ETV Bharat / business

ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પોની ફરી વખત ખરીદી કરશે

author img

By

Published : Jul 13, 2021, 1:59 PM IST

વોલમાર્ટની માલિકીની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પની ફરી ખરીદી કરશે. કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈ-મેલમાં ફ્લિપકાર્ટ (Flipkart) સમૂહના મુખ્ય કારોબારી અધિકારી (CEO) કલ્યાણ કૃષ્ણમૂર્તિએ આ ઉપલબ્ધી સુધી પહોંચવા માટે કર્મચારીઓની ભૂમિકાના વખાણ કર્યા હતા.

ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પોની ફરી વખત ખરીદી કરશે
ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પોની ફરી વખત ખરીદી કરશે

  • ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પ ફરી ખરીદશે
  • ફ્લિપકાર્ટે (Flipkart) રોકાણકારોના માધ્યમથી 3.6 અબજ ડોલર એકત્રિત કર્યા
  • ઈ-કોમર્સ કંપનીનું મૂલ્યાંકન 37.6 અબજ ડોલર (2.79 લાખ કરોડ) રૂપિયા થાય

નવી દિલ્હીઃ વોલમાર્ટની માલિકીની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પ (employee stock options)ની ફરી ખરીદી કરશે. સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. આનાથી એક દિવસમાં ફ્લિપકાર્ટે (Flipkart) વિવિધ રોકાણકારોથી 3.6 અબજ ડોલર (26,805.6 કરોડ રૂપિયા) એકત્રિત કરવાની જાહેરાત કરી હતી. આ હિસાબથી ઈ-કોમર્સ કંપનીનું મૂલ્યાંકન 37.6 અબજ ડોલર એટલે કે 2.79 લાખ કરોડ રૂપિયા થાય છે.

આ પણ વાંચો- અષાઢી બીજ (Ashadhi Bij) નિમિતે રાજકોટમાં ગાડીઓનું થયું ધૂમ વેંચાણ

ફ્લિપકાર્ટ (Flipkart)ના CEOએ કર્મચારીઓના કર્યા વખાણ

કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈ-મેલમાં ફ્લિપકાર્ટ (Flipkart) સમૂહના મુખ્ય કારોબારી અધિકારી (Flipkart Group Chief Executive Officer) કલ્યાણ કૃષ્ણમૂર્તિ (Kalyan Krishnamurthy)એ આ ઉપલબ્ધી સુધી પહોંચવા માટે કર્મચારીઓની ભૂમિકાના વખાણ કર્યા છે.

આ પણ વાંચો- Share Market Updates: આજે સતત બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 15,700ને પાર

કર્મચારીઓને ઈ-મેઈલમાં કોઈ વધુ માહિતી નથી અપાઈ

ફ્લિપકાર્ટ (Flipkart)ના CEOએ જણાવ્યું હતું કે, અમે હંમેશા જ પોતાના કર્મચારીઓને નિયમિત રીતે પોતાના વિકલ્પોને રિડીમ કરવાનો અવસર ઉપલબ્ધ કરાવે છે. આ વર્ષે અમે પોતાના કર્મચારીઓથી 5 ટકા વધુ શેર વિકલ્પોને ફરી ખરીદીશું. જોકે, ઈ-મેઈલમાં આ અંગે વધુ જાણકારી નથી આપી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, કંપની કર્મચારી શેર વિકલ્પની ફરી ખરીદી પર 600 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.