ETV Bharat / international

Oral Corona Pill Paxlovid : US દ્વારા ફાઇઝરની ઓરલ ટેબ્લેટ પેક્સલોવિડને મંજૂરી, જાણો શું છે ખાસિયત...

author img

By

Published : Dec 23, 2021, 10:59 AM IST

US ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થએ (Department of Health US ) ફાઇઝર ઓરલ ટેબ્લેટ પેક્સલોવિડના (Pfizer Oral Tablet Paxlovid) ઉપયોગને મંજૂરી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાની સારવાર માટે આ પ્રથમ સત્તાવાર દવા છે. કોરોનાના હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ પણ ડૉક્ટરની સલાહ પર તેનો ઉપયોગ (medication prescribed by doctor) કરી શકશે. અમેરિકાએ આ દવાના 1 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ જો બિડને વૈશ્વિક મહામારી સામે લડાઈની દિશામાં એક 'મહત્વપૂર્ણ પગલું' ગણાવ્યું છે.

Oral Corona Pill Paxlovid
Oral Corona Pill Paxlovid

વોશિંગ્ટન, અમેરિકા : ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ કોરોનાની દવા પેક્સલોવિડને મંજૂરી (Pfizer Oral Tablet Paxlovid) આપી છે. ફાઈઝર કંપની દ્વારા બનાવવામાં આવેલી આ દવા 12 વર્ષથી વધુ ઉંમરના કોરોના દર્દીઓને આપવામાં આવશે. બુધવારે FDAના વૈજ્ઞાનિક પેટ્રિઝિયા કેવાઝોનીએ જણાવ્યું કે, તે ઓરલ પિલ્સ છે, જે ડોક્ટરની સલાહ પર (medication prescribed by doctor) આપવામાં આવશે. આ દવા કોરોના સામેની લડાઈમાં કારગર સાબિત થશે. અમેરિકા પહેલાથી જ તેના 1 કરોડ ડોઝ માટે ઓર્ડર આપી ચૂક્યું છે. આ દવા કોરોનાથી પીડિત લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે.

આ પણ વાંચો: ઉચ્ચ રસીકરણ છતાં UAEમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા

દવાનું 2200 લોકો પર પરીક્ષણ

ફાઈઝર કંપનીએ દાવો કર્યો છે કે, કોરોનાની દવા (Corona Madicine) પેક્સલોવિડનું (Paxlovid) 2200 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દવાની માત્રા 5 દિવસ માટે છે. પરિક્ષણમાં જાણવા મળ્યું કે, તેના ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનું જોખમ 88 ટકા ઘટ્યું છે.

ઓછામાં ઓછું 40 કિલો વજન જરૂરી

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Department of Health US ) અનુસાર, ફાઈઝરની દવા જેનું વજન ઓછામાં ઓછું 40 કિલો છે અથવા 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપી શકાય છે. વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધ લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે. આપને જણાવી દઈએ કે, કિડની અને લીવરના રોગોથી પીડાતા લોકો Pfizer દવા લઈ શકતા નથી. તેની વિશેષતા એ છે કે, કોરોનાની પુષ્ટિ થતાં જ તેને ડૉક્ટરની સલાહ પર (HOME COVID TREATMENT) શરૂ કરી શકાય છે.

આ પણ વાંચો: કોવિશીલ્ડના બન્ને ડોઝ લીધા બાદ ત્રણ મહિના બાદ તેની અસરમાં ઘટ : સ્ટડી

Pfizer પાસે હાલમાં દવાના 1,80,000 કોર્સ

Pfizer પાસે હાલમાં આ દવાના 1,80,000 કોર્સ છે, જેમાંથી 70,000 US ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થને આપવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, યુકે, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશો સાથે કરાર હેઠળ તે 2022 સુધીમાં 8 કરોડ લોકો માટે દવા તૈયાર કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આરોગ્ય વિભાગને દવાનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં 4 કરોડ લોકોએ હજુ પણ રસી લીધી (Corona Vaccination In US) નથી. વહીવટીતંત્રએ લોકોને રસીના ડોઝ પૂરા કરવા અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.