ETV Bharat / international

Indo China military level Talks: સરહદ મુદ્દે ભારત સાથેની વાતચીતનો છેલ્લો રાઉન્ડ 'સકારાત્મક અને રચનાત્મક' રહ્યોઃ ચીન

author img

By

Published : Jan 28, 2022, 1:13 PM IST

ચીને ભારત સાથે સૈન્ય સ્તરની વાટાઘાટોના (Indo China military level Talks) તાજેતરના રાઉન્ડને "સકારાત્મક અને રચનાત્મક" ગણાવ્યો (Indo China Talks Positive and Constructive) હતો. બીજી તરફ ચીને પાડોશીઓને ધમકી આપવાના અમેરિકાના આરોપને પણ નકારી (US has accused China of intimidating its neighbors) કાઢ્યો છે.

Indo China military level Talks: સરહદ મુદ્દે ભારત સાથેની વાતચીતનો છેલ્લો રાઉન્ડ 'સકારાત્મક અને રચનાત્મક' રહ્યોઃ ચીન
Indo China military level Talks: સરહદ મુદ્દે ભારત સાથેની વાતચીતનો છેલ્લો રાઉન્ડ 'સકારાત્મક અને રચનાત્મક' રહ્યોઃ ચીન

બેઈજિંગઃ ચીને ભારત સાથે સૈન્ય સ્તરની વાટાઘાટોના (Indo China military level Talks) તાજેતરના રાઉન્ડને "સકારાત્મક અને રચનાત્મક" ગણાવ્યો (Indo China Talks Positive and Constructive) હતો. સાથે જ કહ્યું હતું કે, બેઈજિંગ સરહદ મુદ્દાને "યોગ્ય રીતે હેન્ડલ" કરવા માટે નવી દિલ્હી સાથે મળીને કામ કરશે. તે જ સમયે ચીને પાડોશીઓને 'ધમકી' આપવાના અમેરિકાના આરોપને નકારી (US has accused China of intimidating its neighbors) કાઢ્યો છે.

બંને દેશ રાજદ્વારી માધ્યમથી વાતચીત ચાલુ રાખવા સંમત થયા હતા

ભારત અને ચીન વચ્ચે 14મા તબક્કાની સૈન્ય વાર્તા 12 જાન્યુઆરીએ (Indo China military level Talks) થઈ હતી. આમાં બંને પક્ષ પૂર્વીય લદ્દાખમાં અડચણના મુદ્દા પર પરસ્પર રીતેથી સ્વીકૃત સમાધાન પર પહોંચવા માટે સૈન્ય અને રાજદ્વારી માધ્યમથી વાતચીત ચાલુ રાખવા પર સંમત થયા હતા.

આ પણ વાંચોઃ China Release Missing Arunachal Youth: ગુમ થયેલા યુવકને ચીને ભારતીય સેનાને પરત સોંપ્યો, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ આપી માહિતી

ચીન સીમા મુદ્દાને યોગ્ય રીતે સંભાળવા ભારતીય પક્ષની સાથે મળીને કામ કરશે

ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ વૂ કિયાને એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ચીની પક્ષનું માનવું છે કે, વાર્તાનો આ તબક્કો સકારાત્મક અને રચનાત્મક (Indo China Talks Positive and Constructive) રહ્યો હતો. સાથે જ ચીન વાતચીતના માધ્યમથી સીમા મુદ્દાને યોગ્ય રીતે સંભાળવા માટે ભારતીય પક્ષની સાથે મળીને કામ કરશે. આ વાર્તા પહેલા ભારતીય અધિકારીઓએ 14મા તબક્કાની વાર્તામાં (Indo China military level Talks) પૂર્વીય લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ પર સૈનિકોનો પાછળ હટવાના સંબંધિત મુદ્દાઓનું સમાધાન કરવામાં આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ US Orders to Embassy Staff to Leave Ukraine : યુક્રેન અને રશિયાના તણાવ વચ્ચે અમેરિકાનું મહત્ત્વનું પગલું

અમેરિકા પર સાધ્યું નિશાન

વરિષ્ઠ કર્નલ વૂ કિયાને ગુરુવારે પ્રેસ વાર્તામાં વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ જેન સાકીની તે ટિપ્પણીઓની ટિકા કરી હતી, જેમાં તેમણે ચીન પર પાડોશીઓને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ (US has accused China of intimidating its neighbors) કરવાનો આરોપ લગાવ્યો હતો. ભારતના સાથે સીમા પર ચીનનો આક્રમક વ્યવહાર પર એક સવાલના જવાબમાં, સાકીએ 12 જાન્યુઆરીએ કહ્યું હતું કે, અમેરિકાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

અમેરિકાનો ચીન પર પ્રહાર

સાકીની ટિપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કર્નલ વૂ કિયાને કહ્યું હતું કે, કેટલાક અમેરિકી રાજનેતા 'બળપૂર્વક' શબ્દનો ઉપયોગ કરવાના ખૂબ શોખીન છે અને તે એ ભૂલી ગયા છે કે, અમેરિકા 'બળપૂર્વક કૂટનીતિ'નું શોધક છે. ચીનના સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર વૂ કિયાનના માધ્યમથી કહેવામાં આવ્યું હતું કે, ચીન ભારત સીમા મુદ્દો બંને દેશ વચ્ચેનો મામલો અને બંને પક્ષ કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો વિરોધ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.