ETV Bharat / bharat

તાલિબાનના ટોપ કમાન્ડરે IMA દહેરાદૂનમાં લીધી હતી તાલીમ, જાણો કોણ છે?

author img

By

Published : Aug 19, 2021, 11:25 AM IST

Updated : Aug 19, 2021, 11:30 AM IST

મલેશિયાથી લઈને પાકિસ્તાન સુધી, બાંગ્લાદેશથી મધ્ય એશિયા સુધી, આફ્રિકી દેશો સહિત કેટલાક અન્ય દેશોના સૈન્ય નેતાઓએ દહેરાદૂનની ભારતીય સૈન્ય એકેડમી (IMA)માં તાલીમ લીધી છે. તાલિબાની કેટલાક સૈન્ય નેતાએ પણ દહેરાદૂનના IMAથી તાલીમ લીધી છે. તેમાંથી એક છે વર્તમાન સમયમાં તાલિબાનનો મુખ્ય પ્રવક્તા અને શક્તિશાળી નેતા મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈ. તો વાંચો વરિષ્ટ સંવાદદાતા સંજીબ કુમાર બરૂઆનો અહેવાલ.

તાલિબાનનો ટોપ કમાન્ડરે IMA દહેરાદૂનમાં લીધી હતી તાલીમ, જાણો કોણ છે?
તાલિબાનનો ટોપ કમાન્ડરે IMA દહેરાદૂનમાં લીધી હતી તાલીમ, જાણો કોણ છે?

  • તાલિબાનના કેટલાક સૈન્ય નેતાઓએ પણ દહેરાદૂનના IMAમાં લીધી હતી તાલીમ
  • મલેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મધ્ય એશિયા, આફ્રિકી દેશોના કેટલાક સૈન્ય નેતાઓ પણ IMAમાં તાલીમ લઈ ચૂક્યા છે
  • તાલિબાનના મુખ્ય પ્રવક્તા અને શક્તિશાળી નેતા મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈએ પણ IMAમાં લીધી હતી તાલીમ

નવી દિલ્હીઃ 'ભગત' જેમને શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈ પદશાહ ખાન અથવા સામાન્ય રીતે કહીએ તો, મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈના નામથી ઓળખવામાં આવે છે. સ્ટેનકઝઈની ઓળખ આજે તાલિબાનના પ્રવક્તા તરીકે કરવામાં આવે છે. ત્યારે 'ભગત' દહેરાદૂનમાં ભારતીય સૈન્ય એકેડમી (IMA)ની બટાલિયનમાં પણ શામેલ હતો. જ્યાં તેણે પોતાના દોઢ વર્ષની પ્રિ-કમિશન તાલીમ દરમિયાન પોતાના સૈન્ય કૌશલને વધારવાનું કામ કર્યું હતું.

આ પણ વાંચો- હું કાબૂલમાં રહ્યો હોત તો કત્લેઆમ થઇ જાત: અશરફ ગની

તાલિબાનના આ શક્તિશાળી નેતાનો ભારત પ્રત્યેનો પ્રેમ હજી પણ યથાવત છે

તાલિબાન નેતાઓમાંથી સૌથી શક્તિશાળી માનવામાં આવતા ઉચ્ચ નેતા, જે અત્યારે 58 વર્ષનો છે. વર્ષ 1982-83ની આસપાસ IMAની 71મા કોર્સનો ભાગ હતો. બીજા શબ્દોમાં કહીએ તો, IMAમાં સ્ટેનકઝઈના કેટલાક બેચમેન્ટ નિશ્ચિત રીતે ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ જરનલ તરીકે કાર્યરત હશે. જોકે, પોતાના 'ઈન્ડિયા ડેઝ' અંગે વાત કરવા માટે જાણીતો તાલિબાનનો આ શક્તિશાળી નેતાનો ભારત પ્રત્યે હજી પણ પ્રેમ યથાવત છે. ગયા વર્ષે જ એક પાકિસ્તાની મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં મુખ્ય પ્રવક્તાએ અફઘાનિસ્તાનમાં ભારત પર દેશદ્રોહીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવતા ખૂબ જ મંદ વિચાર રાખ્યો હતો.

આ પણ વાંચો- IMFએ અફઘાનિસ્તાનની ઇમરજન્સી રિઝર્વમાં પહોંચ અટકાવી

સ્ટેનકઝઈએ લડવાની મૂળ વાતો IMAમાંથી શીખી હતી

પરંતુ એ IMA જ હતું, જ્યાં સ્ટેનકઝઈએ યુદ્ધ, નીતિ, રણનીતિ, હથિયારોનો સામનો કરવા, શારીરિક અને માનસિક કાર્યક્ષમતા જેવી મૂળ વાતો શીખી હતી, જે જેન્ટલમેન કેડેટ્સ (GC)ના કોર્સનો મૂળ ભાગ છે. IMAમાં પોતાની પ્રિ-કમિશન તાલીમ પૂરી કરવા અને એક લેફ્ટિનેન્ટ તરીકે અફઘાન નેશનલ આર્મીમાં શામેલ થયા પછી કેટલાક વર્ષોમાં સ્ટેનકઝઈનું હૃદય પરિવર્તન થયું હતું, જેના કારણે તે સોવિયત સેનાથી લડવા માટે અફઘાન સેના છોડીને મુઝાહિદ્દીન રેન્કમાં શામેલ થયો હતો. જોકે, વર્ષ 1979ના આક્રમણ પછીથી 1989માં તેની વાપસી સુધી અફઘાનિસ્તાનમાં રશિયાઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

તાલિબાન પદાનુક્રમમાં સ્ટેનકઝઈ તેજીથી આગળ વધતો ગયો

પોતાની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અંગ્રેજીમાં વાતચીત અને સામાન્ય કલાત્મકતાના કારણે તાલિબાન પદાનુક્રમમાં સ્ટેનકઝઈ તેજીથી આગળ વધતો ગયો. આ તથ્યની પૃષ્ઠભૂમિમાં એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે, મોટા ભાગના તાલિબાન નેતૃત્ત્વ પાસે ઔપચારિક શિક્ષણ નથી. વર્ષ 1996માં જ્યારે તાલિબાને કાબૂલમાં સત્તા પર કબજો કર્યો. ત્યારે સ્ટેનકઝઈને સરકારમાં નાયબ વિદેશ પ્રધાન અને નાયબ આરોગ્ય પ્રધાન બનાવવામાં આવ્યો હતો.

સ્ટેનકઝઈ તાલિબાન સાથે જોડાયેલો વ્યક્તિ જાહેર થયો છતાં વિદેશનો પ્રવાસ કરતો રહ્યો

જ્યારે 9/11ના હુમલા પછી વર્ષ 2001માં અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં ઉતરી અને તાલિબાન ભાગવા માટે મજબૂર થઈ ગયા હતા. તો અહીં જાન્યુઆરી 2012માં કતરના દોહા પહોંચ્યા હતા, જ્યાં રાજદ્વારી અને વિદેશી કાર્યાલયોનું નેતૃત્ત્વ કર્યું હતું. ત્યારથી દોહામાં વર્ષ 2001થી જ સ્ટેનકઝઈ સંયુક્ત રાષ્ટ્ર (United State) દ્વારા 'તાલિબાનથી જોડાયેલા વ્યક્તિ' તરીકે નામાંકિત થયો હતો. તેમ છતાં તે વિશ્વભરના વિવિધ દેશનો પ્રવાસ કરતો રહ્યો હતો. તે હાલમાં જ અશરફ ઘનીના નેતૃત્ત્વવાળી અફઘાન સરકારને લઈને અમેરિકા, રશિયા અને ચીન સુધી મહત્ત્વપૂર્ણ નેતાઓની સાથે વાતચીતનો મહત્ત્વનો ભાગ રહ્યો છે. સપ્ટેમ્બર 2020માં જ અફઘાન સરકાર સાથે વાતચીત કરવા માટે તાલિબાન દ્વારા નિયુક્ત મુલ્લા અબ્દુલ હકીમનો નાયબ બનાવવામાં આવ્યો હતો.

Last Updated :Aug 19, 2021, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.