ETV Bharat / international

20 વર્ષની લાંબી લડત પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન, રાષ્ટ્રપતિ ભવન પર કરાયો કબજો

author img

By

Published : Aug 16, 2021, 12:53 PM IST

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ આતંક મચાવ્યો છે. તાલિબાનો એક એક કરીને તમામ જગ્યા પોતાની હેઠળ લઈ લે છે. ત્યારે હવે તાલિબાનોએ કાબૂલમાં આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan of Afghanistan) પર કબજો કરી લીધો છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન (Afghanistan) પર પોતાના કબજાની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનથી કરવામાં આવે તેવી શક્યતા છે. તો અમેરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનથી પોતાના લોકોને કાઢવાની વચ્ચે કાબૂલમાં અમેરિકી દૂતાવાસથી અમેરિકાનો ઝંડો ઉતારી લેવાયો છે.

20 વર્ષની લાંબી લડત પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન, રાષ્ટ્રપતિ ભવન પર કરાયો કબજો
20 વર્ષની લાંબી લડત પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન, રાષ્ટ્રપતિ ભવન પર કરાયો કબજો

  • તાલિબાનોએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન (President Palace) પર કર્યો કબજો
  • અમેરિકા અફઘાનિસ્તાન (Afghanistan)થી પોતાના લોકોને બહાર કાઢી રહ્યું છે
  • કાબૂલમાં અમેરિકી દૂતાવાસ (US Embassy)થી અમેરિકાનો ઝંડો (American Flag) ઉતારી લેવાયો

કાબૂલઃ અલ-જજિરા ન્યૂઝ નેટવર્ક પર પ્રસારિત વીડિયો ફૂટેજ અનુસાર, કાબૂલમાં આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર હવે તાલિબાનોએ કબજો કરી લીધો છે. ફૂટેજમાં તાલિબાનોનું એક મોટો સમૂહ રાષ્ટ્રપતિ ભવનની અંદર જતા જોવા મળી રહ્યો છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજાની જાહેરાત પણ રાષ્ટ્રપતિ ભવન (President House)થી થાય તેવી શક્યતા છે અને દેશને ફરીથી 'ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન'નું (Islamic Emirate of Afghanistan) નામ આપવાની શક્યતા છે. તો 20 વર્ષની લાંબી લડાઈ પછી અમેરિકી સેનાના અફઘાનિસ્તાનથી નીકળવાના કેટલાક દિવસની અંદર જ તાલિબાને સમગ્ર દેશ પર કબજો કરી લીધો છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે UNSCની ઈમરજન્સી બેઠક, ભારતની અધ્યક્ષતામાં આ બીજી બેઠક

અમેરિકી દૂતાવાસથી અમેરિકાનો ઝંડો ઉતારી લેવાયો

અમેરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનથી પોતાના લોકોને કાઢવાની વચ્ચે કાબૂલમાં અમેરિકી દૂતાવાસથી અમેરિકી ઝંડાને પણ ઉતારી લેવાયો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, દૂતાવાસથી લગભગ તમામ અધિકારીઓને શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચાડી દેવાયા છે, જ્યાં હજારો અમેરિકી તથા અન્ય લોકો વિમાનની રાહ જોઈ રહ્યા છે. અધિકારીએ કહ્યું હતું કે, અમેરિકી ઝંડો દૂતાવાસના અધિકારીઓમાંથી એકની પાસે છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાથી સ્તબ્ધ બાઇડન પ્રશાસન, ટ્રમ્પે બતાવ્યું સૌથી મોટી હાર

છેલ્લા 2 સપ્તાહમાં 2,000 લોકો કાબૂલથી અમેરિકા પહોંચ્યા

રવિવારે રાત્રે વિદેશ મંત્રાલય અને પેન્ટાગને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, કાબૂલ એરપોર્ટથી લોકોની સુરક્ષિત પ્રસ્થાન માટે આ પગલું ભર્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 2 દિવસમાં અમેરિકાના 6,000 સુરક્ષાકર્મીઓ ત્યાં હાજર રહેશે અને તેઓ એર ટ્રાફિક નિયંત્રણ પોતાના કબજામાં લઈ લેશે. છેલ્લા 2 સપ્તાહમાં ખાસ કરીને વિઝાધારક 2,000 લોકો કાબૂલથી અમેરિકા પહોંચી ચૂક્યા છે.

અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ચર્ચા કરવા UNSCની ઈમરજન્સી બેઠક

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે, જેમાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પરિષદને જાણકારી આપશે. આ પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં અફઘાનિસ્તાન પર બીજી બેઠક યોજી છે. એસ્ટોનિયા અને નોર્વેના આ તાત્કાલિક સત્રનો અનુરોધ કર્યો છે. આ વક્તવ્યમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, મહાસચિવ અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદની ખૂલ્લી બેઠકને પણ સંબોધિત કરશે. સમાચાર એજન્સીઓ અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એસ્ટાનિયા અને નોર્વેના અનુરોધ પર અફઘાનિસ્તાનની સ્થિતિ પર સોમવારે ઈમરજન્સી બેઠક કરશે.

તાલિબાનોને આવતા જોઈ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રવિવારે દેશ છોડી દીધો

ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે કાબૂલ પર તાલિબાનોને આવતા જોઈ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો. તો દેશવાસીઓ અને વિદેશી પણ યુદ્ધગ્રસ્ત દેશથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, કાબૂલ એપોર્ટથી કોમર્શિયલ ફ્લાઈટ્સ બંધ થવાના કારણે લોકોના આ પ્રયાસને ઝટકો લાગ્યો છે.

કાબૂલમાં પોતાના દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢી રહ્યું છે અમેરિકા

તો અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કનના જણાવ્યાનુસાર, અમેરિકા કાબૂલમાં આવેલા પોતાના દૂતાવાસથી થોડા કર્મચારીઓને વ્યવસ્થિત રીતે બહાર કાઢી રહ્યું છે. જોકે, તેમણે ઉતાવળમાં અમેરિકાને ત્યાંથી નીકાળવાના આરોપને મહત્ત્વ ન આપતા કહ્યું હતું કે, આ વિયેતનામનું પુનરાવર્તન નથી. તો બ્લિન્કને એક ચેનલને કહ્યું હતું કે, અમારા લોકો પરિસને છોડી રહ્યા છે અને એરપોર્ટ જઈ રહ્યા છે.

અમેરિકા દૂતાવાસના કર્મચારીઓ દસ્તાવેજ અને અન્ય સામગ્રીનો કરી રહ્યા છે નાશ

આ સાથે જ અમેરિકાના વિદેશ પ્રધાને આ વાતની પુષ્ટિ પણ કરી હતી કે, અમેરિકી દૂતાવાસના કર્મચારીઓ પરિસર ખાલી કર્યા પહેલા દસ્તાવેજ અને અન્ય સામગ્રીનો નાશ કરી રહ્યા છે, પરંતુ તેમણે ભાર આપતા કહ્યું હતું કે, આ ખૂબ જ સમજીવિચારીને અને સુનિયોજિત રીતે કરવામાં આવી રહ્યું છે. આ બધું અમેરિકી બળોની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે, જે ત્યાં અમારી સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે. કાબૂલમાં આવેલું અમેરિકી દૂતાવાસ ખાલી કરવાના ક્રમમાં રવિવારે પરિસરથી સૈન્ય હેલિકોપ્ટર સતત ઉડાન ભરી રહ્યુું છે.

લોકોએ ATM મશીનની બહાર લગાવી લાંબી લાઈન

નાગરિકો એ ભયથી દેશ છોડવા માગે છે કે, તાબિલાન તે ક્રુર શાસનને ફરી લાગુ કરી શકે છે, જેમાં મહિલાઓના અધિકાર ખતમ થઈ જશે. નાગરિક પોતાના જીવનભરની બચતને કાઢવા માટે ATM મશીનોની બહાર લાઈન લગાવીને ઉભા છે. તો કાબૂલમાં વધુ સુરક્ષિત માહોલ માટે દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં પોતાના ઘરોને છોડીને આવેલા હજારોની સંખ્યામાં સામાન્ય લોકો સમગ્ર શહેરમાં ઉદ્યાનો અને ખૂલ્લા સ્થાનોમાં શરણ લેતા જોવા મળી રહ્યા છે.

અમેરિકાએ 2 દાયકામાં અફઘાનિસ્તાનના સુરક્ષા બળોને તૈયાર કરવામાં અબજો ડોલર ખર્ચ્યા પણ વ્યર્થ ગયા

અફઘાનિસ્તાનમાં લગભગ 2 દાયકામાં સુરક્ષા બળોને તૈયાર કરવા માટે અમેરિકા અને નાટો દ્વારા અબજો ડોલર ખર્ચ કર્યા પછી પણ તાલિબાને આશ્ચર્યજનક રીતે એક સપ્તાહમાં લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. થોડા દિવસ પહેલા એક અમેરિકી સૈન્ય મૂલ્યાંકને અનુમાન લગાવ્યું હતું કે, રાજધાનીને તાલિબાનના દબાણમાં આવતા એક મહિનો લાગશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.