ETV Bharat / jagte-raho

બાબરાના નીલવડા ગામે પતિએ કરી પત્નીની હત્યા

author img

By

Published : May 24, 2020, 9:05 AM IST

અમરેલીના નિલવડા ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Husband kills wife in Nilwada
પતિએ કરી પત્નીની હત્યા

અમરેલી: બાબરા તાલુકાના નિલવાડા ગામે પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. નિલવાડા ગામના એક ખેતરમાં આ ખુની ખેલ ખેલાયો હતો. પતિએ તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, ત્યાર બાદ પતિએ ઝેરી દવા પી લીઘી હતી.

આત્મહત્યાની કોશિશ કરતા પતિ ઘુઘભાઈ સકરિયાને અમરેલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે હજૂ અકબંધ છે. આ ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.