ETV Bharat / opinion

RTIના પંદર વર્ષ

author img

By

Published : Oct 12, 2020, 10:30 PM IST

પંદર વર્ષ પહેલા 12 ઓક્ટોબર 2005ના રોજ માહિતીના અધિકારનો કાયદો અમલમાં આવ્યો હતો. એ દિવસ વિજયાલક્ષમીનો શુભ દિવસ હતો અને એ જ દિવસે ભારતના લોકતંત્રમાં ઉત્કાંતિની આશા સેવવામાં આવી હતી. આ કાયદાની હિમાયત કરતા નાગરિકોને આ કાયદાની સાથે આપણી ખામીયુક્ત વૈકલ્પિક લોકશાહીને લોકોને સમાવતી લોકશાહીમાં રૂપાંતરીત થવાની તક દેખાઈ હતી. આ એક એવા સ્વરાજની શરૂઆત હતી કે જેના વીશે રાષ્ટ્રના શાસકો અને અહીંના નાગરીકોને વચન આપવામાં આવ્યું હતુ. 1990ના દાયકાની શરૂઆતમાં રાજસ્થાનના દેવડુંગરી ગામમાં અરૂણા રોય દ્વારા RTI માટે જ ચળવળ ચલાવવામાં આવી હતી તે સ્વપ્ન દુનિયાના સૌથી વધુ પારદર્શી કાયદાના સ્વરૂપમાં સાકાર થતું દેખાઈ રહ્યું હતું.

RTIના પંદર વર્ષ
RTIના પંદર વર્ષ

ન્યૂઝ ડેસ્કઃ પંદર વર્ષ પહેલા 12 ઓક્ટોબર 2005ના રોજ માહિતીના અધિકારનો કાયદો અમલમાં આવ્યો હતો. એ દિવસ વિજયાલક્ષમીનો શુભ દિવસ હતો અને એ જ દિવસે ભારતના લોકતંત્રમાં ઉત્કાંતિની આશા સેવવામાં આવી હતી. આ કાયદાની હિમાયત કરતા નાગરિકોને આ કાયદાની સાથે આપણી ખામીયુક્ત વૈકલ્પિક લોકશાહીને લોકોને સમાવતી લોકશાહીમાં રૂપાંતરીત થવાની તક દેખાઈ હતી. આ એક એવા સ્વરાજની શરૂઆત હતી કે જેના વીશે રાષ્ટ્રના શાસકો અને અહીંના નાગરીકોને વચન આપવામાં આવ્યું હતુ. 1990ના દાયકાની શરૂઆતમાં રાજસ્થાનના દેવડુંગરી ગામમાં અરૂણા રોય દ્વારા RTI માટે જ ચળવળ ચલાવવામાં આવી હતી તે સ્વપ્ન દુનિયાના સૌથી વધુ પારદર્શી કાયદાના સ્વરૂપમાં સાકાર થતું દેખાઈ રહ્યું હતું.

1975ના નિર્ણયોની શ્રેણીમાં સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે બંધારણની કલમ 19(1)(a) અભિવ્યક્તિનો અધિકાર, પ્રકાશીત કરવાના અધિકાર અને માહિતીના અધિકારને મુળભૂત અધિકાર તરીકે બાહેંધરી આપે છે. જો કે પ્રથમ બે અધિકારને માન્યતા આપવામાં આવી હતી અને વર્ષોથી તેમના પર કામ કરીને તેનો અવકાશ વધારવામાં આવ્યો હતો પરંતુ તમામ લોકો તમામ માહિતી મેળવી શકે તેવા માહિતીના અધિકારનું યોગ્ય રીતના અભાવે અમલીકરણ થઈ શક્યુ ન હતુ પરંતુ RTI એક્ટ 2005માં તેને યોગ્ય રીતે કોડીફાય કરવામાં આવ્યું.

આ કાયદાના ડ્રાફ્ટમાં આરટીઆઈના કાર્યકર્તાઓનું યોગદાન હતુ અને તેની જોગવાઈઓને યોગ્ય રીતે ઘડવામાં આવી હતી. આ કાયદાની પ્રસ્તાવનામાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતુ કે લોકશાહીમાં પારદર્શીતા હોવી ખુબ જરૂરી છે અને ભ્રષ્ટાચારને અટકાવવો જરૂરી છે અને તેના માટે સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ. આ કાયદાના અમલીકરણમાં કેટલાક અવરોધો આવી શકે છે તે બાબતની જાણ થતા તેને દૂર કરવામાં આવ્યા અને ભારતને દુનિયાનો સૌથી વધુ પારદર્શી કાયદો મળી ગયો.

આ મજબૂત કાયદો લાગુ થતાની સાથે જ નાગરીકોએ પણ અન્ય લોકોમાં આ કાયદા વીશે જાગૃતી ફેલાવવાનું શરૂ કર્યુ. આ કાયદાના અમલીકરણના પ્રથમ પાંચ થી સાત વર્ષની અંદર જ નાગરીકોને તેમાં રહેલી સંભાવનાઓની અનુભૂતી થઈ ચુકી હતી.

નાગરિકોને અહેસાસ થઈ ચુક્યો હતો કે તેઓ જવાબદારી લઈ શકે છે અને તેઓ સરકારના વીજીલન્સ મોનીટર તરીકે કાર્ય કરી શકે છે. આ કાયદાના ઉપયોગથી ઘણા કૌભાંડોનો પર્દાફાશ થયો અને જાહેર સેવકોએ, રાષ્ટ્રના સાચા શાસકો, એટલે કે નગારિકો સાથે આદરપૂર્વક વર્તવાનું શરૂ કર્યુ. દરેક નાગરિકે પોતે સશક્ત થયો હોવાની લાગણી અનુભવી. નાગરિકોને રાશન કાર્ડ, રાશન, ઇન્કમ ટેક્સ રીફંડ અને અન્ય કેટલીક સેવાઓ પણ મળવા લાગી. આ બધાની ઉપરાંત નાગરીકોએ જવાબદારી લેવાનું શરૂ કર્યુ. આ કાયદામાં દંડની જોગવાઈ હોવાના કારણે જાહેર સેવકો તેમની માહિતી પુરી પાડવાની ફરજ પ્રત્યે પણ સભાન અને સંવેદનશીલ બન્યા હતા. આ કાયદો ઉપયોગ અને અમલીકરણ માટે ખુબ જ સરળ હતો. હજારો આરટીઆઇ એક્ટીવીસ્ટ એવા છે કે જેઓ અન્ય લોકોને આ કાયદા વીશે સમજ અને માહિતી આપીને નિ:શુલ્ક તેમની મદદ કરે છે. તેના કારણે માત્ર થોડા જ વર્ષોમાં આ કાયદો લોકોમાં ખુબ જાણીતો બન્યો છે અને દેશભરમાં તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. છેલ્લા પંદર વર્ષમાં અનેક કરોડ આરટીઆઇ એપ્લીકેશન કરવામાં આવી છે.

જો કે સત્તામાં રહેલા લોકો સતત આરટીઆઇનો પ્રતિકાર કરતા રહ્યા છે. એક તરફ બધા જ લોકો આ કાયદાની તરફેણમાં જોવા મળે છે પરંતુ જોવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો ઈચ્છે છે કે અન્ય લોકો પારદર્શીતા દાખવે પરંતુ તેઓ પોતે પારદર્શીતાના નીયમનું પાલન કરતા નથી. ભ્રષ્ટ લોકો સ્પષ્ટ કારણોસર આ કાયદાને ધિક્કારે છે અને જેઓ પ્રામાણીક છે તેઓ ઘમંડને કારણે તેમના નિર્ણયો અને પગલાઓને જાહેર કરવા પર નારાજગી બતાવતા હોય છે. કેન્દ્રના મોટાભાગના સેક્ટરને આરટીઆઇ હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમ છતા તેના વિરોધને કારણે આરટીઆઇને ખરાબ ચીતરવામાં આવી રહ્યો છે. વર્ષ 2011માં CBSC Vs. આદિત્ય બંદોપાધ્યાય પર સુપ્રીમ કોર્ટનુ અવલોકન અને તેમની ટીપ્પણી સોથી વધુ ધ્યાન ખેંચનારૂ અને સાંકેતિક હતું. “આ કાયદાનો દુરૂપયોગ કરવાની પરવાનગી કોઈ પણ વ્યક્તિને મળવી જોઈએ નહી. આ ઉપરાંત રાષ્ટ્રના વિકાસ અને એકતાને અવરોધવામાં અથવા નાગરીકોમાં શાંતિ અને સુલેહને ડહોળવા માટે પણ આ કાયદો સાધન બનવો જોઈએ નહી. પોતાના કાર્ય માટે પ્રામાણીક અને કટીબદ્ધ એવા ઓફિસરના દમન અને શોષણ માટે પણ આ કાયદાનો ઉપયોગ થવો જોઈએ નહી.” સુપ્રીમ કોર્ટના આ અવલોકનને કેટલાક અધિકારીઓ દ્વારા ખુશી ખુશી ટાંકવામાં આવ્યુ છે કે જેઓ હવે કાયદાનું પાલન ન કરવાને ઉચીત ઠેરવી રહ્યા છે.

બીજી તરફ મોટા ભાગના ઇન્ફર્મેશન કમિશનર કે જેઓ આ કાયદાના નિર્ણાયક એપેલેટ બોડી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ પણ સંતોષકારક રીતે કામ કરી રહ્યા નથી. આ કમિશનમાં લાંબા વર્ષોથી બીજી અપીલ ચાલી રહી હતી અને તેઓ દોષિત જાહેર સેવકો સામે શીક્ષાત્મક કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહ્યા હતા. સરકારો અને પીઆઇઓ એ વાત સમજી ગયા હતા કે તેઓ કાયદાનું પાલન નહી કરે તો પણ તેમને કોઈ ગંભીર પરીણામ ભોગવવું નહી પડે. સૌથી ખરાબ એ થઈ શકે કે કમિશન જાહેરનામુ બહાર પાડી શકે છે. જો કે આ કાયદો આ કમિશનની બહાર કોઈ અપીલની મંજૂરી આપતો નથી તેમ છતા આ નિર્ણયોને ઘણી વાર કોર્ટમાં રીટ્સના સ્વરૂપમાં પડકારવામાં આવે છે. તેથી કેટલીક મહત્વના અને વર્તમાનના મુદ્દાઓ પર નાગરીકોના મુળભૂત અધિકારોને નકારવાનું સરળ બન્યું છે. પીએમ અને તેમના ત્રણ પ્રધાનો દ્વારા ચલાવવામાં આવતા હોવાને કારણે પીએમ કેર્સ ફંડને આરટીઆઇના કાયદા હેઠળ પબ્લીક ઓથોરીટીનું માનવામાં આવે છે તેમ છતા પીએમ કેર્સ દ્વારા માહિતી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. Covidને લગતી કેટલીક માહિતી અને તેને લગતી કેટલીક ખરીદી વીશે માહિતી આપવામાં આવી ન હતી તેમજ કેટલાક કિસ્સાઓમાં એમએલએ ફંડમાંથી ખર્ચની માહિતીને પણ બ્લોક કરી દેવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન દ્વારા મોટા ભાગની પોલિટીકલ પાર્ટી પર પબ્લીક ઓથોરીટી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમણે આ નિર્ણયને કોઈ પણ અદાલતમાં પડકાર્યો નથી, પરંતુ ગેરકાયદેસર ઘમંડ દર્શાવતા કાયદાકીય હુકમનું પાલન કરવાની ના પાડી દીધી છે. કેટલાક કમિશનર અને પીઆઇઓએ કાયદાનું ખોટુ અર્થઘટન કરીને અને કાયદા અને બંધારણની અવગણના કરીને કેટલીક માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

જો કે, બીજી તરફ નાગરીકો પણ કાયદાનું કડક પાલન કરાવવા માટે મજબૂત બની રહ્યા છે. કાયદો નાગરીકોને જે શક્તિ આપે છે તેના વીશે તેઓ જાગૃત બન્યા છે અને Covidના સમયમાં પણ અલગ અલગ જૂથો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આ કાયદા વીશે ચર્ચા કરી રહ્યા હતા અને તેના વીશે જાગૃતિ ફેલાવી રહ્યા હતા. તમામ સુનાવણી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા સુનિશ્ચીત કરવા અને તમામ કેસોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા માટેની અપીલ કરતી એક પીઆઇએલ બોમ્બે હાય કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. નાગરિકોએ ઇ-પ્લેટફોર્મને ખુબ જ ઉત્સાહથી આવકાર્યુ છે અને દેશભરમાં તેઓ એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. તેનાથી નાગરીકોની સામાન્ય સમસ્યાઓ દુર થઈ શકે છે અને તેમના પ્રાથમિક અધિકારો મજબૂત બની શકે છે. તેઓ માની રહ્યા છે કે, આરટીઆઇના અવરોધથી કલમ 19(1)(a) સામે પણ અવરોધ ઉભો થઈ શકે છે અને તેના પરિણામે અભિવ્યક્તના અધિકાર અને પ્રસિદ્ધ કરવાના અધિકાર સામે પણ અવરોધ ઉભો થઈ શકે છે. ગત અઠવાડિયે સીજેઆઇ એસ.એ.બોબડેએ જણાવ્યું હતું કે, “અમારે તમને જણાવવું જોઈએ કે આજ કાલ વણીની સ્વતંત્રતાનું સૌથી વધુ શોષણ થઈ રહ્યું છે.” અહીં જ આરટીઆઇની પ્રગતિ થઈ શકે છે અથવા તેની અવગતી થઈ શકે છે.

શૈલેષ ગાંધી

ભૂતપુર્વ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.