ETV Bharat / international

કોરોના સામેની લડાઈમાં ઇટાલીએ કરેલી ભૂલોમાંથી લેવા જેવા બોધપાઠ

author img

By

Published : Apr 2, 2020, 8:07 PM IST

ઇટાલીએ કોરોના વાઇરસનો ફેલાતો રોકવામાં જે ભૂલો કરી તેમાંથી દુનિયાભરના દેશો 4 બોધપાઠ લઈ શકે છે. ઇટાલીના કારણે દુનિયાભરના દેશો ભૂલોમાંથી બચી શકે છે, જો કાળજી લેવામાં આવે તો.

ETV BHARAT
કોરોના સામેની લડાઈમાં ઇટાલીએ કરેલી ભૂલોમાંથી લેવા જેવા બોધપાઠ

ન્યૂઝ ડેસ્કઃ ઇટાલીએ કોરોના વાઇરસનો ફેલાતો રોકવામાં જે ભૂલો કરી તેમાંથી દુનિયાભરના દેશો 4 બોધપાઠ લઈ શકે છે. ઇટાલીના કારણે દુનિયાભરના દેશો ભૂલોમાંથી બચી શકે છે, જો કાળજી લેવામાં આવે તો.

માન્યતાઓમાંથી બહાર નીકળવું પડે

સૌ પ્રથમ તો સ્થિતિની ગંભીરતાને સ્વીકારવી પડે. કોરોના વાઇરસ ચૂપચાપ ફેલાઇ છે, કેમ કે જેમને ચેપ લાગ્યો હોય તેમનામાં ઘણા દિવસો સુધી બીમારીના લક્ષણો દેખાતા નથી. એક કે બે અઠવાડિયા પછી બીમારી દેખાવા લાગે છે. ઇટાલીના નેતાઓએ આ બાબતને ધ્યાનમાં નહોતી લીધી કે ચેપ લાગ્યા પછી બીમારી ફેલાવામાં ઘણો સમયગાળો રહેતો હોય છે.

કટોકટીભરી સ્થિતિ છે તેવી જાહેરાત કરવાની વાતને જનતા અને રાજકીય નેતાઓએ નકારી કાઢી હતી. એક કિસ્સામાં રાજકારણીઓનું એક જૂથ એક બીજા સાથે હેન્ડશેક કરી રહ્યું જણાતું હતું. Covid-19ની બીમારીની જાણ થઈ ગયા પછી પણ આવું જોખમ લેવામાં આવી રહ્યું હતું. એક અઠવાડિયા બાદ તેમાંના એક રાજકારણીને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.

આવા પ્રકારનું જોખમ સીધી લીટીમાં ગતિ કરતું નથી. એટલે કે, તે નાના પાયે શરૂ થાય છે, પણ પછી ગુણાકારની ઝડપે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. પ્રવર્તમાન સમયે કેવી રીતે ચેપ ફેલાઇ રહ્યો હશે તે જાણવું મુશ્કેલ હોય છે, તેથી તેનો સામનો કરવો વધારે વિકટ બને છે.

બહુ પ્રારંભના સમયમાં, જ્યારે જોખમ ઓછું લાગતું હોય ત્યારે જ કડક પગલાં લેવામાં આવે તો જ સ્થિતિ કાબૂમાં રહે છે. જોખમ આવે તે પહેલાં આગોતરી તૈયારી તેનાથીય વધારે સારી. આવી રીતે આગોતરા પગલાંથી ફાયદો થાય છે, પણ પછી પાછળથી એવું લાગે કે ખોટી રીતે કડક પગલાં લેવાયાં હતા. તેના કારણે પણ નેતાઓ કડક પગલાં માટે અચકાતા હોય છે.

કોરોના સામે અડધીપડધી લડત ના ચાલે

કોરોનાને કાબૂમાં રાખવાના પ્રારંભના પ્રયાસો ઇટાલીમાં મર્યાદિત હતા. સમસ્યા વધતી ગઈ તે પ્રમાણે કાર્યવાહી વધારવામાં આવી હતી.

ઇટાલીએ નિશ્ચિત વિસ્તારમાં જ કાર્યવાહીની વ્યૂહરચના અપનાવી હતી: જે વિસ્તારમાં વધારે ચેપ ફેલાયો હોય તેને 'રેડ ઝોન' જાહેર કરીને કામગીરી કરાઇ. રેડ ઝોનમાં જરૂર પ્રમાણે લૉકડાઉનની સ્થિતિ વધારાતી ગઈ. આ રીતે કામગીરીથી કોઈ ફાયદો ના દેખાયો, તે પછી જ સમગ્ર દેશમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

આ રીતે મર્યાદિત વિસ્તારમાં જ કામગીરીને કારણે સ્થિતિ ઉલટાની બગડી શકી હોત. કેમ કે કોરોના વાઇરસ ચૂપચાપ ફેલાઇ છે. કેટલાક કેસ થયા, કેટલા મોત થયા તે આંકડાંથી કેટલો વ્યાપક ચેપ થયો હશે તેનો અંદાજ આવતો નથી.

આંશિક લૉકડાઉન દાખલ કરવામાં આવ્યો તે પછી લોકો લૉકડાઉન ના હોય તેવા વિસ્તારોમાં જવા લાગ્યા. કદાચ તેના જ કારણે ચેપ વધુ વિસ્તારમાં ફેલાયો હશે તેમ હાર્વર્ડના સંશોધકોનું માનવું છે. પસંદગીના વિસ્તારમાં જ કામગીરીને કારણે ચેપને ફેલાવોનો સમય મળી ગયો હતો. કેટલાક વિસ્તારમાં પ્રારંભમાં સંચારબંધી કરાઇ, પણ બીજા વિસ્તારોને બાકાત રખાયા હતા.

ઉત્તર ઇટાલીમાં સંચારબંધી દાખલ કરાઇ ત્યારે ત્યાંથી લોકો મોટા પ્રમાણમાં નીકળીને દક્ષિણ ઇટાલીમાં જવા લાગ્યા. તેના કારણે તે વિસ્તારમાં ચેપ નહોતો ત્યાં પણ પહોંચ્યો. ઇટાલીનો અનુભવ દર્શાવે છે કે સંચારબંધી એક સાથે કરવામાં ના આવે તો સમસ્યા વકરે જ છે.

ચેપને કાબૂમાં રાખવાની પદ્ધતિમાંથી શીખ

હાર્વર્ડના નિષ્ણાતોએ ઇટાલીનો અભ્યાસ કર્યો કેમ કે તેણે પ્રારંભમાં વાયરસ સામે કામગીરી કરી નહોતી. તેની સામે દક્ષિણ કોરિયા અને તાઇવાને પ્રારંભથી જ તેનો સામનો કરવા માટે તૈયારીઓ કરી લીધી હતી.
એક કારણ એ કે, અમેરિકા અને યુરોપના દેશોએ ચેપ ફેલાતો રોકવાના પ્રયાસો શરૂ કર્યા, ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. ત્યાં સુધીમાં ચેપ ફેલાઇ ગયો હતો. આ બાબતમાં ઇટાલી અને અમેરિકા સરખા ઉતર્યા છે, જ્યારે એશિયાના દેશોમાં સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. ચીનમાં પણ હવે નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.

જો કે, ઇટાલીની કેટલીક પદ્ધતિ કારગર સાબિત થઈ છે તે બીજા દેશોએ શીખવા જેવી છે. લોમ્બાર્દી અને વેનેતો બે પડોશી પ્રાંતોએ જુદો જુદો અભિગમ લીધો હતો. બન્નેમાં પરિણામો પણ જુદા જુદા આવ્યાં. વેનેતોમાં ચેપને કાબૂમાં રાખી શકાયો, જ્યારે બોમ્બાર્દીમાં તે બેકાબૂ બન્યો હતો.

લોમ્બાર્દીમાં એક કરોડની વસ્તી છે, જ્યાં 35,000 કેસો Covid-19ના થયા હતા અને તેમાંથી 5,000 જેટલા દર્દીઓના મોત થયા છે. વેનેતામાં 50 લાખની વસ્તી છે, પણ ત્યાં માત્ર 7,000 કેસો થયા અને 300 જેટલા દર્દીઓના મોત થયા.

વેનેતો પ્રાંતમાં કોરોનાને કાબૂમાં લેવા માટેઃ

  • વ્યાપક ટેસ્ટ કરાયાઃ બીમારીના લક્ષણ હોય તેને અને બીમારીના લક્ષણો ના દેખાતા હોય તેવા લોકોના પણ ટેસ્ટ વધુમાં વધુ કરવામાં આવ્યા.
  • ચેપ ફેલાવાની દીર્ધ તપાસ: કોઈનો ટેસ્ટ પોઝિટિવ આવે એટલે તરત જ તેમની સાથે રહેતા, આસપાસના, તેમના સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરી લેવાતા હતા. ટેસ્ટમાં વિલંબ થાય તેમ હોય ત્યારે તે સૌને અલગ રહેવાનું, સેલ્ફ-ક્વોરેન્ટાઇન કરવાનું જણાવાતું હતું.
  • ઘરે જ નિદાન અને સારવાર: તબીબી સ્ટાફ સામેથી લોકોના ઘરે જઈને શંકાસ્પદ કેસની ચકાસણી કરતા હતા. ટેસ્ટ માટેના નમૂના પણ ઘરેથી જ લેવાતા હતા. તે રીતે તેઓ બીજાને ચેપ ના લગાવે કે બહાર નીકળીને પોતે પણ ભોગ ના બને.
  • તબીબી સ્ટાફ અને અન્યોની કાળજી: ડૉક્ટર્સ, નર્સીઝ, નર્સિંગ હોમનો સ્ટાફ, કરિયાણા અને દવાની દુકાનના માણસોની પણ નિયમિત દેખરેખ રખાતી હતી. તેમને જરૂર પ્રમાણમાં બચાવ માટેના ઉપકરણો અપાતા હતા.

લોમ્બાર્દીમાં નિષ્ફળતાના કારણો

  • આ બધી જ બાબતોમાં લોમ્બાર્દીમાં ઢીલાશ કરવામાં આવી હતી. ટેસ્ટિંગ, સામે ચાલીને ચેપ ફેલાવાની શક્યતા હોય ત્યાં તપાસ અને કાળજી, તબીબી સ્ટાફ તથા બીજા માણસોની સતત દેખરેક - તમામ મોરચે બેકાળજી રખાઈ હતી.
  • લોમ્બાર્દીમાં હોસ્પિટલો ઉભરાવા લાગી હતી, જ્યારે વેનેતોમાં પ્રમાણમાં રાબેતા મુજબની સ્થિતિ રહી હતી.
  • આ રીતે જુદા જુદા પ્રાંતોમાં અલગ અલગ અસરો દેખાતી હતી તેનો અભ્યાસ કરવાની જરૂર હતી. વેનેતોમાં મળી રહેલી સફળતાનો અભ્યાસ કરીને તેને બીજા પ્રાંતોમાં પણ અમલમાં મૂકવાની જરૂર હતી.

લાંબા સમય માટેની તૈયારી

હાર્વર્ડ સંશોધકોએ પૂરતા પ્રમાણમાં માહિતી અને આંકડાં મળી રહે તેની ઉપયોગી પણ દર્શાવી હતી. ઇટાલીમાં પ્રારંભમાં કયા વિસ્તારમાં શું સ્થિતિ છે તેની માહિતી અને આંકડાંનું પણ સંકલન થયું નહોતું.

કેટલા ટેસ્ટ થયા, કેટલા દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરાયા તેની માહિતી સાથે અંદાજ મૂકી શકાય. અંદાજના આધારે આગામી દિવસોમાં ચેપ વધે ત્યારે કેવી રીતે કાબૂમાં લઈ શકાય તેની તૈયારીઓ થઈ શકે. આમાંથી આપણા દેશમાં કેટલાનો અમલ થઈ રહ્યો છે તેની ચિંતા નીતિનિર્ણયકો, પત્રકારો અને તબીબી વ્યવસાયીઓને પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.