ETV Bharat / international

ભારતીય યુદ્ધ જહાજ INS કોચ્ચીએ સાઉદી અરબની સાથે પહેલા સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો

author img

By

Published : Aug 11, 2021, 9:17 AM IST

ભારતીય નૌસેનાનું યુદ્ધ જહાજ INS કોચ્ચી સાઉદી અરબની સાથે પહેલા સૈન્ય અભ્યાસ (Military exercises)માં ભાગ લઈ રહ્યા છે. રિયાધમાં ભારતીય દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, બંને દેશની વચ્ચે પેહલા નૌસૈનિક અભ્યાસ 'અલ-મોહદ અલ-હિન્દી 2021' (Al-Mohad Al Hindi 2021)ના બંદરગાહ તબક્કાની શરૂઆત સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો (Bilateral defense relations)માં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે.

ભારતીય યુદ્ધ જહાજ INS કોચ્ચીએ સાઉદી અરબની સાથે પહેલા સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો
ભારતીય યુદ્ધ જહાજ INS કોચ્ચીએ સાઉદી અરબની સાથે પહેલા સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો

  • ભારતીય નૌસેનાનું યુદ્ધ જહાજ INS કોચ્ચી સાઉદી અરબની સાથે પહેલા સૈન્ય અભ્યાસ (Military exercises)માં ભાગ લઈ રહ્યા છે
  • બંને દેશની વચ્ચે પહેલા નૌસૈનિક અભ્યાસ (Military exercises) 'અલ-મોહદ અલ હિન્દી 2021'ના બંદરગાહ તબક્કાની શરૂઆત થઈ
  • આ અભ્યાસના કારણે બંને દેશ વચ્ચે ગાઢ થતા સંરક્ષણ સંબંધોની એક ઝલક જોવા મળી હતી

રિયાધઃ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ INS કોચ્ચીએ સાઉદી અરબની સાથે પહેલા સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો છે, જેનાથી ખાડી વિસ્તારમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમો વચ્ચે બંને દેશના ગાઢ થતા સંરક્ષણ સંબંધોની એક ઝલક જોવા મળી હતી.

આ પણ વાંચો-ભારતીય નૌસેનાએ બતાવી તાકાત શક્તિશાળી એન્ટી શિપ મિસાઇલથી ડૂબાડ્યું શિપ, જૂઓ વીડિયો

ભારતીય દૂતાવાસે આપી માહિતી

રિયાધમાં ભારતીય દૂતાવાસ (Indian Embassy) તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, સોમવારે શરૂ થયેલા 'અલ-મોહદ અલ-હિન્દી 2021'ના (Al-Mohad Al Hindi 2021) અભ્યાસમાં 2 મિત્ર નૌસેનાઓ વચ્ચે અનેક તટીય અને સમુદ્ર આધારિત અભ્યાસ સામેલ છે. જહાજનું આગમન બંને દેશ વચ્ચે પહેલા નૌસૈનિક અભ્યાસ 'અલ-મોહદ અલ-હિન્દી 2021'ના (Al-Mohad Al Hindi 2021) બંદરગાહ તબક્કાની શરૂઆતની સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યું છે.

આ પણ વાંચો- ભારતીય નૌસેનાએ બે MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટરની પ્રથમ બેચ સ્વીકારી

વોરશિપ અબુધાબીના તટ પરથી પસાર થઈ સાઉદી અરબ માટે રવાના થયું હતું

આપને જણાવી દઈએ કે, વોરશિપ શનિવારે અબુધાબીના તટ પર સંયુક્ત અરબ અમિરાત (UAE)ની સાથે જાયેદ તલવાર ડ્રિલ (Zayed Talwar Drill) કર્યા પછી સાઉદી અરબ માટે રવાના થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.