2021ના માત્ર પહેલા 6 મહિનામાં જ 300 મિલિયન રેન્સમવેર હુમલાઓ નોંધાયા

author img

By

Published : Aug 3, 2021, 7:28 PM IST

રેન્સમવેર

આ વર્ષે જૂન સુધીમાં રેન્સમવેર હુમલાના લગભગ 304.7 મિલિયન કેસ નોંધાયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, UK, જર્મની, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે.

  • ​​પહેલા 6 મહિનામાં જ 304.7 મિલિયન હુમલાઓ
  • સાયબર સિક્યુરિટી ફર્મ સોનિકવોલએ 78.4 મિલિયન હુમલા નોંધ્યા
  • રેન્સમવેરથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ મોટા દેશો

સેન ફ્રાન્સિસ્કો: વૈશ્વિક સ્તરે રેન્સમવેર હુમલાઓ 2021ના ​​પહેલા 6 મહિનામાં જ વધીને 304.7 મિલિયન થઈ ગયા છે, જે 2020ના સંપૂર્ણ વર્ષના કુલ 304.6 મિલિયન હુમલાઓ કરતાં પણ વધુ છે.

એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા

સાયબર સિક્યુરિટી ફર્મ સોનિકવોલએ માત્ર જૂન 2021માં 78.4 મિલિયન રેન્સમવેર હુમલા નોંધ્યા છે. રેન્સમવેરમાં US (185 ટકા) અને UK (144 ટકા)માં દર વર્ષે મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો.

અત્યાધુનિક હુમલાખોરો વ્યૂહરચના ઘડી રહ્યા છે

સોનિકવોલના પ્રેસિડેન્ટ અને CEO બિલ કોનરે જણાવ્યું હતું કે, તાજેતરના ડેટા દર્શાવે છે કે, અત્યાધુનિક હુમલાખોરો વ્યૂહરચના ઘડી રહ્યા છે અને નાણાકીય લાભ મેળવવા અને વિવાદ ઉભા કરવા માટે રેન્સમવેર અપનાવી રહ્યા છે. સોનિકવોલ કેપ્ચર લેબ્સ દ્વારા રેકોર્ડ કરાયેલા તમામ રેન્સમવેર હુમલાઓમાં 64 ટકા હિસ્સો રિયુક, સર્બર અને સેમસમ વર્ષના પ્રથમ છ મહિનામાં ટોચના ત્રણ રેન્સમવેર ગૃપ હતા.

આ પણ વાંચો- સાયબર અટેકઃ વર્ષ 2020માં 237 'સાયબર હુમલા'થી આરોગ્ય સેવાક્ષેત્ર પર અસર પડી

અહિં થાય છે સૌથી વધુ હુમલાઓ

2021ના ​​પહેલા ભાગમાં રેન્સમવેરથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ મોટા દેશો અમેરિકા, UK, જર્મની, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ છે. કોનરે આપેલી માહિતી મુજબ રિમોટલી કામ કરવા છતાં મોટા પાયાના વ્યવસાયોને હજુ પણ ભારે જોખમોનો સામનો કરવો પડે છે. ગુનેગારો સાયબર લેન્ડસ્કેપમાં આ અનિશ્ચિતતાથી વાકેફ છે.

હુમલાખોરો થયા વધુ સતર્ક

સંસ્થાઓ જાણીતા અને અજાણ્યા બંને પ્રકારના હુમલાઓ સામે રક્ષણ માટે આધુનિક સાયબર સુરક્ષા અભિગમો તરફ આગળ વધે. ખાસ કરીને જ્યારે હુમલાખોરો વધુ રિમોટલી, મોબાઇલ મારફતે અને પહેલા કરતા વધુ અસુરક્ષિત રીતે કામ કરી રહ્યા છે. વૈશ્વિક ડેટામાં સ્પાઇક્સ અનુસાર, સંશોધકોએ સરકાર (917 ટકા), શિક્ષણ (615 ટકા), હેલ્થકેર (594 ટકા) અને છૂટક (264 ટકા) સંસ્થાઓ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં ભયજનક રેન્સમવેર સ્પાઇક્સ જોવા મળ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.