ETV Bharat / lifestyle

Cyber Fraud In India: લાઇક્સ મેળવવા માટે ન બનો ફ્રોડનો શિકાર, ફેક એકાઉન્ટ્સથી રહો સાવધાન

author img

By

Published : Dec 17, 2021, 8:17 PM IST

જો તમે પણ સોશિયલ મીડિયાના કીડા (addicted to social media) છો અને લાઈક્સ મેળવવા માટે વિચાર કર્યા વિના સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાની આદત ધરાવો છો તો સાવધાન રહો. આ સિવાય જો તમે તમારી અંગત માહિતી પળેપળ શેર કરો છો, તો તે તમારા માટે ખતરનાક (Cyber Fraud In India) સાબિત થઈ શકે છે.

Cyber Fraud In India: લાઇક્સ મેળવવા માટે ન બનો ફ્રોડનો શિકાર, ફેક એકાઉન્ટ્સથી રહો સાવધાન
Cyber Fraud In India: લાઇક્સ મેળવવા માટે ન બનો ફ્રોડનો શિકાર, ફેક એકાઉન્ટ્સથી રહો સાવધાન

હૈદરાબાદ: સોશિયલ નેટવર્કિંગ સાથે જોડાયેલી વિવિધ પ્રકારની છેતરપિંડી (fraud on social networking sites in india) સામે આવી રહી છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે ઠગ અને બ્લેકમેલર ફેક એકાઉન્ટ બનાવીને ફેસબુક અથવા અન્ય સોશિયલ નેટવર્કિંગ યુઝર્સ (social media networking users in india) સાથે જોડાઈ રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં આ ગુનેગારો જેઓ સાયબર સ્ટોકિંગ કરે છે, આ ગુંડાઓ મહિલાઓને (cyber stalking with women) નિશાન બનાવે છે.

સાયબર અપરાધીઓથી બચવા માટે સાવચેતી રાખો

ગુના પહેલા આ ગુનેગારો તેમના પીડિતોને વારંવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. ફ્રેન્ડ લિસ્ટમાં જોડાયા પછી તેમના સ્ટેટસ પર નજર રાખે છે. ઈન્ટરનેટ મોનિટરિંગ કે રેકી કર્યા પછી તેઓ છેડતી કે પોર્નોગ્રાફીની હદ સુધી પહોંચી જાય છે. હવે જો તમે પણ ફેસબુક કે અન્ય કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એક્ટિવ છો, તો સાયબર અપરાધીઓથી બચવા માટે સાવચેતી રાખો, નહીંતર તમે અથવા તમારા પાર્ટનર પણ છેતરપિંડીનો શિકાર (victims of cybercrime in india) બની શકો છો.

35 ટકા લોકોએ જ સાયબર ફ્રોડની ફરિયાદ કરી

એક સર્વે અનુસાર, ભારતમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકો (victims of cyber fraud in india)માંથી માત્ર 35 ટકા લોકોએ જ સાયબર ફ્રોડની ફરિયાદ કરી છે. 46.7 ટકા મહિલાઓએ તો ફરિયાદ જ નથી કરી. 18.3 ટકા મહિલાઓને તો તેમની સામે આચરવામાં આવેલા સાયબર ક્રાઇમ વિશે જાણકારી જ નથી. સામાન્ય લોકો સાયબર સ્ટોકિંગ, સાયબર પોર્નોગ્રાફી અને સાયબર બુલીંગ (cyber bullying in india) જેવા શબ્દોથી પણ અજાણ છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો એકાઉન્ટની સિક્યુરિટી પર ધ્યાન રાખો

  • પબ્લિક સર્ચમાંથી પ્રોફાઇલ્સને બ્લોક કરો. ઑનલાઇન સર્ચ દ્વારા તમારી પ્રોફાઇલને સુરક્ષિત કરો.
  • સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા પછી લોગ આઉટ કરતા રહો, સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.
  • અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારશો નહીં, અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
  • તમારી સોશિયલ મીડિયાની પ્રાઇવસી (social media privacy)ને સાર્વજનિક કરતી વખતે તેને પ્રતિબંધિત સ્તરે રાખો.
  • કોઈપણ કન્ટેન્ટ, ફોટો અથવા વિડીયો ઓનલાઈન શેર કરતી વખતે સાવચેત રહો.

અંગત તસવીરો/વિડીયો વાયરલ થઈ જાય તો શું કરવું?

  • આવા કન્ટેન્ટને ઇન્ટરનેટથી હટાવરાવી શકાય છે.
  • કન્ટેન્ટ પ્લેટફોર્મ પર પ્રાઇવેસી/કૉપીરાઇટ વાયોલેશન ફોર્મ (privacy violation form) ભરી શકો છો.
  • સાયબર પીસ ફાઉન્ડેશનની હેલ્પલાઇન પર સંપર્ક કરી શકાય છે.
  • પોતાની ચિંતા helpline@cyberpeace.netને મેઇલ કરી શકો છો.
  • +919570000066 પર વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકો છો.

જો ફ્રોડનો શિકાર બની જાઓ તો શું કરવું?

  • પોતાના સર્વિસ પ્રોવાઇડરને હેલ્પ ડેસ્ક દ્વારા ફેક પ્રોફાઇલને બ્લોક કરવાની રિક્વેસ્ટ મોકલો.
  • તમામ સંપર્કોને મેઇલ અથવા મેસેજ દ્વારા ફેક પ્રોફાઇલ વિશે જણાવો અને નકલી પ્રોફાઇલને જવાબ ન આપવાની જાણકારી આપો.
  • કથિત ફેક પ્રોફાઇલનો સ્ક્રીનશોટ લો અને URL પણ સેવ કરો.
  • ત્યારબાદ સૉફ્ટ કૉપીની સાથે આની ફરિયાદ પોલીસ અને સાયબર ક્રાઇમમાં કરો.

આ પણ વાંચો: Cyber crime prevention : હવે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાયબર સિક્યુરિટીનું પણ જ્ઞાન આપવામાં આવશે

આ પણ વાંચો: Cyber Crime: સાયબર ઠગોએ ભૂતપૂર્વ ક્રિકેટરને છેતરપિંડીનો શિકાર બનાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.