ETV Bharat / international

બધા અમેરિકન નાગરિકો અફઘાનિસ્તાનમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી અમેરિકી સેના ત્યાં રહેશેઃ બાઈડન

author img

By

Published : Aug 19, 2021, 12:31 PM IST

બધા અમેરિકન નાગરિકો અફઘાનિસ્તાનમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી અમેરિકી સેના ત્યાં રહેશેઃ બાઈડન
બધા અમેરિકન નાગરિકો અફઘાનિસ્તાનમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી અમેરિકી સેના ત્યાં રહેશેઃ બાઈડન

અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકોને પરત બોલાવ્યા પછી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. તો આ અંગે હવે સમગ્ર વિશ્વમાં અમેરિકાની ટીકા થઈ રહી છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) સ્વીકાર્યું છે કે, અમેરિકા સમર્થિત અફઘાનિસ્તાન સરકારને ઝડપથી પતનથી તેઓ સ્તબ્ધ હતા. તેમણે કહ્યું હતું કે, તાલિબાન અમેરિકીઓને બહાર નીકળવામાં સહયોગ કરી રહ્યા છે, પરંતુ તે લોકોને ઘણી તકલીફ થઈ રહી છે, જ્યારે અમે ત્યાં હતા ત્યારે અમારી જેમણે મદદ કરી હતી.

  • અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોને પરત બોલાવવા અંગે અમેરિકાની થઈ રહી છે ટીકા
  • અફઘાનિસ્તાન સરકારના આટલા ઝડપથી પતનથી હું સ્તબ્ધ છુંઃ બાઈડન
  • સમગ્ર વિશ્વમાંથી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) આપી પ્રતિક્રિયા

ન્યૂઝ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, હોબાળા વગર અફઘાનિસ્તાન છોડવું શક્ય નહતું. કાબુલ એરપોર્ટ પર નિરાશ કરનારા દ્રશ્યો વચ્ચે પણ અમેરિકી સેના હજારો લોકોને કાઢવા માટે મહેનત કરી રહી છે. તો જો બાઈડન અફઘાનિસ્તાનમાં 20 વર્ષના અમેરિકી યુદ્ધને સમાપ્ત કરવાના પોતાના નિર્ણય પર અડગ છે.

આ પણ વાંચો- તાલિબાને ભારત સાથે વેપાર પર લગાવ્યો પ્રતિબંધ, ડ્રાયફ્રૂટ્સ મોંઘા થવાની શક્યતા

અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં હવે લાંબા સંઘર્ષમાં લડવામાં કોઈ રાષ્ટ્રીય હિત નથીઃ બાઈડન

અમેરિકાના રાષ્ટ્રપતિ ((US President)એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ વિચારની કોઈ પણ પ્રકારની અરાજકતા વગર બહાર નીકળવાનો એક રસ્તો છે, પરંતુ મને નથી ખબર છે આ કઈ રીતે થાય છે. બાઈડન સરકારે લાંબા સમયથી અમેરિકાની સૌથી લાંબા યુદ્ધને 'વ્યવસ્થિત ડ્રોડાઉન' (Systematic drawdown)નું વચન આપ્યું હતું. રાષ્ટ્રપતિનું કહેવું છે કે, અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં હવે લાંબા સંઘર્ષમાં લડવામાં કોઈ રાષ્ટ્રીય હિત નથી. બાઈડને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને આશા છે કે, હજારો અમેરિકી સૈનિકોને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવશે, જેથી ત્યાંથી લોકોને સુરક્ષિત કાઢી શકાય. 31 ઓગસ્ટે યુદ્ધ સમાપ્ત કરવાની સમય સીમા સમાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો- તાલિબાનના ટોપ કમાન્ડરે IMA દહેરાદૂનમાં લીધી હતી તાલીમ, જાણો કોણ છે?

એક પણ અમેરિકી નાગરિક અફઘાનિસ્તાનમાં ન રહી જાય ત્યાં સુધી અમેરિકી સૈનિકો ત્યાં જ રહેશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) પહેલી વખત કહ્યું હતું કે, આ લાંબા સમય સુધી પણ અફઘાનિસ્તાનમાં રહી શકે છે. તેમણે કહ્યું હતું કે, જો એક પણ અમેરિકી નાગરિક અફઘાનિસ્તાનમાં છૂટી જાય તો તેમને કાઢવા માટે અમેરિકી સૈનિકો (US Army) અફઘાનિસ્તાનમાં જ રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) સ્વીકાર્યું છે કે, અમેરિકા સમર્થિત અફઘાનિસ્તાન સરકારને ઝડપથી પતનથી તેઓ સ્તબ્ધ હતા. તેમણે કહ્યું હતું કે, તાલિબાન અમેરિકીઓને બહાર નીકળવામાં સહયોગ કરી રહ્યા છે, પરંતુ તે લોકોને ઘણી તકલીફ થઈ રહી છે, જ્યારે અમે ત્યાં હતા ત્યારે અમારી જેમણે મદદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.