ETV Bharat / science-and-technology

ફેસ્ટિવલ ઓનલાઈન સેલની જાહેરાત, જાણો ક્યારે અને કેવી રીતે મળશે ફાયદો

author img

By

Published : Sep 15, 2022, 11:09 AM IST

તહેવારોના મોટા સેલની જાહેરાત, જાણો ક્યારે અને કેવી રીતે મળશે ફાયદો
તહેવારોના મોટા સેલની જાહેરાત, જાણો ક્યારે અને કેવી રીતે મળશે ફાયદો

નોરતા એટલે તહેવારોનું આગમન થવાનું (amazon festival sale 2022) એલાર્મ, પણ જુદા જુદા તહેવારો આવતા જ ઓનલાઈન શોપિંગની સુવિધા (flipkart festival sale 2022) આપતી કંપનીઓ ગ્રાહકો માટે લ્હાણી કરતી હોય છે. આ વર્ષે પણ જુદી જુદી ઈ કોમર્સ કંપનીઓએ સેલ માટે સેલિબ્રિટીના સહારે જાહેરાત કરી દીધી છે. જેમાં ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોને 2000થી વધારે વસ્તુઓની વેરાઈટી મળવાની છે.

નવી દિલ્હી: નોરતા અને દિવાળીને તહેવારો નજીક આવતા ઈ કોમર્સ કંપનીઓ અવનવી ઓફર્સ જાહેર કરે છે. આ વખતે પણ કંપનીઓએ નવા નવા પ્રોડક્ટ સાથે ઓનલાઈન માર્કેટમાં ઊતરી છે. જોકે, કંપનીઓ એવું કહે છે કે, આ તહેવારની સીઝનમાં આવી ઓફર્સથી અનેક એવા લોકોને રોજગારી મળી રહેશે. એમના તહેવાર પણ સુધરશે. ઈ કોમર્સ અગ્રણી કંપનીઓ એમેઝોન (amazon festival sale 2022) અને ફ્લિપકાર્ટ (flipkart festival sale 2022) પર તારીખ 23 સપ્ટેમ્બરથી સેલ શરૂ થઈ રહ્યા છે.

બે દિવસ એમેઝોનઃ ધ એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ એમેઝોન ઈન્ડિયા પર તારીખ 28 થી 29 (amazon great indian festival sale 28 29 septembe) દિવસ સુધી ચાલશે. જ્યારે ફ્લિપકાર્ટે સપ્ટેમ્બરના અંત સુધી ધ બિગ બિલિયન ડેઝ 2022 ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. એમેઝોન ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ નૂર પટેલે જણાવ્યું હતું કે, આ વખતેની ફેસ્ટિવલ સીઝનમાં અમને 11 લાખ ગ્રાહકો મળવાની અપેક્ષા છે. 2 લાખ જેટલા સ્થાનિક સ્ટોર્સ અમારી સાથે જોડાયેલા છે. તારીખ 22 સપ્ટેમ્બરથી પ્રાઈમ મેમ્બર્સ માટે સેલ શરૂ થઈ રહ્યું છે.

નવી ઓફર્સઃ એમેઝોન ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ નૂર પટેલે જણાવ્યું હતું કે, તહેવારોની સીઝન દરમિયાન વિવિધ કેટેગરીમાં 2,000 થી વધુ નવી ઑફર્સ જોવા મળીશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ આ સેલના પ્રથમ તબક્કાના ભાગીદાર છે. તેના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. દિવાળીના ત્રણ દિવસ પૂર્વે આ સેલ ખતમ થઈ જશે ત્યાર બાદ બંધ થઈ જશે. એમેઝોન પર 150 થી વધુ વિક્રેતા હશે. ગ્રાહકો જુદી જુદી પ્રોડક્ટ સરળતાથી ખરીદી શકશે.

સેલિબ્રિટીએ કરી અપીલઃ બીજી તરફ ફ્લિપકાર્ટ (Flipkart The Big Billion Days 2022) અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, મહેન્દ્ર સિંહ ધોની જેવી ઘણી હસ્તીઓ દ્વારા બિગ બિલિયન ડેઝ પ્રોગ્રામને પ્રમોટ કરશે. કંપનીનો દાવો છે કે, તેના 4.2 લાખ વેચાણ કરનારા પાર્ટનર્સ છે. ફ્લિપકાર્ટના ગ્રૂપ સીઇઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, કંપની આ વખતે માર્કેટમાં નવી પ્રોડ્કટ સાથે ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તેથી અર્થતંત્રને વેગ મળી જશે. સમગ્ર દેશમાં રોજગાર અને આજીવિકાની તકોનું સર્જન કરવાનો પ્રયાસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.