધ ઓર્વિલ'માં કામ કર્યું હતું. હજી સુધી પોલીસે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.

આ પણ વાંચો: હૉલીવૂડ ફિલ્મ નિર્માતા હાર્વે વેંસ્ટીન પર વધુ ચાર દુષ્કર્મના આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.