ETV Bharat / international

હમાસ સાથે યુદ્ધવિરામ સમાપ્ત થતાં ગાઝા પર ઈઝરાયલી હુમલો ફરી શરુ, 175 લોકો માર્યા ગયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 10:21 AM IST

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયા બાદ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલા દરમિયાન ઓછામાં ઓછા 178 લોકો માર્યા ગયા હોવાની માહિતી સામે આવી છે. સામે પક્ષે ગાઝામાં આતંકવાદીઓએ પણ ઇઝરાયલ પર રોકેટ છોડવાનું ફરી શરૂ કર્યું છે. US એ ઇઝરાયલને પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષા માટે વધુ કરવા અનુરોધ કર્યો હતો. જ્યારે મધ્યસ્થી કતારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરી યુદ્ધવિરામ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત

ગાઝા પટ્ટી : એક અઠવાડિયા સુધી ચાલેલું યુદ્ધવિરામ ગતરોજ પૂર્ણ થતા ગાઝા પટ્ટીમાં ફરી ઈઝરાયલનો હુમલો શરૂ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 178 લોકો માર્યા ગયા હોવાનું ત્યાંના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. જ્યારે ઈઝરાયલે કહ્યું કે તેણે હમાસના 200 થી વધુ લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો.

યુદ્ધવિરામ સમાપ્ત : સામા પક્ષે ગાઝામાં આતંકવાદીઓએ ઇઝરાયલમાં ફરી રોકેટ છોડવાનું શરૂ કર્યું છે અને લેબનોન સાથેની ઉત્તરીય સરહદે કાર્યરત હિઝબુલ્લાહના આતંકવાદીઓ અને ઇઝરાયલ વચ્ચે લડાઈ શરૂ થઈ છે. મધ્યસ્થી કતારે જણાવ્યું હતું કે, યુદ્ધવિરામના નવીકરણ માટે પ્રયાસો ચાલુ છે. ઈઝરાયલે ગાઝામાં મોટાભાગની સૈન્ય ગતિવિધિઓને સ્થગિત કરી દીધી હતી. ઉપરાંત આતંકવાદીઓ દ્વારા બંધક બનાવેલા 100 થી વધુ લોકોને મુક્ત કરવાના બદલામાં 300 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા હતા. ઇઝરાયલનું કહેવું છે કે 115 પુરૂષો, 20 મહિલાઓ અને 2 બાળકો હજુ પણ કેદમાં છે.

ઈઝરાયલી હુમલા : ઇઝરાયલી બોમ્બમારો અને મેદાની હુમલામાં છેલ્લા અઠવાડિયાથી ગાઝાના 2.3 મિલિયન રહેવાસીઓમાંથી ત્રણ ચતુર્થાંશ કરતાં વધુ લોકો બેઘર થયા છે. જેના કારણે માનવીય કટોકટી ઉભી થતા ખોરાક, પાણી અને અન્ય પુરવઠાની વ્યાપક અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

મૃત્યુઆંક વધ્યો : હમાસ શાસિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર યુદ્ધવિરામ શરૂ થયો ત્યાં સુધીમાં 13,300 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. જેમાંથી લગભગ બે તૃતીયાંશ મહિલા અને સગીર બાળકો હતા. જોકે, મૃત્યુઆંક ઘણો વધુ હોવાની શક્યતા છે. લગભગ 1,200 ઇઝરાયલીઓ માર્યા ગયા છે, જેમાં મોટાભાગના મોત 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા દરમિયાન થયા હતા. આ હુમલાને યુદ્ધ માટે કારણભૂત માનવામાં આવે છે.

અમેરિકાની અપીલ : એક દિવસ અગાઉ US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકને ઇઝરાયલી અધિકારીઓને પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષા કરવા માટે અનુરોધ કર્યો હતો. જોકે, તે સ્પષ્ટ નથી કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયલના સૌથી મહત્વપૂર્ણ સાથી US ની અપીલ પર કેટલી હદ સુધી ધ્યાન આપશે.

ઈઝરાયલ સૈન્યની કાર્યવાહી : US ની અપીલના જવાબમાં ઇઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટીને સેંકડો નંબરવાળા, આડેધડ રીતે દોરેલા પાર્સલમાં વિભાજિત કરતો ઓનલાઈન નકશો બહાર પાડ્યો છે. જેમાં રહેવાસીઓને સંભવિત સ્થળાંતરના કિસ્સામાં તેમના સ્થાન પર જવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, નકશામાં સ્થળાંતર માટે સલામત વિસ્તારો સૂચવવામાં આવ્યા નથી અને તે સ્પષ્ટ નથી કે પેલેસ્ટિનિયનો તેને કેટલી સરળતાથી સમજી શકે છે.

  1. પોપ ફ્રાંસિસે ઈઝરાયલ રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી, ગાઝા યુદ્ધ મુદ્દે શોક વ્યક્ત કર્યો
  2. ઈઝરાયલ હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ ચાર દિવસથી વધુ ચાલે તેવી આશા છેઃ જો બાઈડેન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.