ETV Bharat / international

કાબુલમાં આતંકી હુમલો: બકરીઇદની નમાઝ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી હુમલો

author img

By

Published : Jul 20, 2021, 1:55 PM IST

કાબુલમાં બકરી ઇદની નમાઝ દરમિયાન રોકેટથી હુમલો થયાની ખબર છે. આ વિસ્ફોટ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પાસે થયો હતો.

રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી હુમલો
રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી હુમલો

  • કાબુલમાં બકરીઇદની નમાઝ દરમિયાન રોકેટ હુમલો
  • ત્રણ રોકેટથી હુમલો થયાના ખબર મળ્યા
  • વિસ્ફોટ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પાસે થયો

કાબુલ (અફઘાનિસ્તાન) : રાજધાની કાબુલમાં બકરી ઇદની નમાઝ દરમિયાન રોકેટ હુમલો થયો હતો. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ અશરફ ગની આજે જે દરમિયાન ઈદની નમાઝ અદા કરી રહ્યા હતા. તે દરમિયાન રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી હુમલો થયો હતો. એક પછી એક ત્રણ રોકેટ ચલાવવામાં આવ્યા હોવાની ખબર છે.

આ પણ વાંચો : કાબુલ સ્કૂલ વિસ્ફોટમાં મૃત્યુઆંક 53 પર પહોંચ્યો

રાષ્ટ્રપતિ અને તેમના સાથીઓ પ્રાર્થના કરવા માટે ભેગા થયા હતા

રાષ્ટ્રપતિ ગની તેમના સાથીઓ સાથે રાષ્ટ્રપતિ ભવનના સંકુલમાં પ્રાર્થના કરવા માટે ભેગા થયા હતા. તે જ સમયે રાષ્ટ્રપતિ ભવન પાસે કેટલાક રોકેટ આવી પડ્યા હતા. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ ગનીએ પ્રાર્થનાઓ કરવાનું ચાલુ રાખ્યું અને તેમના ચહેરા પર કોઈ ભય દેખાઇ ન હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી 4 દેશી બનાવટના બૉમ્બ સાથે આરોપી ઝડપાયો

પરવાન-એ-સે વિસ્તારથી રોકેટ ચલાવાયા

આ હુમલાથી થયેલા નુકસાન અંગે હજી સુધી જાણકારી મળી નથી. અફઘાનિસ્તાનના ટોલોન્યૂઝના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવાન-એ-સે વિસ્તારથી રોકેટ ચલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.