ETV Bharat / entertainment

'ભુલ ભુલૈયા 2' એ ટોપ ક્રૂઝની ફિલ્મ 'ટોપ ગન - મેવેરિક' ને છોડી પાછળ

author img

By

Published : May 29, 2022, 1:37 PM IST

કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ-ભૂલૈયા-2'એ હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝની ફિલ્મને બોક્સ ઓફિસ પર ધૂળ ચટાડી (tom cruise top gun maverick fails at box office)છે. કાર્તિકની ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. આ ફિલ્મ 100 કરોડની કમાણીથી માત્ર એક ડગલું દૂર છે.

'ભુલ ભુલૈયા 2' એ ટોપ ક્રૂઝની ફિલ્મ 'ટોપ ગન - મેવેરિક' ને છોડી પાછળ
'ભુલ ભુલૈયા 2' એ ટોપ ક્રૂઝની ફિલ્મ 'ટોપ ગન - મેવેરિક' ને છોડી પાછળ

હૈદરાબાદઃ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ-ભૂલૈયા-2' બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા જઈ રહી છે. આ ફિલ્મે આઠ દિવસમાં 98 કરોડથી વધુની કમાણી કરી લીધી છે અને તે 100 કરોડ ક્લબમાંથી માત્ર એક ડગલું દૂર છે. ચાહકોને કાર્તિકની રમુજી શૈલી ખૂબ જ પસંદ આવી રહી છે. 20 મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કબજો કરી રહી છે. અહીં, આ અઠવાડિયે (27 મે) રિલીઝ થયેલી હોલીવુડ સુપરસ્ટાર ટોપ ક્રૂઝની ફિલ્મ 'ટોપ ગન - મેવેરિક' (Tom cruise top gun maverick) પણ 'ભૂલ ભુલૈયા-2'થી આગળ બોક્સ ઓફિસ પર કમજોર પડી રહી છે.

આ પણ વાંચોઃ 'સૂરરાય પોટરુ'ની હિન્દી રિમેકમાંથી અક્ય કુમારનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જૂઓ ફોટો

ટોમ ક્રૂઝની ફિલ્મ 'ટોપ ગન': મેવેરિક'ને ભારતમાં પહેલાથી જ ઓછી સ્ક્રીન મળી હતી. આવી સ્થિતિમાં, ભારતમાં ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન માત્ર 2 કરોડ રહ્યું છે. તે જ સમયે, આ દિવસે (27 મે) 'ભૂલ ભૂલૈયા-2' એ રૂપિયા 7.27 કરોડ ની કમાણી કરી લીધી હતી. બોક્સ ઓફિસ પર આઠમા દિવસે 'ભૂલ ભુલૈયા-2'નું કલેક્શન રૂપિયા 98.57 કરોડ (Bhool bhulaiya 2 box office collection) થઈ ગયું છે. 27 મેના રોજ બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'અનેક' રીલિઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હતી. 'ભૂલ ભુલૈયા-2'ની સામે ફિલ્મ 'અનેક' પહેલા દિવસે બોક્સ ઓફિસ પર માત્ર રૂપિયા 2.11 કરોડ નું જ કલેક્શન કરી શકી હતી. તે જ સમયે, કાર્તિકની ફિલ્મ 'ભૂલ-ભૂલૈયા-2' 100 કરોડની નજીક પહોંચી છે.

આ પણ વાંચોઃ શ્રેયા લેંકા બની દેશની પ્રથમ K-Pop સ્ટાર, જાણો કોણ છે આ

કાર્તિકની રેકોર્ડ બ્રેક ફિલ્મ: ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' નવમા દિવસે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે, જે કાર્તિકના ફિલ્મી કરિયરમાં એક મોટો રેકોર્ડ હશે. 'ભૂલ ભુલૈયા 2' કાર્તિકની પહેલી ફિલ્મ હશે જે 100 કરોડની ક્લબમાં (Bhool bhulaiya 2 box office collection) સામેલ થશે. 'ભૂલ ભૂલૈયા 2'ની સ્ટારકાસ્ટ અને નિર્માતાઓ ફિલ્મની સફળતા બાદ ફરી એકવાર ઉજવણીની તૈયારી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.