Sri Lankan citizen Killed in Punjab: શ્રીલંકાના નાગરિકની પાકિસ્તાન સ્થિત પંજાબમાં હત્યા કરાઇ, કારણ અકબંધ

author img

By

Published : Dec 4, 2021, 10:59 PM IST

Sri Lankan citizen Killed in Punjab: શ્રીલંકાના નાગરિકની પંજાબમાં હત્યા કરાઇ, કારણ અકબંધ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક ટોળા દ્વારા શ્રીલંકાના એક નાગરિકને કથિત ઇશ નિંદા બદલ ઢોર માર મારી હત્યા કરી (Sri Lankan citizenKilled in Punjab) અને પછી તેના શરીરને સળગાવી દીધું હતું. સ્થિતિને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

  • શ્રીલંકાના નાગરિકને કથિત નિંદાના આરોપમાં ઢોર માર માર્યો
  • પરિસ્થિતિને મુઠીમાં લાવવા મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત
  • આ મામલાની તપાસ કરવા અને 24 કલાકની અંદર રિપોર્ટ કરવાનો આદેશ

લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક ટોળાએ શ્રીલંકાના નાગરિકને કથિત ઇશ નિંદાના આરોપમાં માર મારી અને પછી તેના શરીરને સળગાવી દીધું (Sri Lankan citizen Killed in Punjab)હતું. આ મામલે પંજાબ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, લગભગ 40 વર્ષીય પ્રિયંતા કુમારા અહીંથી લગભગ 100 કિમી દૂર સિયાલકોટ જિલ્લાની એક ફેક્ટરીમાં જનરલ મેનેજર (Siyalkot factory General Manager) તરીકે કામ કરતી હતી.

કુમારાએ કટ્ટરપંથી તહરીક-એ-લબૈક પાકિસ્તાનનું પોસ્ટર ફાડ્યું

અધિકારીએ જણાવ્યું હતું કે, "કુમારાએ કથિત રીતે કટ્ટરપંથી તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP Tehreek Labbik Pakistan) નું પોસ્ટર ફાડી નાખ્યું હતું, જેમાં કુરાનની કલમો લખેલી હતી અને પછી તેને ડસ્ટબીનમાં ફેંકી દીધી હતી તેવુ અધિકારીનુ નિવેદન છે. કુમારાની ઓફિસ પાસેની દિવાલ પર ઈસ્લામિક પાર્ટીનું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું. આ પોસ્ટર હટાવતા ફેક્ટરીના કેટલાક કામદારોએ જોયો અને તુરંત જ ફેક્ટરીમાં આ વાતની જાણ કરી હતી.

આ ઘટના દરમિયાન લોકો TLPના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા

ઇશનિંદાની ઘટનાને લઈને આસપાસના તમામ વિસ્તારોમાંથી સેંકડો લોકો ફેક્ટરીની બહાર એકઠા થવા લાગ્યા હતા, તેમાંથી મોટાભાગના કાર્યકરો અને TLP (Tehreek Labbik Pakistan)ના સમર્થકો હતા. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જોવા મળે છે કે શ્રીલંકાના નાગરિકના મૃતદેહની આસપાસ સેંકડો લોકો ઉભા છે. તે દરમિયાન તેઓ TLPના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.સિયાલકોટના જિલ્લા પોલીસ અધિકારી ઓમર સઈદ મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે, શ્રીલંકાના નાગરિકની હત્યા કરાયા બાદ પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પાકિસ્તાન પોતાના ક્ષેત્રમાંથી અફઘાનિસ્તાનને ઘઉં મોકલવાની ભારતને આપશે પરવાનગી: ઇમરાન ખાન

મુખ્યપ્રધાને ઉસ્માન બુઝદારે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી

પંજાબના મુખ્યપ્રધાને ઉસ્માન બુઝદારે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. જ્યારે પોલીસ મહાનિર્દેશકને આ મામલાની તપાસ કરવા અને 24 કલાકની અંદર રિપોર્ટ કરવાનો આદેશ આપાયો છે. આ વિશે મુખ્યમંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, "ઘટનાના દરેક પાસાઓની તપાસ થવી જોઈએ અને રિપોર્ટ દાખલ થવો જોઈએ."જેમણે કાયદો પોતાના હાથમાં લીધો છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. હાલ આ વિસ્તારમાં સ્થિતિ ગંભીર છે અને તમામ કારખાનાઓ બંધ છે. પોલીસે જણાવ્યું કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટેનો સવાલ: સેનાની ભૂમિનો ઉપયોગ મેરેજ હોલ, ફિલ્મઘર શા માટે બનાવવા

ઇસ્લામને બદનામ કરવા બદલ મૃત્યુદંડની સજા

પાકિસ્તાનમાં ઇસ્લામને બદનામ કરવા માટે ખૂબ જ કડક કાયદો ઘડાયો છે, જે કોઇ આનો ઉલ્લંઘન કરશે તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવશે આ પ્રકારની જોગવાય છે. ત્યારે આ કાયદાના અનુસંધાને માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે, આ કાયદાઓનો વારંવાર અંગત દુશ્મનીમાં ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકન સરકારની સલાહકાર પેનલ (American Government Advisory Panel)ના રિપોર્ટમાં જણાવાયું છે કે, દુનિયાના કોઈપણ દેશમાં સૌથી વધુ ઈશનિંદા કાયદાનો ઉપયોગ પાકિસ્તાનમાં કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.