ETV Bharat / international

India Canada Issue: નિજ્જર હત્યા મુદ્દે કેનેડાના વડાપ્રધાનના નિવેદનનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, દિગ્ગજ કેનેડીયન રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 12:05 PM IST

ભારત સરકારે ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જર હત્યા મુદ્દે કેનેડાને આપ્યો છે જડબાતોડ જવાબ. વાંચો નિજ્જરની હત્યા મુદ્દે ભારતે અપનાવેલા કડક વલણ વિશે વિસ્તારપૂર્વક

કેનેડાના વડાપ્રધાનના નિવેદન પર ભારતની તીખી પ્રતિક્રિયા
કેનેડાના વડાપ્રધાનના નિવેદન પર ભારતની તીખી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત આકરાપાણીએ થયું છે. ભારતે કેનેડા સરકારને પહેલા રજૂઆતો કરી કોઈ પરિણામ ન આવતા કેનેડાના વરિષ્ઠ રાજદ્વારી (સીનિયર ડેલિગેટ)ને ભારતમાંથી બહાર જતા રહેવાનું ફરમાન કર્યુ છે. તેમજ ભારત છોડવા માટે પાંચ દિવસની મુદત આપવામાં આવી છે. ભારત સરકારે નિજ્જર હત્યા સંદર્ભે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને અમાન્ય ઠેરવ્યા છે.

  • MEA says, "The High Commissioner of Canada to India was summoned today and informed about the decision of the Government of India to expel a senior Canadian diplomat based in India. The concerned diplomat has been asked to leave India within the next five days. The decision… pic.twitter.com/E3Uf9HVQLN

    — ANI (@ANI) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાંચ દિવસની મુદત અપાઈઃ વિદેશ મંત્રાલયે આધિકારીક નિવેદનમાં જણાવ્યું કે, નિજ્જર હત્યા મુદ્દે કેનેડાના વડાપ્રધાન અને વિદેશ પ્રધાન જે આરોપો કરી રહ્યા છે તે સદંતર ગેરવ્યાજબી છે. તેમજ વિદેશ મંત્રાલયનું નિવેદન છે કે ભારત સરકારે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારી (સીનિયર ડેલિગેટ)ને ભારત છોડવા માટે આદેશ કર્યો છે. ભારત છોડવા માટે આ અધિકારીને પાંચ દિવસની મહેતલ આપવામાં આવી છે.

કેનેડા વડાપ્રધાનનો પાયાવિહોણો દાવોઃ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં કેનેડાના સહયોગ પર ભારત સરકાર અત્યંત ચિંતિત છે. તેથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ખાલિસ્તાની પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો દાવો કર્યો અને ભારતના એક વરિષ્ઠ રાજદ્વારીને ભારત જવાનો આદેશ કર્યો હતો. આ મુદ્દે કેનેડા સ્થિત કાર્લટન યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદેશ નીતિના વિશેષજ્ઞ વિવેક દેહજિયા જણાવે છે કે, આ એક કેનેડા પ્રમુખનો એક વાહિયાત ફેંસલો છે જે એક બોમ સમાન છે. હું આ સમાચારથી આશ્ચર્ય ચકિત અને સ્તબ્ધ છું.

  • #WATCH | Ottawa, Canada | On Canada expelling an Indian diplomat after PM Trudeau claims Indian hand in the killing of Khalistani Hardeep Singh Nijjar, Canada-based professor of Carleton University and foreign policy expert Vivek Dehejia says, "I was absolutely flabbergasted and… pic.twitter.com/A0XfUjZrWP

    — ANI (@ANI) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતનો જડબાતોડ જવાબઃ વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર કેનેડામાં થયેલ કોઈ પણ હિંસાત્મક ઘટનામાં ભારત સરકાર સીધી કે આડકતરી રીતે સંકળાયેલી નથી. કેનેડાના વડાપ્રધાને ભારત વડાપ્રધાન પર લગાવેલા આરોપો પાયાવિહોણા છે. ભારત એક લોકશાહી દેશ છે. જે કાયદા વ્યવસ્થાની જાળવણી માટે કટિબદ્ધ છે.

કેનેડા સરકાર ગુનેગારો પર કડક કાર્યવાહી કરેઃ કેનેડામાં હત્યા, હ્યુમન ટ્રાફિકિંગ અને સિન્ડીકેટ ક્રાઈમ સહિત અનેક ગતિવિધિઓ વારંવાર થતી જોવા મળે છે. ભારત સરકારને આ ગતિવિધિ સાથે સાંકળવી એ મુર્ખતા છે. અમે કેનેડા સરકારને ભારત વિરોધી તત્વો વિરૂદ્ધ કડક કાયદાકીય પ્રક્રિયા કરવાનો આગ્રહ કરીએ છીએ.

18 જૂને નિજ્જરની હત્યા થઈ હતીઃ મીડિયા રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિને ખાલિસ્તાની પ્રમુખ નિજ્જર પર થયેલા ભયાનક ગોળીબાર પાછળ ભારત સરકારનો હાથ હોવાનું જણાવ્યું છે. ટ્રુડો કહે છે કે ભારતીય એજન્ટોએ કેનેડાના નાગરિકની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. 18 જૂને કેનેડા સ્થિત એક ગુરૂદ્વારાની બહાર પાર્કિંગમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. નિજ્જર પંજાબના જલંધરના ભારસિંહપુર ગામનો રહેવાસી છે. નિજ્જર કેનેડામાં રહેતો હતો. એનઆઈએ દ્વારા નિજ્જરને વોન્ટેડ જાહેર કરાયો હતો.

  1. Bhavnagar News: કેનેડાના ટોરેન્ટોમાં સિદસરના યુવાનનું રહસ્મય મોત, મહિલાઓએ અંતિમયાત્રામાં આપી કાંધ
  2. ભારત-કેનેડાના પ્રવાસીઓ માટે સારા સમાચાર, સોમવારથી સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.